મયુર પટેલ નામના યુવાન ને આપઘાત કરી લીધો ! સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે “મેં આ કામ મારી મરજી
હાલના સમય મા રાજ્ય મા અલગ અલગ પ્રકાર ના વિચિત્ર કિસ્સાઓ સામે આવી રહ્યા છે જ્યારે બે દીવસ અગાવ સુરત શહેર માથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમા એક ચાર સંતાનો ના પિતા આડેધ યુવાન એક 17 વર્ષ ની સગીરા ને ભગાડી જતા ચકચાર મચી ગયો હતો જ્યારે હાલ ફરી ચકચાર મચાવી દે તેવો કિસ્સો વડોદરા શહેર માથી સામે આવ્યો છે જેમા એક મહીલા ના ત્રાસ થી પટેલ યુવાને આપઘાત કરી લીધો છે.
આ ઘટના અંગે ABP અસ્મિતા ના એક અહેવાલ મુજબ વડોદરા ના ફતેપુરા વિસ્તારમાં રહેતા મયુર પટેલ નામના યુવાન ને આપઘાત કરી જીવન ટુકાવ્યુ છે યુવાને વિધર્મી મહીલા પર સ્યુસાઈડ નોટ મા ગંભીર આરોપો લગાવ્યા છે મહિલાએ પહેલા પાંચ લાખ પડાવી બીજા 4.50 લાખ માંગ્યાનો આરોપ યુવકે સૂસાઇડ નોટમાં લગાવ્યો છે. જ્યારે આ અંગે મૃતકના પરિવારજનોએ પોલીસ મથકે ફરિયાદ નોંધવવાની તજવીજ હાથ ધરી છે.
મયુર પટેલ સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, “મેં આ કામ મારી મરજી વગર કરી રહ્યો છું. મને આ કામ કરવા માટે મરજી વગર કરી રહ્યો છું. હમણા સુધી મેં એને 4.5 લાખ રૂપિયા આપેલ ચે. મેં એને કીધું કે, હવે મારી જોડે બીજા રૂપિયા નથી. તમે મારી જોડે કેમ આવું કરો છો. એ મને કહે છે કે આ તો અમારું કામ છે. અમે બધાને આજ રીતે ફસાવીને રૂપિયા લીધા છે.”
” તારી જોડે રૂપિયા છે એના માટે તો મેં તને ફસાવ્યો છે અને તારી જોડે રૂપિયા ના હોય તો હવે મેં તને પોલીસ કેસ કરીને હેરાન કરીશ અને પછી ત્યાં સમાધાન કરવાના રૂપિયા માગીશ. નહી તો મેં તને આ દવા આપું છું તે ખાઈ લે અને મરી જા. મે એને કીધું કે આવું ના કરો. મારા ઘરમાં મારા સિવાય કોય કામ કરનાર નથી. એ મને એમ કહે છે કે તારી પત્નીના પણ હું મારી સાથે કામે લગાવી દઇશ. મેં એટલો પણ કમ નથી કે મે એને જવાબ આપી શકુ છું. મેં પણ એને મારી નાખત. એના ઘરે એના ચાર બાળક છે એના માટે નહીતર મે એને મારી નાખત.”