દેવાયત ખવડ અને તેના સાથી સાગીરત કીશન કુંભારવાડીયા ની મુશ્કેલીઓ મા વધારો ! કોર્ટે જામીન અરજી…
મિત્રો હાલ તમે બધાજ જાણોજ છો કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા નામના યુવક પર હુમલો કરવા અને જાનથી મારી નાખવાના પ્રયાસો કરવાના આરોપો લાગ્યા છે. જ્યારે આ વિવાદ સર્જાયો હતો તે બાદ થી 9 દિવસ સુધી દેવાયત ખવડ ફરાર હતો અને ૧૦માં દિવસે તે ક્રાઈમ બ્રાંચની શરણે આવી પહોચ્યો છે. જે બાદ તેના પર હુમલાનો ભોગ બનેલ મયુરસિંહએ કેસ પણ કરી દીધો છે. તેણે લઈનેજ હાલ એક મોટા સમાચાર સમા આવી રહ્યા છે આવો તમને વિગતે આ સમાચાર જણાવીએ.
જો વાત કરવામાં આવે તો દેવાયત ખવડને લઈને જે પણ વિવાદો ઉભા થયા હતા અને જે મારપિટની ઘટના બની હતી તે આજે ગુજરાતભરમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. CCTV ને આધારે દેવાયત ખવડ પર મયુરસિંહ રાણા નામના બિલ્ડર પર હુમલો કરવાના આરોપો લાગ્યા હતા. જે બાદ મયુરસિંહ પર જીવલેણ હુમલાના કેસમાં લોક સાહિત્યકાર દેવાયત સહિત ત્રણેય આરોપી જેલ હવાલે છે. જેમાં આરોપી કિશન કુંભારવાડિયાએ કરેલી જામીન અરજી અદાલતે નામંજૂર કરતો હુકમ કર્યો છે. આ ઘટનામાં કસાહિત્યકાર દેવાયત ખવડ અને તેના સાગરીત તેમજ કાર ડ્રાઈવર કિશન દિલીપભાઈ કુંભારવાડિયા વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.
આમ જે પછી આ ત્રણેય આરોપીઓને રાજકોટની સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા. જેમાંથી એક આરોપી કિશન કુંભારવાડિયાએ જેલ મુક્ત થવા કોર્ટમાં જામીન અરજી કરી હતી. પરંતુ તો પણ કોર્ટે કિશનની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવ્યો આ જામીન અરજી પર સરકારી વકીલે કોર્ટમાં દલિલ કરી હતી કે, ‘હુમલામાં કાર ચલાવનાર આરોપી કિશન હતો. તેણે હુમલા બાદ તુરંત જ આરોપી દેવાયત ખવડ અને કાનાને બેસાડી કાર હંકારી મૂકી હતી. જેથી આરોપીઓ ફરાર થયા હતા. ગુનામાં કાવતરાની કલમ પણ ઉમેરાઈ છે, એટલે આ આરોપી તેમાં પણ સામેલ હતા જેથી તેમની જામીન અરજી મંજૂર કરવી જોઈએ નહીં’
આમ જે બાદ અદાલતે બન્ને પક્ષની રજૂઆતો સાંભળ્યા બાદ કોર્ટે કિશન કુંભારવાડિયાની જામીન અરજી રદ કરતો હુકમ ફરમાવ્યો હતો આમ દિવસે ને દિવસે દેવાયત ખવડનું નામ ડાયરા કરતાં વિવાદમાં વધુ રહ્યું દેવાયત ખવડ મૂળ રાજકોટ જિલ્લાના મૂળીદૂધઈ ગામનો વતની છે તેઓએ તેમના જીવનમાં લોકસાહિત્યકાર તરીકે એક સારી નામના પણ મેળવી છે જોકે હાલ આવા વિવાદો અને આરોપોના ગુનામાં તેની મુશ્કેલીઓમાં ખુબજ વધારો થતો જોવા મળી રહ્યો છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો