અંતિમ વિધી કર્યા પછી 40 દિવસ બાદ ઘરે જીવતો આવ્યો આ વ્યક્તિ ! એવી હકીકત જણાવી કે સૌની આંખો ફાટી ગઈ

દુનિયામાં અનેકો અજીબ ગરીબ કિસ્સો જોવા મળતા હોય છે કેજેના પર ઘણી વાર વિશ્વાસ કરવો મુશ્કેલ બનતો હોય છે.ઘણા કિસ્સાઓ આપડે જોયા હસે કે વ્યક્તિનું મૃત્યુ થયા પછી ઘરમાં ભારે દુઃખ જોવા મળતું હોય છે અને પરિવારના લોકો ભાંગી જાય છે પરંતુ જો તે મરનાર વ્યક્તિ પાછો આવી જાય તો? જી હા તમને પણ થાય કે આવું બની જ શકે નહિ. પરંતુ આવો એક કિસ્સો હાલમાં જોવા મળતો છે જે આ બાબતને થોડો મળતો આવે છે જેમાં એક વ્યક્તિની અંતિમ વિધિ કર્યા પછી ૪૦ દિવસ બાદ તે ઘરે જીવતો પાછો આવ્યો.વાસ્તવમાં વાત એમ છે કે.

કૌશંબી જિલ્લાનો એક બહુ જ ચોંકાવી દેનાર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક મુસ્લીમ પરિવારે જેને પોતાનો દિકરો સમજી મૃત્યુ પછી દફનાવ્યો હતો તે વ્યક્તિ બુધવારે તે સમયે ઘરે હાજર  થયો હતો કે જ્યારે તેના ૪૦ મુ ( અંતિમ સંસ્કાર પછી કરવામાં આવતી એક વિધિ) કરવામાં આવી રહ્યું હતું. તેના જીવતા થયાની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. વાસ્તવમાં ૧૧ જૂનના રોજ સૈની કોટવાળી વિસ્તારના મારધાર રેલવે સ્ટેશન પાસે એક યુવાને ટ્રેનની આગળ કૂદકો મારી આત્મહત્યા કરી લીધી હતી.સૂચના મળતાં જ સ્થાનિક પોલિસ એ લાશને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી.

ત્યાર પછી પોલીસે વિસ્તારના જેટલા લોકો ગુમ થાય હતા તે તમામ ના પરિવારના લોકોને બોલાવી ઓળખાણ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.ત્યારે જ બીજલીપુર ગામની રહેવાસી શાફિકુંનિશા એ આ લાશ ને પોતાના દીકરા રમજાન ના રૂપ માં ઓળખી હતી. ઓળખાય પછી લાશને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે મોકલવામાં આવી હતી.અને ત્યાર પછી લાશ પરિવારને સોંપવામાં આવી હતી.પિતા શબ્બીર એ તો ગામથી જ દીકરાને કબ્રસ્તાનમાં દફન કરવામાં આવ્યો હતો. પરંતુ આજે અચાનક દીકરાને જીવતો જોઈ માતા પિતાની ખુશીનો પાર ન રહ્યો.

સાફિકુનિશા નું કહેવું છે કે ,૪ મહિના પેલાથી જ અમારી અમારા દીકરા સાથે વાત થઈ નહોતી આથી અમે બહુ જ દુઃખી હતા.જ્યારે પોલીસે લાશને બતાવી તો એમને અમારો દીકરો રમજાન લાગ્યો.લાશ સકલ સુરતથી મારા દીકરાને મળતી આવતી હતી.તો અમને લાગ્યું કે આ અમારો દીકરો છે . તે લાશને જોઈ એવું લાગતુ હતું કે ધરતીની અંદર અમે સમાઈ જઈએ.આમ દીકરાની યુવાનીમાં જ મૃત્યુ થવાથી અમે બહુ દુઃખી હતા.પરંતુ અત્યારે જ્યારે દીકરો જીવતો પાછો આવ્યો છે તો અમારા ખુશીનો પાર નથી.

રમઝાન નું કહેવું છે કે તે રોજગારી કરતો નહોતો આથી તેના માતા પિતા બહુ જ તાના મારતાં હતાં.આમ રોજ રોજ ના તાના સાંભળવા ને બદલે હું ૪ મહિના પહેલા ઘરે થી ભાગીને પ્રયાગરાજ ગયો હતો.અને ત્યાં મજૂરીકામ કરતો હતો.મોબાઈલ ફોન ના હોવાના કારણે ઘરથી અને ગામથી સંપર્ક તુટી ગયો હતો.જ્યારે ગામના એક વ્યક્તિએ મને શહેર માં જોયો તો તેમણે જણાવ્યું કે તારો તો ગામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવી ગયો છે અને કાલે તારું ૪૦ મુ છે.આ વાતની જાણ થતાં જ હું ઘરે આવી ગયો.જ્યાં મને જીવતો જોઈ દરેક લોકો હેરાન થઈ ગયા.

જે લાશને રમજાન સમજીને દફન કરવામાં આવી હતી. તેણે એક મહિના પછી ફતેહપુર જનપદ ના રહેવાસી સંતરાજ નામના વ્યક્તિએ સૈની કોતરાજ પહોંચીને તે લાશને પોતાના દીકરા સૂરજની ગણાવી હતી.પોલીસ અને જિલ્લા પ્રશાસન એ આ ઘટનાને ગંભીરતાથી લઈ જીલ્લા અધિકારી સુજીત કુમાર એ લાશને કબ્રથી કાઢી અને તેનું DNA કરવાનો આદેશ આપ્યો. DM ના આદેશ પર બંને પરિવારને બોલાવવમાં આવ્યા.અને કબરથી કાઢેલી લાશને DNA કરવા સેમ્પલ લેવામાં આવ્યું અને સેમ્પલ ને લેબ માં મોકલવામા આવ્યું હતું.પરંતુ DNA રિપોર્ટ આવે તે પહેલાં જ રમજાન સકુશલ ઘરે પરત આવી ગયો હતો.પરતું હજુ રીપોર્ટ આવ્યા પછી જ ખબર પડે કે લાશ સૂરજ ની છે કે નહિ અથવા બીજા કોઈની છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.