કેટરીના સાથે લગ્નના ૬ મહિના પછી વીકી કૌશલે કરી સબંધો ની વાસ્તવિકતાની વાતો..

થોડાક વર્ષોથી એક બીજાને ગુપચુપ રીતે ડેટ કરયા પછી વીક્કી  કૌશલ અને કેટરીના કેફ એ ડીસેમ્બર માં લગ્ન કર્યા  હતા. ત્યાં જ આઈફા ૨૦૨૨ ના ગ્રીન કાર્પેટ પર પહેલી વાર વીક્કી  કૌશલે પોતાના લગ્નજીવન વિષે વાત કરી હતી . વીક્કી  એ બધાની સામે કહ્યું હતું કે , લગ્ન પછી તે પોતાને સેટલ થયેલો અનુભવ કરે છે . તેમને લાગે છે કે કેટરીના સાથે લગ્ન કરવાનો નિર્ણય તેમનો આજ સુધીનો સૌથી સારો નિર્ણય હતો .

તેઓ પોતાના આ નિર્ણયથી ખુશ છે અને બંને એક બીજા ને બહુ જ સારી રીતે ઓળખે છે .અને સમજે છે .કુશા કપિલાને આપેલા ઈન્ટરવ્યું ના વિડીયોમાં વીક્કી  કૌશલ પોતાના લગ્ન જીવનને લઈને બહુ જ બધી વાતો કરતા જણાય છે .વિડીયોમાં વિક્કી એ કહ્યું કે,’ આ સારું ચાલી રહ્યું છે . હું અત્યારે મને બહુ જ વ્યવસ્થિત અનુભવ કરી રહ્યો છુ.

ભગવાન મારા પર દયાળુ રહ્યા છે કે તે મારું વ્યક્તિગત જીવન હોય કે વ્યવસાયિક જીવન .વિક્કી ને પૂછવામાં  આવ્યું હતું કે તે કેટરીના કેફ સાથે લગ્ન કર્યા  છે તેના પર તારા મિત્રો કેવી પ્રતિક્રિયા આપે છે . આના પર વિક્કી એ હસીને કહ્યું હતું કે , તે લગ્નમાં હતા અને લાંબા સમય સુધી કેટરીના ની સાથે રહ્યા હતા . તેથી તે તેના વિષે શાંત છે , તેઓએ ખરેખર એક સાથે સારો સમય પસાર કર્યો છે .

તમને જણાવી દઈએ કે વિક્કી કૌશલના ફેંસ નું માનવું છે કે તેઓ અત્યારસુધીના સૌથી વધારે કુલ વરરાજા લાગી રહ્યા હતા . વાસ્તવિકમાં વિક્કી અને કેટરીના એ ડીસેમ્બર ૨૦૨૧ માં સવાઈ માધોપુર ના સનસેટ પોઈન્ટ બદવારા માં લગ્ન કર્યા હતા .વિક્કી કૌશલ ને છેલ્લી વાર શુજીત સરકારની ફિલ્મ ‘સરદાર ઉધમસિંહ’ માં જોવા મળ્યો હતો .

હાલમાં વિક્કી કૌશલ ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા ’ માં કીયારા અડવાણી અને ભૂમિ પેડ્નેકર ની સાથે નજર આવશે . આની સિવાય તે લક્ષ્મણ ઉટેકર ની આવનારી અનટાયટલ ફિલ્મમાં સારા અલી ખાન ની સાથે જોવા મળશે . વિક્કી કૌશલ ની પાસે હાલમાં ડાયરેક્ટર મેઘના ગુલઝાર ની ફિલ્મ ‘ સેમ બહાદુર ’ છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *