રાજકોટના થેલેસેમિયા મેજર યુવક-યુવતીએ સગાઈ કર્યાં બાદ મુશ્કેલીથી ડરવાના બદલે ઘૂઘરા વહેંવાની શરૂઆત કરી… વાંચો પ્રેરણારૂપ કહાનિ

મિત્રો વાત કરીએ તો આપણા બધાજ ના જીવનમાં કંઈક ને કંઈક મુશ્કેલીઓ તો હોઈ જ છે. અને આપણે તેનાથી પીછો હટ કરવાની જગ્યાએ તેનો અડગ મન થી સામનો કરી મુશ્કેલીને પાર કરવાની હોઈ છે. તેમજ વાત કરીએ તો હાલ એક તેવાજ અડગ મન વાળા અને ખુબજ આત્મવિશ્વાસુ દંપતી વિશે વાત કરીશું જે થેલેસેમિયા મેજર યુવક-યુવતીએ સગાઈ કર્યાં બાદ મુશ્કેલીથી ડરવાના બદલે પગભર બનવા નિર્ણય કરી લારી ઉપર ઘૂઘરા વહેંવાની શરૂઆત કરી છે. ચાલો તમને તેઓની ખુબજ પ્રેરણાદાયી સ્ટોરી જણાવીએ.

વાત કરીએ તો આ બંને દંપતી રાજકોટ શહેરના કાલાવડ રોડ પર લારી રાખી ઘૂઘરા તેમજ દાળ પકવાન વેંચતા 23 વર્ષીય અભિષેક વાત કરતા જણાવ્યું હતું કે, હું 6 મહિનાનો હતો ત્યારે મને થેલેસેમિયાની બીમારી હોવાનો ખ્યાલ આવ્યો હતો. વર્ષ 1999માં આ પ્રકારની બીમારી અંગે જાગૃતિ ન હોવાથી શરીરમાં લોહી ઘટવા લાગતા કેટલા દિવસે લોહી ચડાવવાનું તેવી કોઈ જ સમજ નહોતી. આ સમયે એવું મનાતું હતું કે, થેલેસેમિયાથી પીડિત બાળક 15થી 16 વર્ષ માંડ જીવી શકે છે. જેથી ખાનગી ટ્રાવેલ્સમાં ડ્રાઈવિંગ કામ કરતા પિતા દિપકભાઈ અને માતા રેખાબેન પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી.

 

આમ અભિષેક વ્યાસે વધુમાં જણાવ્યું હતું કે, આ સમયે જસદણ રહેતા હોવાથી બ્લડ ચડાવવા રાજકોટ આવવું પડતું હતું. પરંતુ, ધીમે ધીમે સમય જતા જાગૃતિ આવી અને પરિવાર સાથે રાજકોટ સ્થાયી થયા. પરિસ્થિતિ પણ સુધરી, જેથી લાઈફ બ્લડ બેંકમાંથી નિયમિત બ્લડ મળવા લાગ્યું અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા દર 15 દિવસે બ્લડ ચડાવવામાં આવે છે. મારી સગાઈ પાયલ સાથે થઈ, જે પણ થેલેસેમિયાગ્રસ્ત છે અને તેમના પિતા મેટોડા GIDC વિસ્તારમાં ઘૂઘરાની લારી ચલાવી રહ્યા છે. નોકરી કરીએ તો સવારે 10થી સાંજના 8 વાગ્યા સુધી કામ રહેતું હોય છે જે થેલેસેમિયા મેજર હોવાથી થોડું અઘરું રહે છે. માટે કંઇક ધંધો કરવા વિચાર આવ્યો અને મારા સસરા પાસેથી ઘૂઘરાની લારી ચલાવવા પ્રેરણા મેળવી.

તેમજ અભિષેક આગળ વાત કરતા જણાવે છે કે, છેલ્લા એક મહિનાથી રાજકોટની કટારીયા ચોકડી ખાતે મેં ઘૂઘરાની લારી શરૂ કરી છે. અહીં સાંજના 4થી રાતના 9 વાગ્યા સુધી હું અને મારી ફિયાન્સી પાયલ બંને ઉભા રહીએ છીએ. છેલ્લા એક મહિનામાં રોજિંદા 400થી 500 એટલે કે માસિક 12થી 15 હજાર વકરો થવા લાગ્યો છે. હાલમાં માસિક દવાનો ખર્ચ અંદાજિત 1000 રૂપિયા જેવો થાય છે. પરંતુ થેલેસેમિયાથી પીડાતા બાળકોને અમારો એક જ મેસેજ છે કે, ‘એવરી થીંગ ઇઝ પોસિબલ’ આમ એ સાથે 22 વર્ષીય પાયલ વેગડાએ જણાવ્યું હતું કે, હું પણ સાડા ચાર માસની હતી, ત્યારે થેલેસેમિયા મેજર હોવાનું નિદાન થતાં માતા પ્રવિણાબેન અને પિતા કિરીટભાઈ પર જાણે દુ:ખનો ડુંગર તૂટી પડ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે, હવે પરિસ્થિતિ સુધરી છે અને થેલેસેમિયા સાથે જીવતા અમે શીખી ગયા છીએ. કંઈક કરવાનું નક્કી કરી પગભર બનવા માટે ઘૂઘરાની લારી શરૂ કરી છે. જેમાં સવારથી તૈયારી ઘરે શરૂ કરી દેવામાં આવે છે. બપોર સુધીના સમયમાં ઘૂઘરા બનાવવા માટે કાચું મટિરિયલ તૈયાર કરી લારી પર આવી જાઈએ છીએ અને ગ્રાહક આવે તો ત્યારે તેને અમે ગરમા ગરમ પૌષ્ટિક ઘૂઘરા ખવડાવીએ છીએ. લોકોને મારો એક જ સંદેશ છે જીવનમાં કંઈ પણ થાય પરંતુ હાર ન માનવી જોઈએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *