વડોદરાના વેજપુરગામમાં કુંવામાઁ પડેલી ભેંસ ને બચાવવા જતા યુવક પરજ ભેંસ આવી પડતા તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું, ઘટના એવી હતી કે…

જેમ તમે જાણોજ છો આપણા પર જીવલેણ હુમલો ક્યારે અને કેવી રીતે થતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ ઘણી વખત કોઈ અકસ્માતમાં, તો વળી કોઈ હત્યા ને લીધે આમ અલગ અલગ કારણથી મોત થતી હોઈ છે. તેવામાઁ હાલ એક ખુબજ ચોકાવનારો ખુલાસો સામો આવઈ રહ્યો છે. જેમાં કુંવમાં પડી ગયેલી ભેંસ ને બચાવવા માટે યુવક પણ કુવા માઁ ઉતરિયો અને જયારે દોરડું તૂટી જતા ગંભીર અકસ્માતના થતાં ભેંસ યુવક ની માથે પડતા યુવકનું કુવાના. પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

આ ઘટના વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વેજપુર ગામમાંથી સામી આવી રહી છે જ્યા કૂવામાંથી ભેંસને બહાર કાઢતી વખતે દોરડુ તૂટી જતા સાસરીમાં આવેલા જમાઇનું ભેંસ નીચે દબાઇ જતાં મોત થયું હતું. વડોદરા ફાયર બ્રિગેડે રાત્રે સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ ભેંસ અને યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. આ બનાવે વેજપુર ગામ સહિત પંથકમાં અરેરાટી થવા પામી હતી.

ઘટનાની વાત કરીર તો ડેસર તાલુકાના વેજપુર વાંટા ફળિયામાં રહેતા ઉદાભાઈ સનાભાઇ પરમારની ભેંસ તેના પાડાના કારણે ભડકીને નાસભાગ કરતી હતી. તે સમય દરમિયાન વિજય પુવારના ખુલ્લા વાડામાં અવાવરું કૂવા ઉપર ઢાંકેલા પતરા હોવા છતાં ભેંસના વજનના કારણે સોમવારે સાંજે ચાર વાગ્યાના અરસામાં કૂવામાં ખાબકી હતી. જે બાદ સમગ્ર ગામના લોકો ભેગા થઈ ગયા હતાં અને ભેંસ ને બચાવવા માટે ઉપાયો કરવા લાગ્યા હતાં.

તેમજ આ દરમિયાન ઉદાભાઈ પરમારની પત્ની લીલાબેને પંચમહાલના એરાલ ખાતે તેઓની દીકરી કોકીલા પરમારને ફોન કરી જાણકારી આપી હતી કે, આપણી ભેંસ કૂવામાં પડી છે. એરાલ ખાતે દીકરીના મકાનનો સ્લેબ ભરાતો હોવાથી તેનો ભાઈ પીન્ટુ પણ બહેનના ઘરે હતો. કૂવામાં પડેલી ભેંસને બહાર કાઢવા માટે એરાલથી બાઇક લઈને વેજપુર આવવા માટે નીકળી રહ્યો હતો. તેઓની સાથે તેના બનેવી રાજુભાઈ મંગળભાઈ પરમાર (ઉ. 38) પણ વેજપુર આવી પહોંચ્યા હતા.

તેમ છતાં જમાઈ રાજુ પરમાર કૂવાની અંદરથી ભેંસનો અવાજ આવતો હોવાથી 100 ફૂટ જેટલા ઊંડા અને સાંકડા કૂવામાં દોરડાની મદદથી ઉતર્યા હતા. દોરડાથી ભેંસને બાંધીને બહાર કાઢતી સમયે 40 ફૂટ જેટલા ઉપરથી દોરડું તૂટતા પરત ભેંસ કૂવામાં ખાબકી હતી. ભેંસની નીચે જમાઈ રાજુ પરમાર દબાઈ ગયા હતા અને પાણીમાં ડૂબી જવાથી તેઓનું અને ભેંસનું મોત નીપજ્યું હતું. બાદમાં ગામમાં બનેલી આ કરુણ ઘટનાને પગલે વેજપુરના સરપંચ જયરાજસિંહ સંજયસિંહ રાઉલજીએ વડોદરા ફાયર ફાઈટરને જાણ કરતા મોડી રાત્રે 11 વાગ્યે ફાયર ફાઈટર આવી પહેલા ભેંસનો મૃતદેહ અને બાદમાં યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

ડેસર પોલીસને જાણ કરતા રાત્રે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મુતદેહને પોસ્ટમોર્ટમ માટે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ ગ્રામજનોએ કૂવાના માલિકને અવાવરું કૂવો બે ત્રણ દિવસમાં પૂરી દેવા માટે કડક શબ્દોમાં સૂચના આપી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *