માંગરોળના મહુવેજ ગામમાં પાણી ભરવા જતા દુર્ઘટના- બે સગાભાઈઓની એક સાથે ઉઠી અર્થી….

આજકાલ ગુજરાતમાં મૃત્યુ આંકમાં વધારો થઈ રહ્યો છે અને એની પાછળ કારણ છે લોકોની બેદરકારી. હાલ એક એવો બનાવ બહાર આવ્યો છે જેને સાંભળીને તમે પણ વિચાર કરવા લાગશો કે લોકો સાચે બેદરકાર બની રહ્યા છે. આ કિસ્સો સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામનો છે જ્યાં બે સગાભાઈ કેનાલમાં ડૂબ્યા હતા. અને બીજો કિસ્સો મહેસાણાના કડીના વેકરા ગામનો છે જ્યાં એક કેનાલમાંથી એક અજાણી લાશ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.

સુરતના મહુવેજ ગામમાં આવેલ કેનાલમાં બે સગાભાઈ ડૂબી ગયાનો બનાવ બન્યો હતો જેમાં મોટોભાઈ કેનાલમાં પાણી ભરવા માટે ઉતર્યો અને અકસ્માતે એમનો પગ લપસી જતા તેઓ ઊંડા પાણીમાં પડ્યા હતા અને એમને બચાવવા એમના નાના ભાઈ પણ પાણીમાં કૂદી પડ્યા હતા. જો કે બંને ભાઈઓ પાણીમાં તણાયા હોવાની જાણ થયા પછી લોકોએ ફાયરબ્રિગેડને પણ જાણ કરી અને હાલ બંને ભાઈઓની શોધખોળ ચાલુ છે.

વધુ પ્રાપ્ત થતી માહિતી મુજબ આ સગા ભાઈઓના નામ આકાશ અને વિકાસ અગ્રવાલ છે. બંને સુરતના માંગરોળ તાલુકાના મહુવેજ ગામમાં પરિવાર સાથે રહેતા અને એ દિવસે મહુવેજ ખાતે આવેલી પાણીની મુખ્ય કેનાલમાં પાણી ભરવા માટે મોટો ભાઈ ઉતર્યો હતો અને તેનો પગ લપસી જતા તેનો પાણીમાં પડ્યા હતા અને એમને બચાવવા માટે નાનોભાઈ પણ પાણીમાં કૂદ્યો હતો. જો કે બંને ભાઈઓ પાણીમાં ડૂબ્યા આ જાણ થતા પરિવારના દરેક સદસ્યો સદમામાં છે અને ગામના લોકો પણ સ્તબ્ધ છે.

આ સાથે જ બીજો બનાવ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વેકરા ગામનો છે જ્યાં એક કેનાલમાંથી 30થી 35 વર્ષના એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. જો કે હાલ પોલીસે મૃતદેહ કબજે કરીને તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલ્યો છે. સાથે જ પોલીસે આ મૃતદેહ વિશે માહિતી આપતા કહ્યું હતું કે યુવાનના જમણા હાથમાં અંગ્રેજીમાં KSP નામનું ટેટુ છે. જેથી કોઈ આવી વ્યક્તિને ઓળખતું હોય તો પોલીસને જાણ કરી શકે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *