20 વર્ષ બાદ તેરે નામ ની હીરોઈન આવી દેખાય છે ! ફોટો જોઈ ને ઓળખી નહી શકો
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને પોતાના કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. જો કે, તેની કારકિર્દીમાં એક સમય એવો પણ હતો. જ્યારે તેની એક પછી એક ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી. આ પછી વર્ષ 2003માં ફિલ્મ ‘તેરે નામ’ રીલિઝ થઈ હતી. સતીશ કૌશિકના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બાદ સલમાનનું કરિયર પાછું પાટા પર આવી ગયું અને હવે તે હિટ ફિલ્મોની ગેરંટી માનવામાં આવે છે.
સલમાન ખાન એક એવો સ્ટાર છે, જેની સાથે મોટી-મોટી અભિનેત્રીઓ કામ કરવા ઈચ્છે છે. આ બધાની વચ્ચે આજે આ લેખમાં આપણે એવી અભિનેત્રી વિશે જાણીશું જેણે બજરંગી ભાઈજાન સલમાનની ફિલ્મ તેરે નામમાં ભિખારીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મને રિલીઝ થયાને લગભગ 19 વર્ષ થઈ ગયા છે અને આ અભિનેત્રીનો લૂક પણ ઘણો બદલાઈ ગયો છે. સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં આ અભિનેત્રીને ઓળખવી ખૂબ જ મુશ્કેલ છે.
અભિનેત્રી રાધિકા ચૌધરીએ ફિલ્મ બાતા દે તેરે નામમાં ભિખારણની ભૂમિકા ભજવી હતી. તે એક ભારતીય-અમેરિકન અભિનેત્રી છે, જેણે 2000 ના દાયકાની શરૂઆતમાં હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં મુખ્યત્વે કામ કર્યું છે.
તેણે તેની ટૂંકી ફિલ્મ ઓરેન્જ બ્લોસમ માટે લાસ વેગાસ ફિલ્મ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો સિલ્વર એસ એવોર્ડ જીત્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ લોસ એન્જલસમાં ચાર દિવસના ગાળામાં કરવામાં આવ્યું હતું અને 17 મિનિટની આ ફિલ્મ એક સિંગલ મધર તેના પતિથી અલગ થવાના દર્દમાંથી પસાર થવાની વાર્તા કહે છે.