ફેમસ શો ‘તારખ મહેતા’ ના અભિનેત્રી દયાભાભી બીજી વાર માતા બની, જાણો દીકરો છે કે દીકરી…

આ ફેમસ શો જેનું નામ ‘તારખ મહેતાકા ઉલ્ટા ચશ્માં’ છે. જે પુરા દેશમાં વધુ TRP ધરાવતી સીરીયલ માની એક છે અને લોકો પણ આ સીરીયલ ને ખુબજ પસંદ કરી રહ્યા છે. તેમજ તે સીરીયલ નાં પાત્રો ની કોમેડી અને તેમની એક્ટિંગ જોઈ લોકો પેટ પકડીને હસવા પર મજબુર થઇ જતા હોઈ છે.

આજ તમને આ શો ની સોંથી ફેમસ અભિનેત્રી દયાભાભી વિષે જણાવીશું જે હાલમાંજ બીજી વાર માતા બની છે. જેમનું સાચું નામ દિશા વાકાણી છે. દિશા વાકાણીએ થોડા દિવસ પહેલા પુત્ર ને જન્મ આપ્યો છે. દિશાના પતિ મયુર પડીયા અને ભાઈ મયુર વાકાણીએ આ વાતની પૃષ્ટિ કરી છે. કે થોડા સમય પહેલાજ દિશા વાકાણીની બેબી બમ્પની તસ્વીરો વાયરલ થઈ રહી છે.

સીરીયલ માં ‘સુંદર’ નામનું પાત્ર ભજવનાર જે દિશાના ભાઈ મયુર વાકાણીએ કહ્યું કે મને ખુબજ ખુશી છે કે દિશા બીજી વાર માતા બની અને હું બીજી વાર મામા બની ગયો. ૨૦૧૭માં દિશાએ દીકરીને જન્મ આપ્યો હતો અને હવે તે માતા બની છે. તેથી હું ખુબજ ખુશ છુ. તેમજ મયુર વાકાણી ને જ્યારે પૂછવામાં આવ્યું કે દિશા સીરીયલમાં ક્યારે પાછી ફરશે. તો તેને જવાબ આપ્યો હતો કે દિશા જરૂર પરત ફરશે.

દિશા વાકાણી તારખ મહેતા જેવા શો સાથે છેલ્લા ૨૦૦૮ ના વર્ષ થી જોડાયેલી છે. અને દિશાએ ઓક્ટોબર, ૨૦૧૭થી મેટરનીટી બ્રેક લીધો હતો. તેમજ તે ૬ મહિના ના બ્રેક બાદ પાછી ફરવાની હતી. જોકે તે આજ દિન સુધી હજી પાછી આવી નથી અને ક્યારે આવશે તે નક્કી નથી. તેથી તેના લાખો ફેન્સ શો માં દિશા વાકાણી ની રાહ જોઈ રહ્યા છે. આ દરમ્યાન અનેકવાર એવી વાત થઇ હતી કે દિશા વાકાણી શો માં પરત ફરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.