એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું! થોડા દિવસ પહેલાં આ અંગે સંકેત આપી જણાવ્યું હતુ કે….
ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે તમારા હોંશ ઉડી જશે. જાણીતી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે તે સમાચાર જોવા મલી રહ્યા છે.મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતી વૈસાલીએ રવિવારે આત્મહત્યા કરી મોતને ભેટી છે.જેમાં હેરાન કરનારી વાત તો એ છે કે ૬ દિવસ પહેલાં જ આ અભિનેત્રીએ પોતાના શોશિયલ મીડિયા પર પંખાને લઈને એક નાની રીલ બનાવી હતી.જેની નીચે કેપશન માં લખ્યું હતું કે જેની પાસે પુરુષ ના હોય તે પંખો ફેરવે.આમ વૈસાલી ઠક્કર ની આત્મહત્યા પાછળનુ કારણ તેનું દિલ તૂટ્યું હોય તે પણ હોઈ શકે છે.આમ છતા પોલીસ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને સાચી હકીકત અંગે તપાસી રહી છે.
મળેલી માહિતી અનુસાર ઘટના સ્થળે પહોંચેલી પોલીસને વૈશાલી ઠક્કર ના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી જે તપાસ કરતી પોલીસે પોતાના કબ્જે કરી હતી.હાલમાં વૈશાલીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે.આ અંગે જાણકરી મળી રહી છે કે વૈશાલીને તેના બોયફ્રેન્ડ એ દગો દીધો હતો અને આ કારણોસર તેણે આત્મહત્યા કરી હોય તે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.પરંતુ તપાસ કરતા જ માલૂમ થશે કે સાચું શું છે.ત્યાં જ વૈશાલીની મોતને પણ રિલ્સની સાથે જોડીને તેના આધારે તપાસ કરવામાં આવી રહી છે.
અગાઉ વૈશાલીએ તેનો પંખાવાળો વીડિયો સોશીયલ મિડીયા પર શેર કરતા મજાકિયા અંદાજમાં લખ્યું હતું કે જેની પાસે પુરુષ કે સ્ત્રી ના હોય તે પંખા ફેરવે.આ પોસ્ટ પર તેમના ફેંસે પણ મજાકિયા અંદાજમાં કમેન્ટ આપી હતી.અને પોતાના વિચારો રજુ કર્યા હતા. ઇન્દોરના તેજાજી નગર થાણાના પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે વૈશાલી ઠક્કર એ સાઈબાગ કોલોની સ્થિત પોતાના ઘરેથી પંખા પર લટકીને આત્મહત્યા કરી લીધી છે. ૭ વર્ષથી મુંબઈમાં રહેનારી વૈશાલી છેલ્લા એક વર્ષથી ઇન્દોર ના ઘરે આવીને રહેવા લાગી હતી.આમ અચાનક વૈશાલીની મોતથી ટીવી ઇન્ડસ્ટ્રી સાથે બોલીવુડ ઇન્ડ્ટ્રીઝ ને પણ બહુ મોટો શોક લાગ્યો છે.
View this post on Instagram