વડોદરા ની યુવતી લગ્ન કરશે પણ વરરાજા વગર જ ! યોજાશે એવા લગ્ન કે તમે પહેલા ક્યારેય પણ નહી જોયા હોય..

આપણા ભારતદેશમાં લગ્નને એક ખુબ જ મહત્વ આપવામાં આવે છે લગ્ન એટલે માત્ર બે વ્યક્તિ જ નહી ,પરંતુ બે પરિવારો વચ્ચેનો નવો સબંધ રજુ કરેછે ભારત  દેશમાં લગ્ન ને સાત વચનો અને સાત જન્મો નો સબંધ માનવામાં આવે છે જેને કારણે આ દિવસને લોકો ખુબ જ યાદગાર બન્નાવવા માંગતા હોય છે  વડોદરા શહેરની ૨૪ વર્ષીય યુવતી ક્ષમા બિંદુ આગામી ૧૧ જુને લગ્ન કરવા જઈ રહી છે પરંતુ આ લગ્ન ની ખાસ વાત એ છે કે ક્ષમા પોતાની સાથે જ લગ્ન કરવા જઈ  રહી  છે .

જીહા આ વાત તદન સચ્ચી  છે ને આ  લગ્ન  સંપૂર્ણ ભારતીય પરંપરા મુજબ તમામ વિધિ ને રીત રીવાજ મુજબ કરવામાં આવશે .પરંતુ આ લગ્નમાં વરરાજા નહિ જોવા મળે. આ લગ્ન ગુજરાતના પહેલા એવા લગ્ન હશે જે આત્મ વિવાહ તરીકે કહેવામાં આવી રહ્યા છે.                                                                    

ક્ષમા બિંદુએ જણાવ્યું હતું કે હું ક્યારેય લગ્ન કરવા માંગતી નહોતી ,પણ હું દુલ્હન બનવા માંગતી હતી, જેથી મેં પોતાની સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો . કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવ નું એક ઉદાહરણ પૂરું પાડવાવાળી પહેલી છોકરી છુ. પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી ક્ષમા કહે છે કે નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો કે મારે પોતાની સાથે જ લગ્ન કરવા છે ,જે હાલ એ સપનું હું સાકાર કરવા જઈ  રહી  છુ .લોકો આ પ્રકારના લગ્નને અયોગ્ય માની સકે છે ,પરંતુ હું કહેવા માંગું છુ કે મહિલાનું પણ મહત્વ હોય છે .હું પોતાને જ પ્રેમ કરું છુજેથી હું આત્મ વિવાહ કરવા જઈ રહી છુ .મારા મિત્રો ,સબંધીઓ અને સહકર્મી ની હાજરીમાં લગ્ન થશે જયારે માતા -પિતા વિડીયો કોલિંગ થી હાજર રહેશે,પણ વરરાજા નહિ હોય ,હું જાતે જ સિંદુર લગાવીશ ,હું ફેરા એકલી જ લઈશ.

વરમાળા એક જ હશે.પંડિત શોધવામાં ખુબ જ મુશ્કેલી પડી હતી .૨૫ લોકોને ફોન કર્યા પછી એક પંડિત મળ્યા છે ,તેમને પણ અડધો કલાક બેસી ને સમજાવવા પડ્યા હતા .હવે તેઓ લગ્ન  કરાવવા તૈયાર થઇ ગયા છે.વેબસીરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી .હું દુલ્હન બનવા માંગું છુ ,પણ પત્ની બનવા માંગતી નથી .મેં ચણીયાચોલી ,ધોતી ,સાડી અને જવેલરી  ખરીદી છે .લગ્નના દિવસે હું ચોલી પહેરવાની છુ .હુંબાળક એડોપ્ટ કરીશ અને તેમ ના કરી સકી તો NGO માં બાળકો માટે કામ કરીશ .

ક્ષમા ના માતા –પિતા પણ આ નિર્ણય થી ખુશ છે તેમને આ લગ્નને આશીર્વાદ પણ આપ્યા છે ક્ષમાએ પોતાની માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં ૫ બાધા પણ રાખી છે . લગ્ન પછી ક્ષમા હનીમુન માટે ગોવા ને પસંદ કર્યું છે ,ત્યાં તે ૨ અઠવાડિયા સુધી રહેશે .

ક્ષમા બિંદુ કહે છે કે આ પ્રકારના સ્વયં લગ્ન  કરીને પોતે સેલ્ફ લવ નું ઉદાહરણ ઉભું કરવા માંગે છે .જયારે મેં લગ્નમાં પહેરવાનો છે એ ડ્રેસ પહેરીને અરીસામાં જોયું ત્યારે હું ખુબ ભાવુક બની ગઈ હતી .જીવનસાથી વિનાના આ લગન ને લઈને ક્ષમા ના કેટલાક મિત્રોમાં પણ રોમાંચ છે ,કેટલાકમાં નારાજગી પણ છે એક મિત્ર એ જણાવ્યું હતું કે ,હું કદાચ બહારગામ હોઈશ

.મારે આ લગ્ન વિશે કોપી કોમેન્ટ કરવી નથી  .તેના માતા –પિતા પણ આ લગ્ન  માં હાજર રહેવાના નથી પણ સોશિયલ મીડિયા ના માધ્યમથી તેઓ આ લગ્ન વિધિ ને ચોક્કસપાને નિહાળશે. જો પાછળ થી આવું લાગેસે કે લગન કરવા છે તો તે સમયે વિચાર કરીશું  

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *