નોકરીથી છુટા કરવામાં આવ્યા તો આ બે યુવકોએ શરૂ કર્યું વડાપાંવ વેચવાનું શરૂ!વિદેશીઓ રોજ ખાય છે અહીં… કમાણી પણ
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજરીતે આજે તમને એક તેવાજ સફળ વ્યક્તિ વિષે જણાવીશું જેઓની નોકરી ગઈ તો લંડનમાં વડાપાંવ વેચવાનું શરૂ કર્યું અને જોત જોતામાં ત્યાં વડાપાંવ એટલા ફેમસ થઇ ગયા કે હવે તેઓ બંને નોકરી કરતા પણ સારી કમાણી કરી રહયા છે. આમ સુજય સોહાની અને સુબોધ જોષી, જેઓ કોલેજકાળથી મિત્રો હતા, તેઓએ તેમનો અભ્યાસ મુંબઈથી કર્યો અને પછી લંડન ચાલ્યા ગયા.
આમ ત્યાં તેણે કામ કરવાનું શરૂ કર્યું. ત્યાં પહેલા તે શહેરની પ્રખ્યાત હોટલમાં કામ કરતો હતો, પરંતુ આજે તે વડાપાવ વેચીને લાખોની કમાણી કરી રહ્યો છે.વાસ્તવમાં, વર્ષ 2010 સુધી સુજય સોહાની અને સુબોધ જોશી માટે બધુ જ સારું હતું.પરંતુ તે જ વર્ષે મંદીના કારણે તેમની નોકરીઓ ગઈ. વિદેશમાં નોકરી કરવા જવું અને પરિવાર વિના રહેવું, આ સમયગાળો બંને માટે મુશ્કેલીઓથી ભરેલો હતો.એક સમય એવો હતો જ્યારે તેની પાસે ખાવાનું ખરીદવા માટે પણ પૈસા નહોતા. આ મુશ્કેલ સમયમાં માત્ર દેશની જ યાદ આવે છે, પરંતુ તેણે દેશમાં પાછા આવવાને બદલે ત્યાંની દેશી વાનગી લેવાનું નક્કી કર્યું.
તેણે લંડનના પ્રખ્યાત આઈસ્ક્રીમ પાર્લરમાં નાની જગ્યા ભાડે રાખીને વડાપાવ વેચવાનું શરૂ કર્યું. જો કે, સફળતા પણ સરળતાથી મળી ન હતી. શરુઆતમાં તેનું કામ બરાબર ચાલતું ન હતું. પરંતુ તે પછી તે લંડનની સડકો પર ગયો અને લોકોને મફતમાં વડાપાવ આપવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં રહેતા ભારતીયોની સાથે લંડનની જનતાને પણ વડાપાવનો સ્વાદ ગમવા લાગ્યો. ત્યારબાદ, તેણે ત્યાં એક પંજાબી રેસ્ટોરન્ટ સાથે સહયોગ કર્યો અને ત્યાંથી તેના વડાપાવ વેચવાનું શરૂ કર્યું.
આજે તેમનો વડાપાવ લંડનમાં પ્રિય સ્ટ્રીટ ફૂડ બની ગયો છે, જે તેઓ શ્રી કૃષ્ણ વડા પાવ નામની રેસ્ટોરન્ટમાં વેચે છે. લંડન ઉપરાંત, તેમની પાસે ઘણા નજીકના શહેરોમાં પણ ફ્રેન્ચાઇઝી છે, જ્યાં તેઓ 70 થી વધુ પ્રકારની મહારાષ્ટ્રીયન વાનગીઓ પીરસે છે. ખૂબ જ નાના પાયે શરૂ થયેલી આજે એક બ્રાન્ડ બની ગઈ છે, જેણે બે મિત્રોને કરોડપતિ બનાવી દીધા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.