વિદેશની 17 કરોડની નોકરી જતી કરી આ કોમ્પ્યુટર એન્જિનિયરે ભારત પરત આવી શરૂ કરી ખેતી! હવે કરે છે આટલી કમાણી…
જેમ તમે જનોજ છો કે આ દુનિયામાં મહેનત વગર કોઈ પણ કામમાં સફળતા પ્રાત્પ્ત કરવી ખુબજ મુશ્કેલ છે. તેમજ જ્યારે વ્યક્તિ કંઇક નવું અને મદદરૂપ કામ કરવા જઈ રહ્યો હોઈ છે. ત્યારે તેને ખુબજ સંઘર્ષ કરવો પડતો હોઈ છે. તેવીજ રીતે આજે તમને બે યુવાન વિષે જણાવીશું વિદેશની 17 કરોડની નોકરી છોડી દેશમાં ખેડૂતોને પગભર કરવા માટે ભારત પરત આવ્યા. મિત્રો તમે જાણોજ છો કે આપનો ભાર દેશ કૃષિ પ્રધાન દેશ હોવાથી તેનો સર્વાંગી વિકાસમાં ખેતી ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ ફાળો રહેલો છે, અને આ ક્ષેત્રના વિકાસ માટે સરકાર તેમજ અનેક ઉદ્યમીઓ અવનવા પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
આમ તેવામાં અથાગ પરિશ્રમ થકી જમીન ખેડીને માનવજાતને અન્નની પૂર્તિ કરનાર જગતના તાતને ઓછા પરિશ્રમે વધુ આવક મળી રહે તેવો અભૂતપૂર્વ પ્રયાસ રાજસ્થાનના પાલી જિલ્લાના રહેવાસી સિદ્ધાર્થ સંચેતીએ કર્યો છે. તમને જણાવીએ તો 35 વર્ષિય સિદ્ધાર્થ સંચેતીએ ખેડૂતો માટે શરૂ કરેલી નવી પહેલ અંગે ધ બેટર ઈન્ડિયાને કહ્યું કે, તેણે પોતાનો શરૂઆતનો અભિયાસ રાજસ્થાનના પાલી જિલ્લામાં કમ્પ્યુટર એપ્લિકેશનમાં બેચલર્સનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ તેઓ એક મલ્ટીનેશનલ સંસ્થામાં જોબ પણ કરી ચૂક્યા છે. પરંતુ અંગત કારણોસર તેઓ નોકરી છોડીને ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા.
તેમજ વિદેશ જઈને વર્ષ 2009માં અભ્યાસ પૂર્ણ કરતાની સાથે તેમને અનેક મોટી મોટી કંપનીમાંથી નોકરીઓને ઓફર પણ આવી હતી. પરંતુ તેઓ વિદેશ સ્થાઈ થવાની જગ્યાએ ભારત પરત આવી ગયા હતા. આમ આ સાથે સિદ્ધાર્થભાઈએ જણાવ્યું કે, વિદેશથી ભારત પરત આવ્યા બાદ તેમના સામે મોટો પડકાર એ હતો કે વતન પરત ફર્યા બાદ નોકરી કરવી કે વ્યવસાય કરવો. પરંતુ ગંભિર વિચારણા બાદ તેમણે જોબ કરવાને બદલે ખુદનું જ કંઈક એવું કામ શરૂ કરવાનું પસંદ કર્યું કે જેનાથી બીજા લોકોને તેઓ રોજગારી આપી શકે. અને ત્યારબાદ તેમણે ઓર્ગેનિક ફાર્મિંગ શરૂ કરવાનો પ્લાન કર્યો.
