મોર્નિંગ વોક પર નીકળેલ યુવકને બોલેરો ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું ! સમગ્ર ઘટના CCTV માં કેદ…જુઓ વિડીઓ

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

આ ઘટના અમદાવાદના વસ્ત્રલ વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે. અમદાવદમાં આ અકસ્માત શુક્રવારની વહેલી સવારે બન્યો હતો. અને આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે. આ CCTV ફૂટેજમાં તમે જોઈ શકો છો કે રસ્તા પર એક વ્યક્તિ ચાલીને જઈ રહ્યો છે જે રસ્તાની બાજુમાં ચાલી રહ્યો છે. ત્યારે અચાનક પુર ઝડપે આવતી પીકઅપ બોલેરો વાહને વ્યક્તિને પાછળથી જોરદાર ટક્કર મારતા યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અને તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

મોર્નિંગ વોક માટે નીકળેલ શૈલેષભાઈ ગેલેક્ષી કોરલ સોસાયટી ખાતે રહેતા હતા. જ્યારે પાછળથી આવતા બોલેરો વાહને તેને ટક્કર મારી ત્યારે તે ટક્કર એટલી જોરદાર હતી કે શૈલેષભાઈનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર બનાવ રોડની બાજુમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ ગયો હતો. આ બનાવ બાદ બોલેરો ચાલક યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ફૂટેજ પરથી જોવા મળે છે કે આ બનાવ સવારના 6:૧૦ વાગ્યે બન્યાનું જાણવા માળે છે. CCTV ફૂટેજમાં ખાસ જોવા મળે છે કે યુવક રસ્તાની બાજુમાં ચાલી રહ્યો છે. જયારે અચનાક પાછળથી આવતી ખુબજ ઝડપે બોલેરો એ યુવકને અડફેટે લેતા તેનું ઘટનમાં સ્થળેજ મોત નીપજ્યું હતું. આમ વાહન ચાલકની એક બેદરકારીને કારણે આ યુવકનું મોત નીપજ્યું હતું.

 

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *