આણંદમાઁ ગંભીર અકસ્માત બાદ એક સાથે 6 મૃતકોની નીકળી અંતિમયાત્રા, જુઓ હ્રદય દ્રાવક દ્રશ્યો…

હાલ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને દેશમાં અકસ્માતો ની સંખ્યા ખુબજ વધી ગઈ છે તેમજ આવી ઘટનાઓમાં લોકોનું મૃત્યુ પણ સર્જાતું હોઈ છે ઘણી વખત આવા ગંભીર અકસ્માતની પાછળ ધ્યાનનો અભાવ તેમજ કોઈ નાની ભૂલ ને કારણે થતા હોઈ છે. તેવા અકસ્માતમાં ક્યાંતો વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતો હોઈ છે ક્યાંતો તો તેનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. હાલ એક તેવોજ અકસ્માતનો બનાવ સામો આવી રહ્યો છે. આવો તમને આ અકસ્માત વિષે વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના આંણદના સોજીત્રા ગામ પાસે બનેલો છે જ્યાં ગુરૂવારની સંધ્યાએ થયેલા ટ્રિપલ અકસ્માત (Anand trippe accident)માં છ લોકોનાં મોત થયા હતા. ટ્રીપલ અકસ્માતની આ ગમખ્વાર ઘટનામાં મિસ્ત્રી પરિવારનાં માતા અને બે પુત્રી તથા બોરિયાવીના બે કાકા-બાપાના પુત્રો અને રિક્ષા-ડ્રાઈવર સહિત કુલ છ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. ત્યારે આજે શુક્રવારની સવારે તેઓની અંતિમ યાત્રા નીકળી હતી. જેમાં બે ગામોની અંદર સ્વજનોનું ભારે આક્રંદ છવાઇ ગયું હતું. જેના પગલે બંને ગામડામાં શોકની લહેર વ્યાપી ગઇ હતી.

અકસ્માત બાદ મૃતકોની અંતિમ વિધિમાં હ્રદય દ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ત્યાં જ આ અકસ્માત બાદ અકસ્માત કરનારા આરોપીને સખત સજા થાય અને મૃતકોને ઝડપી ન્યાય મળે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે આમ આ અકસ્માતમાં કાર ચાલકની બેદરકારી સામે આવી છે. આ મામલે કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કાર ચાલક સામે આઈપીસીની કલમ 304 હેઠળ ગુનો દાખલ થયો છે. ધારાસભ્ય પુનમભાઈએ જણાવ્યું હતું કે, “મારા જમાઈ મારી દીકરી અને ભાણેજોને તારાપુર મૂકીને પરત આણંદ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રિક્ષા, એક્ટિવા અને કારની ટક્કર થઈ ગઈ હતી. આ અકલ્પનિય અકસ્માત છે. તેની સામે જવાબદાર તમામ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.

વાત કરીએ તો મૃતકોના નામ: 1) જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 14, સરનામું- સોજીત્રા, નવાઘરા, 2) જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 17, સરનામું- સોજીત્રા, નવાઘરા, 3) વિણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 44, સરનામું- સોજીત્રા, નવાઘરા, 4) યાસીનભાઈ મોહમ્મદભાઈ વ્હોરા, ઉંમર 38, સરનામું- સોજીત્રા, અબ્દુલ રજીદ પાર્ક સોજીત્રા (રીક્ષા ચાલક) , 5) યોગેશભાઈ રાજેશભાઈ રમણભાઈ ઓડ, ઉંમર 20, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આણંદ , 6) સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ, ઉંમર 19, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં, આણંદ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.