ગુજરાતના નડિયાદ શહેરનો રહેવાસી લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલની સ્ટોરી વાંચીને તમે પણ કહેશો વાહ દીકરો હોય તો આવો…

જેમ તમે જાણોજ છો કે મોટી સફળતા મેળવવી કોઈ સરળ વાત નથી તેના માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે. તેમજ જીવનમાં કોઈપણ મુશ્કેલી આવી પડે પરંતુ વ્યક્તિને તેના ધ્યેય ને સિદ્ધ કરવા વળગી રહેવું પડે છે. હાલ એક તેવાજ ગુજરાતના એક ભારતીય ક્રિકેટ ટિમ ના ખેલાડી વિશે તમને જણાવીશું.

ગુજરાતના નડિયાદ શહેરનો રહેવાસી લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલને ઘણા સમય બાદ હોમગ્રાઉન્ડ અમદાવાદમાં રમવાની તક મળશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4 ટેસ્ટ મેચ સિરીઝની ત્રીજી અને ચોથી મેચ અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમમાં રમાશે. અક્ષરના જીવનમાં એક એવો સમય આવ્યો કે, તેના પિતાના એક્સીડેંટ બાદ તે પૂરી રીતે તૂટી ગયો હતો, પરંતુ તેણે પોતાના હોંસલાને તૂટવા ન દીધો અને ભારતીય ટીમમાં ખૂબ જ સરસ રીતે કમબેક કર્યું.

ભારતીય ટીમના સ્પીનર અક્ષર પટેલની પાછળની પર્ફોમન્સ જોતા તેમને ટીમમાં જગ્યા મળી છે. વર્ષ 2014માં વન ડે ડેબ્યુ કરવાના 7 વર્ષ બાદ ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યુ કરવાની તક મળી છે. અક્ષર ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ડેબ્યુમાં 2 પારિયોમાં 7 વિકેટ પોતાને નામે કરી હતી. તમને જણાવી દઇએ કે, અક્ષરના પિતા તેમના દીકરાને એન્જીનિયર બનાવવા ઇચ્છતા હતા. પરંતુ 1996-2015 સુધી ખેડા જિલ્લા ક્રિકેટના સચિવ અને સહસચિવ સંજયભાઇ પટેલ હતા જેમણે અક્ષરના પિતાને મનાવ્યા કે લેફ્ટ સ્પિનરને ક્રિકેટ પર ધ્યાન આપવા દે.

સંજયભાઇ પટેલે નડિયાદ જિલ્લાને કહ્યુ, અક્ષર પટેલ અભ્યાસમાં ખૂબ જ હોશિયાર છે અને તેમના માર્કસ પણ વધારે છે. તેમના માતા-પિતા તેમને એન્જીનિયર બનાવવા ઇચ્છે છે. બધાના માતા પિતા એવું ઇચ્છે કે તેમના બાળકનું ભવિષ્ય ઇજ્જવળ બને. મેં તેમના પિતા સાથે વાત કરી અને હું તેમના જવાબથી ખુશ છું. તે તેમાંના એક હતા જેમણે તેમના દીકરા માટે અભ્યાસથી વધારે ક્રિકેટને પ્રાથમિકતા આપી. 27 વર્ષિય અક્ષર પટેલે ચેન્નાઇના એમએ ચિદંબરમ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ રમાયેલી મેચમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યુ હતું. બંને પારિયોમાં તેણે કેપ્ટન જો રૂટને આઉટ કર્યો હતો. અક્ષર પટેલ તેના ડેબ્યુ ટેસ્ટમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લેનારા છઠ્ઠા ભારતીય સ્પિનર બની ગયા છે.

વર્ષ 2012માં રણજી ટ્રોફીમાં ગુજરાત માટે પદાર્પણ કરવાવાળી અક્ષર પટેલે જૂન 2014માં ઢાકામાં ભારત માટે ડેબ્યુ કર્યુ હતું. તે બાદ તેમણે જુલાઇ 2015માં ટી-20માં ડેબ્યુ કર્યુ હતું. હાલમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન અક્ષર પટેલે માતા-પિતાના સ્ટ્રગલને લઇને વાત કહી હતી અને કહ્યુ હતુ કે, જયારે તેઓ પોતાના દીકરાનું નામ સમાચાર પત્રકની હેડલાઇનમાં વાંચે છે તો તેઓ ખૂબ જ ગર્વ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *