જામીન મળ્યા બાદ દેવાયત ખવડે પ્રથમ ડાયર મા રંગ જમાવી દિધો ! સ્ટેજ પર થી કીધુ કે “ઝુકેગા નહી…જુઓ વિડીઓ
મિત્રો તમને જણાવીએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર ચર્ચામાં રહેલ એવા લોકસાહિત્યકર દેવાયત ખવડ 72 દિવસના જેલવાસ બાદ રવિવારે તેમનો ફરીથી લોક ડાયરો યોજાયો હતો. અને ત્યારે ફરી એક વખત રાણો રાણાની રીતે હોઈ તેવાજ તેવરથી દેવાયત ખવડ જોવા મળ્યો હતો. તેમના સ્ટેજ પર બેઠવાની સાથેજ અને ડાયરો શરૂ થતાજ તેમન પર નોટોનો વરસાદ થઇ ગયો હતો. એટલુંજ નહિ આ ડાયરામાં દેવયાત ખવડ સહીત અનેક કલાકારો પણ હાજર રહયા હતા. તો વળી આ ડાયરાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આવો તમને જણાવીએ દેવાયત ખવડે ડાયરામાં શું શું બોલ્યા હતા.
તમને જણાવીએ તો રવિવારના રોજ ભાવનગર ખાતે આવેલા કોલંબા ધામ ખાતે ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જે લોક દાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી અને દેવાયત ખવડ સહીતના કલાકારો હાજર રહ્યા હતા. આમ દેવાયત ખવડ જેલમાંથી છૂટ્યા બાદ પોતાનો પ્રથમ લોક ડાયરામાં પોતાના ચાહક વર્ગને કહ્યું હતું કે, જેલમાંથી છૂટ્યા બાદનો મારો પ્રથમ લોકડાયરો છે. હજુ પણ કહું છું ઝૂકેંગા નહીં સાલા.
આમ આ સાથે દેવાયત ખવડ આ ડાયરામાં બોલ્યો કે જેલમાંથી છૂટ્યા બાદનો પ્રથમ લોકડાયરો હોય જેના કારણે ગુજરાત આખું જોઈ રહ્યું છે કે, આ શું બોલશે. પરંતુ વાયડાઈ નહીં પરંતુ વ્યવહારથી વાત થશે. વાયડાઈ ક્યારે જીતી નથી પરંતુ વ્યવહાર હર હંમેશ માટે જીતી જાય છે. તો સાથે જ દેવાયત ખવડ સ્ટેજ પરથી ગયું હતું કે, જ્યારે મારા જમીન રિજેક્ટ થતા હતા ત્યારે કેટલાક લોકો હસતા પણ હતા.
જો તમે નહિ જાણતા હોવ તો જણાવી દઈએ કે, ગત સપ્તાહે દેવાયત ખવડને હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવતા તેની જેલ મુક્તિ થઈ હતી. છ માસ સુધી રાજકોટમાં પ્રવેશ નહીં કરવાની શરત સાથે હાઇકોર્ટ દ્વારા તેને જામીન આપવામાં આવ્યા છે. આમ શ્રી કમળાઈ માતાજી ઊતાસણી પર્વ નિમિતે આ લોકો ડાયરો યોજાયો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો