બુટલેગરોનો કીમીઓ જોઈ ભલભલા ગોથું ખાઈ જાઈ ! કારમા દારુ એવી જગ્યા એ છુપાવ્યો તો કે…

હાલ છેલ્લા ઘણા સમયથી ચોરી, લુંટફાટ, દારૂની હેરાફેરી જેવા કિસ્સા તેમજ બુટલેગરોનો ત્રાસ ખુબજ વધતો જોવા મળી રહ્યો છે. દારૂની હેર ફેરી અને ખરીદ વેચાણ કરવા માટે હવે બુટલેગરો નવા નવા પેતરાઓ અજમાવતા જોવા મળી રહ્યા છે. તેવામાં હાલમાંજ બે બુટલેગરોને પોલીસે પકડી પાડ્યા છે. દારૂની બોટલોને ગાડીમાં એવી એવી એવુઈ જગ્યાએ છુપાવી દેતા હોઈ છે જે જોઈ તમને પણ વિશ્વાસ નો આવે. તેવીજ રીતે આ બે બુટલેગરોએ કર્યું હતું. આવો તમને આ મામલો વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ મામલો વલસાડ માંથી સામે આવી રહ્યો છે જ્યાં LCBની ટીમને મળેલી 2 અલગ-અલગ બાતમીના આધારે દમણ અને દાદરા નગર હવેલીના સેલવાસથી અલગ અલગ કારમાંથી દારૂનો જથ્થો ભરીને કારના ચાલકો સુરત તરફ જઈ રહ્યા હોવાની ખબર મળી હતી. આમ આ ખબરને આધારે બગવાડા ટોલનાકા અને અતુલ પાસે બાતમીવાડી કાર આવતા પોલીસે કારને ઝડપી બુટલેગરોના કિમીયાઓ ઉપર પાણી ફેરવી દીધું હતું. આ દારૂના જથ્થા સાથે કાર ચાલક મોહમ્મદ યુનિસ મોહમ્મદ અયુબ રોગાનધર અને અલી શેર ઉર્ફે શેરા ઈસ્માઈલ મલિકની અટકાયત કરી હતી. દારૂનો જથ્થો, કાર અને મોબાઈલ મળી કુલ 2.73 લાખનો મુદ્દામાલ કબજે લઈ, પારડી પોલીસ મથકે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે

આમ આ મામલે વલસાડ LCBની ટીમે કુલ 9.83 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પારડી અને સીટી પોલીડ મથકે અલગ અલગ ગુનાઓ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ મામલમાં કાર નંબર GJ-05-CQ-6996માં બનાવેલા ચોર ખાનામાં, તથા કારની બ્રેક લાઈટ પાસે બનાવેલા ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડી, સુરત તરફ જઈ રહ્યા હોવાની ખબર વલસાડ એલસીબીને મળી હતી. જે બાદ તેની આ બુટલેગરોની ધરપકડ કરી લેવામાં આવી હતી જણાવીએ તો આ કારમાં બનાવેલા ચોર ખાનાઓમાંથી 432 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

જ્યારે અન્ય એક કિસ્સાની વાત કરીએ તો વલસાડ એલસીબી ની ટીમને મળેલી બીજી ખબરને આધારે એક કાર નંબર GJ-15-CJ-4702માં વિપુલ પ્રમાણમાં દમણથી દારૂનો જથ્થો ભરી, પારડી થઈ સુરત તરફ દારુનો જથ્થો સપ્લાય કરવા જવાના હોવાની ખબર એલસીબીની ટીમને મળી હતી. જે બાદ હાઈવે પર દારુથી ભરેલી કાર આવતા કારના ચાલકે પોલીસ જવાનોને જોઈ દારૂ ભરેલી કાર આગળ હંકારી મૂકી હતી.

જે બાદ એલસીબીની ટીમે કારનો ફિલ્મની જેમ પીછો કરતા કારને વલસાડ સીટી તરફ કારનો ચાલક હંકારી ગયો હતો. આરપીએફ ગ્રાઉન્ડની પાછળથી LCBની ટીમે આરોપી કૃણાલ દોલતભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. આ કારમાં ચેક કરતા 26 પેટીમાં કુલ 564 બોટલ દારૂનો જથ્થો તથા કાર મળી કુલ 7.10 લાખનો મુદ્દા માલ કબજે લીધો છે. આમ આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *