ધમકી ભર્યો લેટર મળ્યા પછી સલમાને કહ્યું કે મારો કોઈ સાથે ઝગડો પણ નથી અને બિશ્નોઈ….જાણો પૂરી બાબત

હાલ લોરેન્સ બીશ્નોઈ ને લઇ ખુબજ હંગામો ચાલી રહ્યો છે તેવામાં સુપરસ્ટાર સલમાન ખાન ને પણ ધમકી મળી હોવાના ખુલાસા સામા આવી રહ્યા છે આ ધમકી મળ્યાના પહેલા પણ એક લોરેન્સે બિશ્નોઈએ સલમાન ખાનને મારી નાખવાની ધમકી આપેલી હતી તેમજ હાલ થોડા સમય પહેલાજ લોરેન્સે બિશ્નોઈ નાં ગેંગ નાં સભ્યો દ્વારા ફેમસ પંજાબી સિંગર સિદ્ધુ મુસીવાલા ને પણ ધોળા દિવસે બંધુક નાં ફાયરીંગ થી હત્યા કરી નાખી હતી તે પછી સલમાનખાને પણ પોતાની સિક્યોરીટી વધારી દીધી છે અને પોલીસ પણ એક્ટીવ થઇ તપાસ શરુ કરી છે.

હવે ધમકી નાં મામલે પોલીસે સલમાન ખાનનું નિવેદન લીધું છે રીપોર્ટસ અનુસાર પોલીસને આપવામાં આવેલ નિવેદનમાં સલમાને તેને ધમકી મળવાની વાતનો ઇન્કાર કરી દીધો છે, સલમાન ખાને કહ્યું કે મારી કોઈ સાથે દુશ્મની નથી અને કોઈ સાથે મારો ઝગડો પણ થયો નથી કે ચાલી રહ્યો. અને કોઈ એ મને ધમકી પણ આપી નથી બાંદ્રા પોલીસને નિવેદન આપ્યા બાદ સલમાન પોતાની અપકમિંગ ફિલ્મના શુટિંગ માટે હૈદરાબાદ નીકળી પડ્યો છે અહિયાં તેનું કુલ ૨૫ દિવસ નું શેડ્યુલ છે તેમજ સલમાન હૈદરાબાદ પહોચતા પહેલાજ બોડીગાર્ડ શેરા અને તેની ટીમ પહોચી ગઈ છે.

રીપોર્ટસ અનુસાર, બાંદ્રા પોલીસે સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બરાર અને લોરેન્સ વિષે પૂછ્યું હતું, તેના પર સલમાને કહ્યું કે ધમકી ભર્યા લેટર લઈ મને કોઈ પણ શંકા નથી. આજકાલ મારી કોઈની પણ સાથે દુશ્મની પણ ચાલી રહી નથી. લોરેન્સ વિષે બે ૨૦૧૮ સાંભળ્યું હતું ત્યારે તેણે મને ધમકી આપી હતી પણ હવે હું ગોલ્ડી કે લોરેન્સ વિષે કાઈ પણ જાણતો નથી. ધમકી વિષે સલમાન કહે છે કે હાલમાં મારો કોઈની સાથે ઝગડો નથી થયો અને કોઈની સાથે બોલાચાલી પણ નથી થઇ મને કોઈ પણ ધમકી ભર્યા કોલ કે મેસેજ પણ નથી આવ્યા. લેટર પણ મને નહિ મારા પિતાજીને મળ્યો એ પણ જ્યારે તે સવારે વોક પર નીકળ્યા હતા.

આ બધોજ બનાવ બનતા મુંબઈ ટીમે વધુ ઝડપે તપાસ હાથ ધરી છે જેથી કરીને આ મામલા ની કડીઓ શોધી શકાઈ. બાંદ્રા વિસ્તારમાં લાગેલા ૨૦૦ જેવા CCTVની તપાસ બાદ કેટલાક સંદીગ્ધો વિષે જાણકારી માળી છે પરંતુ હજુ સુધી કોઈને પણ પકડવામાં આવી રહ્યા નથી. તેમજ મુંબઈ પોલીસે પણ એ વાત ની પુષ્ઠી કરેલી છે કે તેને જે ધમકી ભરી ચીઠી મળી છે તેમાં પણ ચેલે GB અને LB લખેલું છે તેનો મતલબ ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઈ હોઈ શકે છે. પરંતુ આ કોઈએ મજાક કરી છે કે સાચું ધમકી મળી છે તે વાત નો ખુલાસો થયો નથી.

સાલમનનાં પિતા જ્યારે વોક પર ગયા હતા ત્યારે તેમની એક પત્ર મળ્યો જેમાં લખ્યું હતું કે ‘ તારી સિદ્ધુ મુસીવાલા જેવી હાલત બનાવી દઈશું સલમાન ખાન’ ત્યારબાદ સલીમ ખાને પોતાના સુરક્ષાકર્મીની મદદથી પોલીસ સાથે સંપર્ક કર્યો અને બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ સબંધે ફરીઉયાદ નોંધાવી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.