હવામાન વિભાગની કરેલ આગાહી પ્રમાણે, રાજ્યમાં ત્રણ દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદ…જાણો વિગતે

હાલ તમે જાણોજ છો કે ગુજરાતમાં ચોમાસાનુ આ વર્ષે ખુબજ જોર વધી ગયું છે. તેમજ આ વર્ષગે વરસાદ ખુબજ વરસી રહ્યો છે તેવમાં વલસાડ, નવસારી, વડોદરા, અમદાવાદ તેમજ ઘણા રાજ્યોમાં ખુબજ વરસાદ જોવા મળી થયો અને ખુબજ પાણી વહેતા થઈ ગયા છે. ગામડાના લોકોના ઘરમાં નદીઓના પાણી ઘુસી જતા ખુબજ મુશ્કેલીઓ પણ પડી છે. તેવાંમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 25 જુલાઈના રોજ 9 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા સામેલ છે.

વાત કરીએ તો વરસાદ અંગે હવામાન વિભાગના ડો. મનોરમા મોહન્તીએ વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં હળવોથી સામાન્ય વરસાદ પડશે અને એક બે જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે એકાદ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે. જે બાદ આ વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસાની શક્યતા છે. આ સાથે અમદાવાદમાં પણ ત્રણ દિવસ છૂટોછવાયો વરસાદ રહેવાની શક્યતા છે. આ સાથે તેમણે જણાવ્યું કે, 27મી જુલાઇ પછી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે.

તેમજ વધુમાં અમદાવાદમાં વરસાદ અંગે ડો. મનોરમા મોહન્તીએ જણાવ્યુ કે, અમદાવાદમાં 25થી 27 તારીખ સુધી હળવોથી સામાન્ય વરસાદ વરસશે. 27મી જુલાઇ બાદ વરસાદનું પ્રમાણ ઓછું થશે. ગુજરાતમાં અત્યારસુધીમાં 509 મિલિમીટર વરસાદ થયો છે. રાજ્યમાં 62 ટકા વરસાદ થયો છે. આમ હવામાન વિભાગની આગાહીના પગલે કાંકરેજ મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કચેરી દ્વારા એક પરીપત્ર જાહેર કરવામા આવ્યો છે, જે અનુસાર, 23 જુલાઇથી 28 જુલાઇ દરમિયાન લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યાં જ નદીના પટમાં તથા પાણીના ચાલુ પ્રવાહમાં પ્રવેશવાનું સાહસ ન કરવા સલાહ આપવામાં આવી છે

આમ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 25 જુલાઈના રોજ 9 જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આમ જેમાં કચ્છ, જામનગર, મોરબી, રાજકોટ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા તથા મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લા સામેલ છે. વરસાદ આજે 25 જુલાઈએ સૌરાષ્ટ્રના દરિયાકિનારે 40થી લઈને 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાવાની સંભાવના છે. આથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. અને આવતી કાલે 26મી તારીખે કચ્છ, દેવભૂમિ દ્વારકા, અરવલ્લી, મહિસાગર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણમાં સામાન્ય વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *