સારવાર લઈ રહેલ મહિલા દર્દી સાથેજ થઇ દુર્ઘટના…જાણો પૂરી વાત
આપણને ખબર છે કે સરકારી હોસ્પિટલો ની બેદરકારી ને લીધે અવાર નવાર ઘટનાઓ બનતીજ હોઈ છે. તેવીજ એક ઘટના સામી આવી છે. જેમાં હોસ્પિટલ માં એક મહિલા દર્દી ને ઉંદરે આંખ કોતરી ખાધી છે. જેને લીધે હોસ્પિટલ માં ભારે વિવાદ સર્જાયો છે. અને તેજ સમયે ડોકટરો ની ટીમ ત્યાં પહોચીને મહિલા ની આંખ નું ડ્રેસિંગ કર્યું હતું.
આમ આ ઘટના ને લઈને હોસ્પિટલ મેનેજમેન્ટે એક નિવેદન પણ આપ્યું છે. કે જ્યાં જ્યાં ખાવાની વસ્તુઓ હોઈ છે ત્યાં ઉંદરો આવતાજ હોઈ છે. આ ચોકાવનારી ઘટના રાજસ્થાનનાં કોટાની છે. મળતી માહિતી પ્રમાણે GBS સીન્દ્રોમાંથી ૩૦ વર્ષીય પીડિત યુવતી રૂપમતી ૪૫ દિવસથી MBS હોસ્પિટલમાં દાખલ છે. તેમજ દર્દી મહિલા ના પતિએ કહ્યું કે કે પત્ની ને પેરાલીસીસી એટલે કે લકવાના હુમલા પછી તેણી ને હોસ્પિટલ દાખલ કરવી પડી. તેઓ ન્યુરો ICUમાં દાખલ છે. તે તેની ગરદન પણ હલાવી શક્તિ નથી.
દેવેન્દ્રએ જણાવ્યું કે રાત્રે તેની પત્નીના ચહેરા પર કપડું લગાવેલું હતું. જયારે તે રડવા લાગી ત્યરે મેં કપડું કાઢીને જોયું. ત્યાર પછી તેની અંખ પાસે લોહી દેખાયું.પછી દેવેન્દ્ર એ કહ્યું કે તે તરત્જ્ક ડોકટર અને સ્ટાફ ને જાણ કરવા ગયો. તે સમયે ડોકટરે એમ કહ્યું હતું કે કોઈ જંતુ કરડી ગયું હશે.
દેવેન્દ્રએ કહ્યું, ‘હું ડૉક્ટરોની વાત પર વિશ્વાસ કરી શક્યો નહીં, કારણ કે મારી પત્નીની આંખ પરનો ઘા મોટો હતો. પાંપણ બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી. જંતુના ડંખને કારણે આવું થતું નથી. જો કે તબીબોએ રાત્રે સારવાર કરી હતી. સવારે ફરી ડૉક્ટર આવ્યા અને મારી પત્નીની આંખ તપાસી અને તેનું ડ્રેસિંગ કર્યું. હવે ડોકટરોનું કહેવું છે કે આ ઘા ઉંદરના કરડવાથી થયો હોવો જોઈએ.