તેમજ આ સાથે ઓર્ગેનિક ફાર્મિંગ અંગે સિદ્ધાર્થભાઈએ કહ્યું કે, આ વિચાર આવ્યા પહેલા તેમને ખેતી પ્રત્યે કોઈપણ પ્રકારનું આકર્ષણ ન હતું. માત્ર એટલું જ નહીં પરંતુ તેમના પરિવારમાં દૂરદૂર સુધી ખેતી સાથે કોઈ સંબંધ નહોતો. કારણ કે તેમના પિતાજી માઈનિંગના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ત્યારે એક નવા ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવું તેમના માટે એક પડકાર સમાન જ હતું. પરંતુ આ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનું જ્ઞાન મેળવ્યું, અને ખેડૂતોને મળી ખેતીની આખી પ્રક્રિયાને સમજ્યા. જેમાં તેમણે અલગ અલગ પાક અને માર્કેટિંગને લઈને માહિતી એકત્રીત કરવાનું શરૂ કર્યું.
સિદ્ધાર્થભાઈએ ઓર્ગેનિક ખેતી વિશે જણાવતા કહ્યું કે, જ્યારે તેઓ ખેડૂતોને આ વિષય પર માહિતી આપતા હતા ત્યારે ખૂબ જ ઓછા લોકોને આ વિશે જ્ઞાન હતું. અને પ્રારંભિક તબક્કામાં મોટા ભાગના ખેડૂતોને આ પ્રોસેસમાં રસ નહોતો. માત્ર એટલું નહીં પરંતુ દાયકાઓથી ચાલી આવતી ખેત પદ્ધતિમાં ભારે નુકશાન વેઠતા હોવા છતાંય ખેડૂતો નવી પદ્ધતિ અપનાવવા તૈયાર નહોતા. કારણ કે, આ નવી પદ્ધતિનો અનુભવ ન હોવાના કારણે ખેડૂતોને આમાં વધુ નુકશાનનો ડર સતાવી રહ્યો હતો.
આમ આ સાથેજ ઓર્ગેનિક ખેતીના વ્યવસાય અંગે સિદ્ધાર્થભાઈએ ધ બેટર ઈન્ડિયાને વધુમાં જણાવ્યું કે, ” હાલ અમારા વ્યવસાય સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા સહિત દેશનાં અનેક રાજ્યોના 40,000 થી પણ વધુ ખેડૂતો જોડાયેલા છે. ત્યારે અમારી સંસ્થામાં ખેડૂતોને ખાસ પ્રકારની તાલિમ આપવામાં આવે છે. જેમાં વાતાવરણ, ઋતુ અને સિઝનને અનુલક્ષીને પાક લેવાની સલાહ આપવામાં આવતી હોય છે. અને જે ખેડૂતો પાસે પૂરતા પ્રમાણમાં સંસાધનો ઉપલબ્ધ ન હોય તો તેવા ખેડૂતોને અમે ખેતીને લગતા સંસાધનો પણ પૂરા પાડીએ છીએ. અને જ્યારે ખેડૂતનો સંપૂર્ણરીતે પાક તૈયાર થઈ જાય ત્યારે અમે તે પાક ખરીદીને બજારોમાં વહેંચી નાખીએ છીએ. અને એટલું જ નહીં પરંતુ આ માટે અમે ખેડૂતોને માર્કેટો કરતા પણ વધુ ભાવ આપીએ છીએ.”
તેમજ સિદ્ધાર્થીભાઈએ પોતાના વ્યવસાયને લઈને કહ્યું કે, તેમણે તેમના આ વ્યવસાયની શરૂઆત સ્થાનિક માર્કેટિંગથી કરી હતી. જેમાં તેમણે વ્યાપારીઓને મળવાનું શરૂ કર્યું. અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રોડેકટ એક્સપોર્ટ થઈ શકે તે માટે તેઓ વિદેશ પણ ગયા હતા. અને જ્યારે તેમણે વિદેશના વ્યાપારીઓને આ પ્રોડક્ટ વિશેની જાણકારી આપી ત્યારે ગ્રાહકોને પણ પસંદ આવી હતી. આમ મંદ ગતીએ પણ તેમનો વ્યાપાર સફળતા મળી રહી છે. હાલ તેઓની સંસ્થાએ રિટેલ માર્કેટિંગ પણ શરૂ કર્યું.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો