કંઈક એવુ બન્યું કે ત્રણ મહિના બાદ કબરમાંથી બહાર કાઢવામાં આવી લાશને…ઘટના જાણી દંગ રહી જાશો

આજકાલનો આ સમય ખૂબ જ ખતરનાક બનતો જાય છે.લોકો નજીવી બાબતમાં પોતાના પરિવારજનોને મારવા પર આવી જતા હોય છે..આવા વેર-ઝેરને કારણે સમાજમાં ખૂબ જ નકારાત્મકતા ફેલાતી જોવા મળે છે… દહેજ માટે બહેનને ઝેર આપી મારવાનો કિસ્સો મુરાદબાદમાં જોવા મળ્યો છે.. શુ છે આખી ઘટના ચાલો જાણીએ…

મુરદાબાદનાં મુખ્ય એવા ગ્રામીણ એસપી વિદ્યાસાગર મિશ્રાએ જણાવ્યું કે મુરદબાદનાં ભગતપુરમાં 1 ફેબ્રુઆરીએ ઇરફાનની પત્ની આસ્મા (22 વર્ષ)નું અવસાન થયું ત્યારે મોસળવાળા કોઈએ ફરિયાદ નોંધાવી ન હતી આથી પોસ્ટમોર્ટમ કર્યા વિના જ લાશને દફનાવી દેવામાં આવી હતી. પરંતુ આસ્માના શવને દફનાવવામાં આવ્યા પછીના અમુક દિવસો પછી આસ્માનાં પરિવારજનોએ પુત્રી પર હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો હતો ઉપરાંત તેઓ એ આસ્માના પતિ ઈરફાન અને સાસરા વાળા વિરુદ્ધ દહેજ હત્યાનો કેસ ભગતપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

આ ઘટના અંગે તેના ભાઈએ નવાબ અલી એવું જણાવે છે કે “એમની હત્યા કાર માટે કરવામાં આવી હતી. ઉત્તરાખંડના ઉધમસિંહ નગરના જાસપુર પોલીસ સ્ટેશન કુંડામાં રહેતા મુનવ્વર અલીએ અંદાજે 11 મહિના પહેલા તેની પુત્રી આસ્માના નિકાહ ભગતપુરના નિવાસી ઈરફાન સાથે કરાવ્યા હતા. લગ્ન સમયે ઈરફાને પોતે વ્યવસાયે વકીલ છે એવો દાવો કર્યો હતો, પરંતુ પાછળથી જાણ થઈ કે તે વકીલ છે જ નહીં.તેના ભાઈએ તેને લગ્નમાં તેની બહેનને આપવા માટે કાર બુક કરાવી હતી,પરંતુ ઈરફાને પહેલા રોકડ લઈ લીધી અને એવું જણાવ્યું કે તારી પસંદગીની કાર આપણે પછીથી ખરીદીશું.


આ અંગે નવાબ વધુ જણાવતા કહે છે કે દહેજમાં મળેલી રોકડ ઈરફાને ઘર બનાવવામાં વાપરી નાખી હતી,અનેં ત્યારબાદ તેણે ફરીથી કારની માંગણી કરવાનું શરૂ કર્યું હતું.

બળાત્કારના કેસમાં ફસાયા બાદ તેણે ફરીથી 50 હજાર રૂપિયા રોકડા લઈ લીધા હતા અને આ પછી પણ તે પૈસાની માંગ તો સતત કરતો જ રહેતો હતો.તેની બહેનની હત્યાના અંગે એણે એવો આરોપ લગાવ્યો છે કે 1 ફેબ્રુઆરીએ ઈરફાને તેની બહેન અસ્માને ઝેર આપીને મારી નાખી હતી…

એસપી ગ્રામ્યએ એવું જણાવ્યું છે કે DM ની પરવાનગીથી રવિવારે મુરાદાબાદ પોલીસે ત્રણ મહિના પહેલા દફનાવવામાં આવેલા આસમના મૃતદેહને કબરમાંથી બહાર કાઢ્યો છે. આસ્મા ના માતા-પિતાની પહેલ પર પોલીસે આ કાર્યવાહી હાથ ધરી છે,અને હાલ પંચનામાં અંગેની કાર્યવાહી થયા બાદ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો..

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *