તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોને અલવિદા કહ્યા પછી શૈલેષ લોઢાએ દુઃખ વ્યક્ત કર્તા જણાવ્યું કે, “એવુ નથી કે હું….જાણો વિગતે

હાલમાં ઘણી એવી સિરિયલો છે જેમાં લોકો પોતાના અભિનયથી દરેક દર્શકોના દિલો પર રાજ કરે છે.જેમાં કોમેડી, ડ્રામા, ઈમોશનલ વગેરે જેવી સિરિયલો જોવા મળે છે.જો આપણે આવી સિરિયલોની વાત કરી રહ્યા છે તો તારક મહેતા કા ઉલટા ચશ્માંને કેમ ભૂલી જવાય તારક મહેતા કા ઉલટા ચશ્મા એ આપણા ભારતની નંબર વન સિરિયલો માંથી એક છે.જેમાં ગોકુધામ સોસાયટીમાં આ સિરિયલનું શુટિંગ કરવામાં આવે છે.જેને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે જ્યાં દરેક ધર્મના લોકો સાથે મળીને રહે છે. તેમજ જેમ તમે બધા જાણોજ છો કે આ શો ને ઘણા લોકપ્રિય અભિનેતા અને અભિનેત્રીઓ અલવિદા કહી ચુક્યા છે.

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના શૈલેષ સોઢાએ થોડા દિવસ પહેલા અલવિદા કહ્યું હતું. શોમાં શૈલેષ તારક મેહતાનું પાત્ર ભજવતા હતા. શૈલેષે શો છોડ્યો તો ફેન્સ નિરાશ થયા હતા. હવે શૈલેષે શો છોડવા પર પોતાની વાત રાખી છે. હકીકતમાં સિદ્ધાર્થ કનન સાથે વાત કરતા શૈલેષે કહ્યુ કે તે 14 વર્ષથી શો સાથે ઈમોશનલી જોડાયેલા હતા. તેમણે તે પણ કહ્યું કે ઇમોશનલ પાગલ હતા કે સેન્ટિમેન્ટલન ફૂલ હતા કે આ શો સાથે જોડાયા.

પછી જ્યારે શૈલેષને શો છોડવાનું કારણ પૂછ્યું તો તેમણે એક શેર કહ્યો- કુછ તો મજબૂરિયાં રહી હોંગી, યૂં હી કોઈ બેવફા નહીં હોતા. આમ પછી શૈલેષ આગળ કહે છે, એવું નથી કે હું આ શો છોડવાનું કારણ નહીં જણાવુ. હું યોગ્ય સમય પર તે વિશે જણાવવાનો છું. આમ આ સાથે શૈલેષના શો છોડવા પર પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે એક ટેલેન્ટેડ એક્ટરને શોધી રહ્યાં છે.

તેમજ બની શકે કે શૈલેષ પરત આવી જાય કારણ કે તેમને ખુબ ખરાબ લાગે છે જ્યારે તેમના એક્ટર્સ શો છોડે છે. અસિતે આગળ કહ્યું હતું, ‘મેં તેની સાથે થોડી વાત કરી હતી, પરંતુ વધુ કંઈ કરી શક્યો નહીં કારણ કે તેમને નવી તક મળી રહી હતી અને તે શો છોડવા ઈચ્છતા હતા. અમારી ઈચ્છા તે પરત આવે તેવી છે. પરંતુ છેલ્લે સુધી હું તેમની રાહ ન જોઈ શકુ. શો અમારા બધા કરતા મોટો છે અને દર્શકો માટે મારે કોઈ રિપ્લેસમેન્ટ જોઈએ જો તે પરત ન આવે તો.’

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *