MAનો અભ્યાસ કર્યા બાદ નોકરી ન મળતા યુવાને એવો ધંધો શરુ કર્યો કે વર્ષે કમાઈ છે લાખો રૂપિયા! જાણો કેવી રીતે…
મિત્રો જેમ તમે જાણોજ છો કે જીવનમાં કડી મહેનત અને અને કંઈક નવું કરવા માટે વ્યક્તિ જે સંઘર્ષ કરતો હોઈ છે તેમાં તેને એક ને એક દિવસ જરૂર સફળતા મળતીજ હોઈ છે. હાલ એક તેવાજ માં પાસ વ્યક્તિ વિશે તમને જણાવીશું. જે MAનો અભ્યાસ કર્યા બાદ નોકરી ન મળતાં હસ્તકલામાં મહારત મેળવી, ફેન્સી ફર્નિચર બનાવી વર્ષે દોઢ લાખની કમાણી કરે છે. આવો તમને તેના વિશે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો પ્રખ્યાત કવિ અને શાયર ખલીલ ધનતેજવીના ગામમાં અને તેમના મોસાળ પરિવારના સરફુદ્દીન મકરાણીના દીકરા મુનાફ મકરાણીએ MA સુધીનો અભ્યાસ કરીને નોકરી શોધવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ ક્યાંય મેળ ન પડતાં કંઈક વ્યવસાય કરવાનું નક્કી કર્યું, પિતા પાસેથી પ્રેરણા લઈને સાદી દોરી વડે પલંગ ભરવાની શરૂઆત કરી હતી. ધીરે ધીરે અવનવી ડિઝાઇન બનાવતા ગયા અને શીખતા ગયા પછી તો સંબંધીઓ, મિત્રો તેઓ પાસે પલંગમાં દોરીઓ વડે ડિઝાઇનો પડાવતા થયા.
આમ આ ઉપરાંત ખુરસી, ટેબલ, ઝૂલા, પલંગ અને ઘોડિયાં તૈયાર કરાવીને એમાં ભારતની સંસ્કૃતિ પ્રમાણેની હસ્તકલા ટકાઉ ડિઝાઇનો બનાવીને વેચવાની શરૂઆત કરી હતી. તેમજ આ પ્રવૃત્તિએ તેમને આત્મનિર્ભર બનાવ્યા. સાગ, સીસમ, સ્ટેઇનલેસ સ્ટીલ અને લોખંડના પલંગની અવનવી ડિઝાઇનો તૈયાર કરે છે. હવે ઘરની શોભા વધારતાં ફેન્સી પલંગ અને ખુરસી ગ્રાહકોની પસંદગી પ્રમાણે બનાવી આપે છે, જેથી શહેરોના લોકો વધુ પસંદ કરે છે. દોરીથી ભરેલું ફર્નિચર હોવાથી કમર દર્દવાળા દર્દીઓને વધુ ઉપયોગી હોવાનું માનવામાં આવે છે અને ઘરની શોભા પણ વધારે છે.
પિતા માંથી પ્રેરણા લઇ વર્ષ 2016માં કામ શરૂ કર્યું હતું. 6 વર્ષના ટૂંકા સમયમાં હસ્તકલા કારીગર ગુજરાત સહિત અનેક રાજ્યોમાં પ્રખ્યાત થઈ ગયા છે. માત્ર પોતાના વડવાઓથી પ્રેરણા લઈને આ કામમાં જોતરાયા હતા. નવાઈ પમાડે એવી વાત તો એ છે કે તેઓ આ કામ ઘરે જ કરે છે, એના માટે તેમણે દુકાન ખોલી નથી, જો તેમને કોઇ સરકારી સહાય આપવામાં આવે તો ગૃહઉદ્યોગને પ્રોત્સાહન મળશે. આજના સમય માઁ પ્રથમ વડોદરા, ગોધરા, આણંદ દેવગઢ બારિયા સુરત જેવાં શહેરોમાંથી ધનવાન પરિવારો દ્વારા ઓર્ડર આવવા લાગ્યા હતા. હવે મોટાં શહેરોમાંથી પણ તેમને કામ મળવા લાગ્યું છે. આજકાલ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી ખાસ ઓર્ડરો મળતા થતા નાનકડા ગામમાં હસ્તકલા કારીગર ચર્ચાનો વિષય બન્યો છે.
આમ હવે લગ્ન હોય કે પછી કોઈ સામાજિક પ્રસંગ, ઝૂલા, સોફા, ખુરસી, પલંગ, ટેબલ અને નાનાં ભૂલકાં માટે ઘોડિયાં વગેરે અલગ-અલગ વેરાઈટી અને ડિઝાઇનમાં બનાવે છે. તેમની ડિઝાઇન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ વખણાતી થઈ છે. ટકાઉ હીર અને રેશમની દોરીથી પોતાના હાથ વડે ભરતકામ કરે છે, અવનવી નવી પદ્ધતિની ડિઝાઇનો અમલમાં મૂકે છે, તેનને કામ કરતા નજરે નિહાળવા અનેક ગામોમાંથી તેમના ઘરે હસ્તકલાપ્રેમીઓ ભમટી પડે છે, કારણ કે તેમની દોરીથી બનાવેલી ડિઝાઇન આકર્ષણ પેદા કરે છે. જાતમહેનત અને હાથ બનાવટ બનાવી વેચવાનું કામ પણ પોતે કરી રહ્યા છે.
આ સાથે ભારતીય હસ્તકળાનો વિસ્તાર થાય અને યુવકોને આજીવિકા મળે એ હેતુથી મુનાફભાઈ સોશિયલ મીડિયાના માધ્યમથી શીખવાડે છે. કોઈ સામાજિક સંસ્થા કે સરકાર અથવા કોઈ ઉદ્યોગપતિ આર્થિક સહાય આપે કે સ્પોન્સર કરે તો મુનાફભાઈ વિશ્વનો સૌથી મોટો ખાટલો બનાવવાની ઈચ્છા ધરાવે છે. તેમજ ભારતીય સંસ્કૃતિની હસ્તકળા દેશ વિદેશમાં રહેતા લોકો પોતે પણ આવું આકર્ષક ડિઝાઇનવાળું કામ શીખે એ હેતુથી મુનાફભાઈ સોશિયલ મીડિયા પર વીડિયો મૂકીને શીખવાડે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.