45 વર્ષ પછી ઘરે પારણુ બંધાયુ! 70 વર્ષ એ દીકરા ને જન્મ આપતા માતા પિતાની ખુશી નો પાર નો રહ્યો! પરંતુ.

આ દુનિયામાં જ્યારે જ્યારે પણ કોઈ મહિલા માતા બને છે ત્યારે તેની ખુશી પરિવારના દરેક સભ્યોને ખુજ થતી હોઈ છે. તો વળી જો તમને એક કિસ્સો જણાવીએ જે જાણી તમે પણ વિશ્વાસ નહિ કરો. તમને જણાવીએ તો ગુજરાતના એક ગામના 70 વર્ષીય મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. લગ્નના 45 વર્ષ બાદ ઘરમાં કિલકારી ગુંજવાના કારણે આખા ગામમાં ખુશીનો માહોલ છે. 70 વર્ષની મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ કિસ્સો ગુજરાતના કચ્છ જીલ્લાના રાપર તાલુકાના મોરા ગામમાંથી સામે આવી રહ્યો છે જ્યાં રહેતા એક વૃદ્ધ દંપત્તિ માતા- પિતા બન્યા હતા. વૃદ્ધ અને અશિક્ષિત આ દંપત્તિએ લગ્નના 45 વર્ષ બાદ વૈજ્ઞાનિક ટેકનીકથી એટલે કે આઈવીએફ(IVF) થી એક બાળકને જન્મ આપ્યો છે. તો વળી આ સંપૂર્ણ ઘટનાની માહિતી આપતા ડો. નરેશ ભાનુશાલી જણાવે છે કે, આ વૃદ્ધ દંપત્તિની ઉંમર ખુબ જ વધુ છે. અને તેમને બાળક થવાની કોઈ ઉમ્મીદ પણ ન હતી. પહેલા અમે એમને કહ્યું કે, આ ઉંમરમાં બાળક ન થઈ શકે. પરંતુ તેમને ભગવાન અને ડોક્ટર પર ખુબ જ ભરોસો હતો.

આ વૃદ્ધ મહિલાનું નામ છે જીવબેન. તેમના વૃદ્ધ પતિનું નામ છે વાલાભાઈ રબારી છે. આમ આ સાથે તમને એક ખાસ વાત જણાવીએ તો જીવબેન અને વાલાભાઈને આ ઉંમરે ભગવાને બાળકની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો” રાખી દીધું હતું. આ વૃદ્ધ દંપત્તિ પોતાના બાળક સાથે ખુબ જ ખુશ છે. અને તેઓ ભગવાન અને ડોક્ટર બંનેનો ખુબ જ આભાર માની રહ્યા છે.

તેમજ ડૉ. નરેશભાઈએ આગળ જાણકારી આપતા જણાવ્યું કે, ‘આ દંપત્તિએ કહ્યું કે અમારા પરિવારના અન્ય લોકોને મોટી ઉંમરમાં પરિણામ મળ્યું હતું. અએ લોકોએ કહ્યું કે, તમે તમારી તરફથી કોશિશ કરો, પછી અમારા નસીબ. બુજુર્ગ મહિલાએ ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળકને જન્મ આપ્યો હતો.’ તો વળી હાલ આ બાળકનો ઉછેર દંપત્તિ પોતાના ઘરે જ કરી રહ્યું છે. મોરા ગામમાં હાલ આ દંપત્તિ કાચા મકાનમાં રહી રહ્યું છે. એમનું મકાન ભલે કાચું હોય પરંતુ ઉછેર લક્ઝુરિયર્સ બંગલોમાં પણ ન થાય એ રીતે આ દંપત્તિ કરી રહ્યા છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *