પરીવાર વિરુદ્ધ જઈ લગ્ન કર્યા બાદ યુવતી એ ઝેર પી આપઘાત કરી લીધો ! મરતા પહેલા માતાને પતિ વિશે એવી વાત જણાવી છે જાણી ને ધૃજી જશો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક પરણિતાએ ઝેર પીને મોતને વ્હાલું કર્યું. આવો તમને આ આપઘાતની ઘટના વિગતે જણાવીએ.
આપઘાતની આ ધ્રુજાવી દેતી ઘટના પાટણ માંથી સામે આવી રહી છે જ્યાં એક પરણીતાએ ઝેર પીને આપઘાત કરી લીધો છે થયું એવું હતું કે મૃતક યુવતીએ પરિવારની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કર્યા બાદ આખરે પરિણીતાને મોતનો મારગ પકડવો પડ્યો. લગ્નના અમુક મહિના સાસરિયાઓએ સારું રાખ્યું બાદ હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. આમ આ વચ્ચે પરિણીતાએ પુત્રને જન્મ આપ્યો હતો, જે બાદ તો પતિએ પરિણીતાને હેરાન કરવાની હદ પર કરી દીધી હતી. આમ જેથી કંટાળીને પરિણીતાએ ઝેર પી લીધું હતું. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન એણે માતાને આવું પગલું ભર્યું હોવાનું કારણ જણાવતાં કહ્યું હતું કે, ‘હું મારા પતિથી કંટાળી ગઇ છું, હવે મારાથી સહન થાય એમ નથી.. જેથી મેં ઝેર પી લીધું છે.’
માતાએ ઘરે પરત ફર્યા બાદ ફરી હોસ્પિટલથી દીકરીની તબિયત વધુ બગડી હોવાના અને તેને ધારપુર ખસેડી હોવાના સમાચાર મળ્યા હતા. માતા ત્યાં પહોંચી પણ ત્યાં સુધી દીકરીનું મોત નીપજ્યું હતું. આમ જે બાદ માતા એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની દીકરી હીનાએ ચાર વર્ષ અગાઉ પાટણ શહેરના મોટીસરા, પીપળાગેટ નજીક રહેતા સંજય સોલંકી સાથે પરિવારની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કર્યાં હતાં. પ્રેમલગ્ન બાદ બંને પરિવાર વચ્ચે અણબનાવ હતો. એકબીજા પરિવાર વચ્ચે બોલવાના સંબંધ ન હોવાથી સાસરિયાં મેણાંટોણાં મારતાં હતાં અને મારઝૂડ પણ કરતાં હતાં. જે બાદ પુત્રના જન્મ થતા ફરી વખત બંને પરિવાર વચ્ચે સમાધાન થઇ ગયું હતું.
વધુમાં મૃતક માતાએ જણાવ્યું હતું કે, જોકે ત્યારબાદ થોડો સમય સારું રાખીને ફરી હતું એનું એ જ થવા લાગ્યું પણ મારી દીકરી બઘું મૂંગા મોઢે સહન કરતી હતી. આ વચ્ચે મને ગઇકાલે જમાઇનો ફોન આવ્યો કે, તમારું એક્ટિવા આપો તમારી દીકરી બીમાર થઇ છે એને હોસ્પિટલ લઇ જવી છે. જેથી મેં છોકરાને એક્ટિવા આપવા મોકલ્યો હતો અને બાદમાં હું પણ હોસ્પિટલ ગઇ હતી. જ્યાં મારી દીકરીએ મને જણાવેલું કે, ‘હું મારા પતિથી કંટાળી ગઇ છું, હવે મારાથી સહન થાય એમ નથી.. તેથી મેં ઝેર પી લીધું છે.’ ત્યારબાદ હું ઘરે પરત ફરી હતી. જોકે, ત્યારબાદ ફરી જમાઇનો મને ફોન આવ્યો કે વધારે તબિયત ખરાબ થઇ હોવાથી ધારપુર સિવિલ લઇ ગયા છીએ. જેથી હું ધારપુર સિવિલ પહોંચી હતી. જ્યાં મારી દીકરી બેભાન હતી. બાદમાં તે મરણ પામી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો