પ્રેમમાં દગો મળ્યા પછી આ વ્યક્તિએ એવી તરક્કી કરી કે આજે તે લાખો ના માલિક ગણાય છે…જાણો રસસ્પદ સ્ટોરી….

દગો હમેશા વિશ્ર્વાસ ની સાથે જોડાયેલો હોય છે.જ્યાં વધારે વિશ્ર્વાસ હોય છે ત્યાં જ દગો મળતો હોય છે.જે લોકો વિશ્વાસ બહુ ઓછો કરતા હોય છે તેઓને દગો મળતો હોતો નથી.અને જો મળતો પહ હોય તેનો આઘાત બહુ વધારે લાગતો નથી.એટલા માટે જ જો પ્રેમ કરો તો હંમેશા તૈયાર રહેવું જોઈએ કે પ્રેમમાં હંમેશા વફા જ થાય તેવું નથી ઘણીવાર બેવફાઈ પણ વ્યક્તિને એક સબખ આપતી હોય છે અને બેવફાઈ પણ એક પ્રેમનો ભાગ જ ગણાય છે.ઘણા એવા લોકો હોય છે કે જેમને પ્રેમમાં દગો મળ્યો હોય તે હંમેશા કઈક કરી બતાવે છે.

હાલમાં લોકોને દગો મળ્યા પછી ખરાબ રસ્તા પર ઉતરી જાય છે.ઘણા લોકો વ્યસની બની જાય છે તો ઘણા લોકો પાગલ બની જાય છે.પરંતુ આજે આપણે એવા એક વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમને પ્રેમમાં દગો મળ્યા પછી એવી તરક્કી કરી કે આજે તે લાખો ના માલિક ગણાય છે.આજે અમે તમને પટનાના એક ચા વેચનાર વ્યક્તિ વિશે રસસ્પદ વાત કરવા જઈ રહ્યા છીએ કે જે જેમને પ્રેમમાં દગો મળ્યા પછી તેમને ‘બેવફા ચા વાળો ‘ નામથી ચાની દુકાન ખોલી.આ ચા વેચનાર વ્યક્તિ નું નામ સંદીપભાઈ છે જે પટનાના રહેવાસી છે.તેમને પ્રેમમાં દગો મળ્યો તો તેમને બેવફા ચા વાળો નામની એક દુકાન ખોલી હતી.

સંદીપભાઇ ના પિતાનું નામ મનોજકુમાર પટેલ છે અને માતાનું નામ શાંતિ દેવી છે.સંદીપભાઇ એ અભ્યાસ પટનાની રામલખન સિંહ યાદવ ઉચ્ચ વિદ્યાલય થી કર્યો હતો.ધોરણ ૧૦ નો અભ્યાસ પૂરો કરી ને તેમણે B.D. કોલેજ માં ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂરો કર્યો.વર્ષ ૨૦૧૫ માં સામાન્ય વિધાર્થી ની જેમ કોલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો.કોલેજના દિવસોમાં જ તેમને એક છોકરી સાથે પ્રેમ થઈ ગયો હતો.સંદીપે તે છોકરીને પ્રપોઝ પણ કર્યું અને તે છોકરીએ તેનો સ્વીકાર પણ કરી લીધો. સંદીપભાઇ ની આ પ્રેમ કથા ૪ વર્ષ સુધી બરાબર ચાલી રહ્યો હતો. સંદીપભાઇનો ૨૦૧૫ થી ચાલી રહેલો પ્રેમ ૨૦૧૯ ના વર્ષમાં પૂરો થયો.સંદીપભાઇ ની પ્રેમિકા એ તેની સાથે દગો કર્યો.

સંદીપભાઇ પ્રેમિકાની આ ગદ્દરીથી તે તદ્દન દુઃખી થઈ ગયો.અને શોકમાં ડૂબી ગયો.તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે આ શું થઈ રહ્યું છે.અને આવું પણ જીવનમાં થઈ શકે છે.તે અંદરથી બહુ જ તુટી ગયો હતો.છતાં તેમને એક ખરાબ રસ્તા પર જવાના બદલે એક સફળ વ્યક્તિ બનવાનો નિર્ણય કર્યો. સંદીપભાઇ એ પોતાને સંભાણી અને ત્યાર પછી ચાની દુકાન ખોલવાનો નિર્ણય લીધો. તેમણે પોતાની પહેલી દુકાન બિહારની રાજધાની પટના બોરિંગ રોડ પર ખોલી હતી.અને દુકાનનું નામ તેઓએ પોતાની જીવનમાં બનેલી ઘટનાને જોડીને તેનું નામ ‘બેવફા ચા વાલા ‘ રાખ્યું હતું.થોડા જ સમયમાં સંદીપભાઇ ની દુકાન ચાલવા લાગી અને તેમને સારો એવો નકો થવા લાગ્યો.

હવે પટનામાં જે કોઈ પણ આવે તે તેમની દુકાનનું નામ જોઈને તે નામ રાખવા પાછળનુ કારણ જાણવા માંગે છે.હાલમાં સંદીપભાઇ બિહારમાં બહુ જ લોકપ્રિય પણ બની ગયા છે.લોકો તેમની જીવનની આ સ્ટોરી સાંભની ને તેમની આ હિંમત અંગે વખાણ કરી રહ્યા છે.સાંદિપની દુકાનમાં બે સ્કીમ જોવા મળે છે.જે લોકો ને પ્રેમમાં દગો મળ્યો છે તેવા વ્યક્તિને માટે તેમને ૧૦ રૂપિયા વાળી સ્કીમ રાખી છે. ત્યાજ તેમણે પ્રેમી યુગલો માટે ૧૫ રૂપિયા વાળી સ્કીમ રાખી છે.Tha logically ની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પ્રેમમાં દગો મેળવનાર વ્યક્તિ પાસે બહુ પૈસા હોતા નથી.આથી તેમની પાસેથી ૧૦ રૂપિયા લઈએ છીએ અને પ્રેમી યુગલો પાસે પૈસાની સાથે સાથે આનંદ અને ખુશીઓ પણ હોય છે.આથી તેમની પાસેથી ૧૫ રૂપિયા લેવામાં આવે છે.સંદીપભાઇ પટનામાં ૩ સ્ટોલ ધરાવે છે.સાથે જ તેમને બનારસ માં પણ એક સ્ટોલની શરૂઆત કરી છે.એટલે કે હાલમાં તે ૪ સ્ટોલના માલિક છે.તેમનું કહેવું છે કે એક સ્ટોલમાં લગભગ ૮૦ લીટર દૂધ ની ખપત થઈ જાય છે.જેનાથી કમાણી પણ સારી થઈ જાય છે.સંદીપભાઇ અન્ય જગ્યાઓ પર પણ સ્ટોલ ખોલવાની વિચારણા કરી રહ્યા છે.

ઘણા તહેવારોમાં સંદીપભાઇ તેના દરેક ચાની સ્ટોલ પર ફ્રીમાં ચા પીવડાવે છે.આ વખતે રક્ષાબંધન ના દિવસે તેઓએ ત્યાં ચા પીવા આવતી દરેક મહિલાઓને ફ્રી માં ચા પીવડાવી હતી.સાથે જ અન્ય ખાસ મોકા પર પણ તેઓ આવી અનેક વ્યવસ્થા કરતા હોય છે.તેમનું કહેવું છે કે સેવા જ ધર્મ છે.tha logically ની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ દરેક પ્રેમી યુગલો નેએક નિવેદન કરતાં હોય છે કે જો કોઈને પ્રેમમાં દગો મળે તેઓએ કોઈ દિવસ ખરાબ રસ્તા પર જવું જોઇએ નહી.સાચા માર્ગ પર ચાલીને સફળ માણસ બનીને તેનો જવાબ આપવો જોઈએ.તેઓ કહે છે કે સમાજમાં સફળ વ્યક્તિને જ સન્માન મળે છે.વ્યક્તિએ હંમેશા ફરજના માર્ગ પર ચાલવું જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *