UPSC ની પરીક્ષામાં નિષ્ફળ થયા તો ચાની દુકાન ખોલી અને આજે એટલા અધધ રૂપિયાની કમાણી કરે છે કે ….જાણો વિગતે
ભારતમાં દરેક લોકોના ઘરે ચા જોવા મળે છે.દરેક લોકો સવારે ઉઠતા સાથે જ ચાની ચૂસકી ભરીને પોતાના દિવસની શરૂઆત કરતા હોય છે.આથી જ કદાચ ભારતને વિશ્વમાં બીજા નંબર પર ચા નું ઉત્પાદન કરતો દેશ કહેવાય છે.કે સૌથી મોટા ચાનું ઉત્પાદન અને ઇન્ડિયન ટી બોર્ડ દ્વારા કરવામાં આવેલા એક સર્વે પ્રમાણે ભારતમાં લગભગ ૮૮% ભાગ રોજ વપરાશમાં લેવામાં આવે છે અને જો આપને ભારતની આબાદી ને ધ્યાનમાં લઈ ગણતરી કરીએ તો ૬૮% લોકો ચાનું સેવન કરે છે.
ચા બનાવવા માટે આપને ચાની પત્તી સાથે સાથે પાણી,દૂધ અને ખાંડની પણ આવશ્યકતા રહેતી હોય છે.ભારતીય લોકોમાં ચા પીવા માટે એક અલગ પ્રકારનો જ ક્રેઝ જોવા મળે છે.લોકો સારી ચાનો સ્વાદ માણવા માટે કઈ પણ જ્ગ્યાએ અને કેટલી પણ દૂર હોય ત્યાં જવા તૈયાર થઈ જાય છે.આવી જ રીતે ચાનું સેવન સાથે અને ચાના પ્રેમને પામવા માટે ઘણા લોકો ચા બનાવી તેનો વ્યવસાય પણ કરતા હોય છે જેના દ્વારા તેઓ આજે લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે.
તો આવો આપણે જાણીએ એવા વ્યક્તિઓ વિશે જે આજે ચા બનાવીને કરોડોની કમાણી કરી રહ્યા છે.અનુભવ દુબે એ પહેલા CA અને પછી UPSC પરીક્ષા માં હાથ અજમાવી જોયો પરંતુ તેઓ સફળ થયા નહિ.આથી તેઓ એ એક વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું.એક મધ્યમ પરિવારથી આવતા અનુભવ અને તેમના બે મિત્રો આનંદ નાયક અને રાહુલ પાટીદાર ને જ્યારે ખબર પડી કે ભારતમાં પાણી પછી સૌથી વધારે સેવન માં લેવામાં આવતું અને લોકપ્રિય કોઈ વસ્તુ હોય તો તે ચા છે.
તેઓએ ભારતમાં રસ્તા પર ફરી ને એક નોંધ લીધી કે શો લગભગ મોટા ભાગના લોકો ચાનું સેવન કરવાનું પસંદ કરે છે.અને આથી તેમણે નક્કી કર્યું કે તેઓ એક ચાનું કેફે શરૂ કરશે.બહુ બધા સંઘર્ષો અને ઉતાર ચડાવ બાદ ચા સૂટ્ટા બાર ખોલ્યું અને આજે તે દેશભરમાં ૧૯૦ થી વધારે શહેરોમાં અને વિદેશમાં ૫ આઉટલેટમાં ૪૦૦ થી વધુ આઉટલેટ્સ સુધી પહોંચ્યું છે અને દરરોજ ૪.૫ લાખથી વધુ ચા વેચે છે. આઉટલેટનું ટર્નઓવર રૂ.૧૦૦ કરોડ છે અને કંપનીનું ટર્નઓવર રૂ.૬ કરોડ રૂપિયાનું છે.
૨૦૧૨ માં કૌશિક દુગર દ્વારા સ્થાપવામાં આવેલું ટી બોક્સ દુનિયાનું પહેલું અને અગ્રણી વર્ટિકલ ઈન્ટીગ્રેટેડ એ પ્રીમિયમ ચા બ્રાન્ડ છે જે ચા પ્રેમીઓને સ્વાદિષ્ટ ચા પૂરી પાડે છે.આ બ્રાન્ડે સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી છે અને તેમાં ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ, ભારત અને રશિયામાં તેનું સેવન વધુ કરવામાં આવે છે. ભારતિય બિઝનેસ ટાયકૂન રતન ટાટા કે જેમની પાસે અગ્રણી વ્યવસાયી રણનીતિ નો ઇતિહાસ છે તેઓએ પણ આ ચાની કંપનીમાં મોટી રાશિનું રોકાણ કરેલું છે.
૨૦૧૯ સુધી ટી બોક્સ એ સિલિગુદી માં પોતાના ગોડાઉન માંથી ૧૧૭ દેશોને ૧ મિલિયન કપ જેટલી ચા ગ્રાહકોને આપી છે.સ્ટાર્ટ-અપે એક્સેલ, જેએફસીઓ એશિયા, આરબી ઇન્વેસ્ટમેન્ટ્સ, ડીબીએસ બેંક, ડ્રેગનિયર ઇન્વેસ્ટમેન્ટ ગ્રૂપ અને રતન ટાટા, રોબર્ટ બાસ, કેમેરોન જોન્સ સહિતના વ્યક્તિગત રોકાણકારો પાસેથી આશરે ૧૪ મિલિયનનું ભંડોળ એકઠું કર્યું છે. કંપનીએ દાર્જિલિંગ, આસામ, નીલગીરી અને નેપાળમાં લગભગ ૧૫૦ થી વધારે પ્લાન્ટેશન સાથે કામ કરી રહી છે.
પ્રફુલ્લ બિલોર કે જેમણે પોતાની ચાની દુકાન શરૂ કરવા માટે MBA નો અભ્યાસ અધૂરો મૂક્યો હતો.તેમના પરિવારના લોકોએ અને મિત્રોએ તો એમ પણ કહ્યું હતું કે તેમના કારણે તેઓને શરમ આવે છે અને આમ લોકો તેમનું મજાક બનાવતા હતા.પૂરા ભારત દેશમાં ફ્રેંચાઈઝી ખોલ્યા પછી તેમને આઇઆઇએમ માં સ્પીચ આપવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા.ત્યારે તેઓએ જણાવ્યું કે જે લોકો મારો મજાક ઉડાડતા હતા તેઓ આજે મારી પાસે સલાહ માંગી રહ્યા છે.હુંકહુ છું કે ડિગ્રી કોઈ કામની નહિ માત્ર જ્ઞાન હોવું જોઇએ.હું એક ચા વાળો છું અને મને મારા કામથી પ્રેમ છે.
૨ IIT કરનાર નીતિન સલુજા અને રાઘવ વર્મા દ્વારા સ્થાપિત ચાયોસ ને ૨૦૧૨ માં પોતાના ગ્રાહકોને તાજી અને કસ્ટમાઈ ચા પીવડાવવના ઉદ્દેશ્યથી આ ચાની દુકાન શરૂ કરવામાં આવી હતી. સ્ટેતિસ્તા ના અનુસાર ૨૦૨૦ ના વર્ષમાં ચાયોસનું ટન ઓવર લગભગ ૧૦૦૦ રૂપિયા હતું જે આજે ચાયોસના તરક્કી સાથે ટેકનિકલ વૃદ્ધિ, હાયરિંગ અને સ્ટોર વિસ્તાર માટે લગભગ ૪૧૪ કરોડ રૂપિયા ભેગા કર્યા છે કેમકે આ વર્ષના અંત સુધીમાં તેઓએ ૧૦૦ અન્ય સ્ટોર ખોલવાનું નક્કી કર્યું છે. કંપનીએ કહું કે ફંડિંગ રાઉન્ડનું નેતૃત્વ આલ્ફા વેવ વેન્ચર્સ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં તમામ હાલના રોકાણકારો – એલિવેશન કેપિટલ, ટાઇગર ગ્લોબલ અને થિંક ઇન્વેસ્ટમેન્ટ્સની ભાગીદારી પણ હતી.
અમુલેક સિંહ બીજરાલ દ્વારા ૨૦૧૦ માં સ્થાપિત કરવામાં આવેલી ચા પોઇન્ટ માઉન્ટેન ટ્રેલ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ નો હિસ્સો છે.બિજરાલ એ હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી એમબીએ પૂર્ણ કર્યું છે.તેમનું ટર્ન ઓવર વર્ષ ૨૦૧૮માં રૂ. ૮૮ કરોડથી વધીને વર્ષ ૨૦૨૦ માં રૂ. ૧૯૦ કરોડ થયું છે. તેમની ગણતરી મુજબ ભારતમાં ચા નું બહુ જ વિશાળ બજાર છે અને દર વર્ષે ૯૧૧ મિલિયન કિલોગ્રામ ઉત્પાદન કરે છે, જેનું મૂલ્ય આશરે રૂ. ૩૩૦૦૦ કરોડ છે.