ગોંડલમાં એક યુવકે આર્થિક સંકળામણના લીધે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું! બે બાળકો એ ગુમાવી પિતાની છત્ર છાયા…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં ગોંડલમાં બે બાળકોના પિતાએ આપઘાત કર્યો, આર્થિક સંકળામળના લીધે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું. આવો તમને વિગતે જણાવીએ.

આ ઘટના ગોંડલ માંથી સામી આવતી જોવા મળી જ્યા હાલ છેલ્લા ઘણા સમયથી આપઘાતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે કોઈ માનસિક રીતે તૂટી જવાથી આપઘાત કરતો હોઈ છે તો કોઈ વળી માઠુ લાગી આવતા જીવન ટૂંકાવી લેતો હોઈ છે. ત્યારે વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે.

જેમાં બે બાળકોના પિતાએ આપઘાત કરી લેતાં બાળકોએ પિતની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. એસ.આર.પી કંપનીમાં કુક તરીકે ફરજ બજાવતા યુવાને ગળા ફાંસો ખાઇ આપઘાતની ઘટના પ્રકાશમાં આવી છે. 36 વર્ષિય નરેન્દ્રભાઈ રામજીભાઈ પરમાર નામના યુવકે આર્થિક સંકળામણના લીધે ગળાફાંસો ખાધો હોવાની વિગતો મળી આવી છે.

આમ એક પુત્ર અને પુત્રીના પિતા નરેન્દ્રભાઈએ આર્થિક સંકળામળના કારણે પોતાના ક્વાર્ટરમાં પંખા સાથે લટકી ગળાફાંસો ખાતા પરિવાર પર દુ:ખોનું આભ તુટી પડ્યું છે. મૃતકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ ગોંડલ શહેર પોલીસના હેડ કોન્સ્ટેબલ હાર્દિકભાઈ કેરાળીયાએ આ ઘટનાને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.