એન્જિનિયરિંગ નો અભ્યાસ છોડીને ભરૂચના આ યુવાને શરૂ કરી આલુપૂરીની લારી! દૂર-દૂરથી લોકો આવે છે સ્વાદ માણવા, કમાય છે…

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેવીજરીતે આજે તમને એક યુવાન વિષે જણાવીશું. વાત કરીએ તો આજના સમયમાં લોકો નોકરી કરતા પોતાનો વ્યવસાય કે ધંધો કરવામાં વધુ રૂચી ધરાવે છે. આને ખુબજ કમાણી કરી તેના જે તે વ્યવસાય કે ધંધાનું ખુબજ નામ બનાવે છે. તેવીજ રીતે સુરતના આ યુવાને એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી આલૂપુરીનો વ્યવસાય શરૂ કર્યો, આવક જાણી ચોંકી ઉઠશો આવો તમને વિગતે જણાવીએ.

વાત કરીએ તો ભરૂચના ત્રિમૂર્તિ હોલ પાસે નારાયણ નગર 3 સોસાયટીમાં રહેતો 27 વર્ષીય જયમીન સુરેશ સોલંકી શક્તિનાથ કોર્ટ સ્થિત ઓમકારનાથ હોલ નજીક સુરતી આલુપુરીનું સ્ટોલ ચલાવી પોતાની રોજગારી મેળવે છે. યુવાને ધોરણ 12 કોમર્સ કર્યા બાદ ભરૂચની એમ કે કોલેજ પ્રવેશ મેળવ્યો હતો. 2 વર્ષ કોમર્સનો અભ્યાસ કર્યા બાદ યુવાને સુરતની મજૂરાગેટ વિસ્તારમાં આવેલ કોલેજમાં MMCP એટલે કે મેન્ટેનન્સ મિકેનિક કેમિકલ પ્લાન્ટનો 2 વર્ષનો કોર્ષ કર્યો હતો. આમ તે દરમિયાન 6 મહિના પછી રીઝલ્ટ આવવાનું હોય યુવાને આલૂપુરીનો વ્યવસાય શરૂ કર્યો હતો. કારણ કે યુવકની માતાએ તેઓના પુત્રની કુકિંગ પ્રત્યેની રુચિ જોઈ તેને આલુપુરી સહિતની વાનગી બનાવતા શીખવાડ્યું હતુ.


જોક્વ પુત્રની પકડ આલુપુરી પર વધુ હોવાથી માતાએ તેને આલુપુરી બનાવવા જ આગ્રહ કર્યો અને યુવાનને ત્યાંથી પોતાના આત્મ નિર્ભર થવાનો પ્રવાસ શરૂ કર્યો હતો. જોકે અભ્યાસમાં યુવાનને સમય ન મળતાં યુવાને અભ્યાસ છોડી સંપૂર્ણ ધ્યાન આલુપુરીના વ્યવસાય પર આપ્યું હતું. આમ આ સાથે તમને જણાવીએ તો યુવાને સાંજે 4 કલાકથી 9 કલાક સુધી આલુપુરીનો સ્ટોલ ખુલ્લો રાખે છે. 5 કલાકમાં 200થી વધુ ગ્રાહકો આલુપૂરી આરોગવા માટે આવતા હોવાનું યુવાને જણાવ્યું હતુ.


આમ વધુમાં તમને જણાવીએ તો એક દિવસમાં 6 થી 7 હજાર મળે છે. આમ જોવા જાય તો સામગ્રી કાઢતા યુવાનને એક દિવસમાં 2500 થી 3000 રૂપિયા મળતા હોવાનું જણાવ્યું હતું. તો મહિના માં 60 થી 70 હજારની આવક મળતી હોવાનું કહ્યુ હતુ. અત્યાર સુધી વ્યવસાયમાં ક્યારેય નિરાશ થવાનો વારો નથી આવ્યો. માત્ર ચોમાસાની સિઝન દરમિયાન વ્યવસાય ઠંડો થઈ જતો હોવાનું યુવાને જણાવ્યુ હતુ.આમ યુવાને આલૂપુરીના વ્યવસાય અંગે જણાવ્યું હતુ કે આલુપુરી બનાવવાનો તેનો શોખ હતો. તેને વ્યવસાયમાં પરિવર્તિત કર્યો છે. આલુપુરીના વ્યવસાયમાં જેટલી આવક થાય છે તેટલી આવક કદાચ એન્જિનયરિંગના અભ્યાસ બાદ નોકરીમાં ન મળત. તો પોતાનો ધંધો હોય યુવાને કહ્યું હતુ કે પોતાના રીતે જ્યારે પણ રજા જોઈએ ત્યારે લઈ શકે છે. તો પરિવારમાં રહેતા સદસ્યોમાં માતાએ ફૂલ સપોર્ટ કર્યો છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *