પાલનપુર પાસે અકસ્માત: આબુ જય રહેલા યુવાનનું અકસ્માત માં મુત્યુ ૬ યુવાન નીકળેલા રાઈડ માં….જાણો પૂરી ઘટના

હાલના સમયમાં જોયે તો ગુજરાત ના હાયવે પર રોજ બરોજ ઘણા અકસ્માતો થતા જોવા મળે છે. અને ઘણા લોકો મૃત્યુ પામતા હોઈ છે. જયારે પણ આવા અકસ્માતો થાય છે. ત્યારે વ્યક્તિ ખુબજ ઇજા ગ્રસ્ત થતો હોઈ છે. ને પરિણામે તેનું ઘટના સ્થળેજ મૃત્યુ થતું હોઈ છે.

આમજ આબુ જય રહેલા ભાવનગર ના ઘોઘારોડ,મીરાપાર્ક બ્લોકનં.28 માં રહેતા અને મુંબઇમાં હિનદુસ્તાન યુની લીવર કંપનીમાં સર્વિસ કરતો કરણ રાકેશભાઇ ભટ્ટ (ઉ.વ.25) વર્કફોમ હોમ ઘરેથી જ કંપનીની કામગીરી કરતો હતો.  તે બાયક લયને આબુ તરફ જતા હતા અને પાલનપુર પાસે જગાણા હાયવે પર બાયક સ્લીપ થતા ડીવાયડર સાથે માથું ભટકાતા ગંભીર રીતે ઇજા થય અને ઘટના સ્થળેજ મોત નીપજ્યું.

કરણ એ અમદાવાદ માં BMW શોરૂમ માંથી બાયક ખરીદેલું અને કંપની માંથી તેમને કોઇ રાઇડમાં જવાનું હોય શોરૂમ તરફથી તેને માણસ સાથે મોકલી તે સર્વિસ મળતા એક સાથે 6 યુવાનો બાઇક લઇ અમદાવાદથી માઉન્ટ આબુ જવા નિકળીયા હતા. અને પાલનપુર જગણા હાયવે પર આકસ્મિક રીતે બાયક સ્લીપ થતા કરણ નું માથું ડીવાયડર સાથે ભટકાતા તેનું મૃત્યુ થયું.

ભાવનગર શહેર બ્રહ્મ સમાજ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં કરણ ભટ્ટ હંમેશા હાજર રહેતા હતા અને પોતાની રીતે સમાજ સેવા બજાવતા હતા. તેઓ એક ફાયનાન્સ ડીગ્રી ધારક હતા.અને ચિત્ર બનાવવાનો શોક પણ રાખતા હતા.તેમની અકસ્માત ની ઘટના સાંભળી બ્રહ્મ સમાજમાં શોક ની લાગણીઓ ફેલાય ગય હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *