ગામના ગરીબ લોકો ને વિનામૂલ્યે દવા આપતા ડોક્ટર નુ અવસાન થતા ગામ ના લોકો એ ડોક્ટર ની યાદ મા એવું કર્યુ કે જાણી ને વખાણ કરતા થાકી જશો

મિત્રો જેમ તમે જાણોજ જે લોકો જીવનમાં કંઈક નવું અને સારું કરે છે ત્યારે લોકો તેને ખુબજ પસંદ પણ કર્તા હોઈ છે અને તેને મન સંમાન પણ આપતાં હોઈ છે. તેવીજ રીતે આપણે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગત સિંહજી, શુભાશ ચંદ્ર બોઝ કે જેમની વીરતા અને આઝાદીની લડત માટે તમેને માન અને સંમાન આપવા તેઓના પૂતળા તેમજ મોટી મોટી મૂર્તિઓ બનાવવામાં આવી છે તેવીજ રીતે હાલ એક કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં ત્રણ વર્ષ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા મહેસાણાના ડોક્ટરનું ગ્રામજનોએ સ્ટેચ્યૂ બનાવ્યું તેમજ એક વૃક્ષ વાવીને ‘તુષાર વડ’ નામ આપ્યું છે.

તમને તેની પુરી કહાનિ જણાવીએ તબીબ વ્યવસાય એક પ્રોફેશન જ નહીં પરંતુ લોકસેવાનું માધ્યમ પણ છે. આજે એક એવા તબીબની વાત કરવી છે કે જેમણે હજારો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું છે. મહેસાણા નજીક આવેલા દાંતકરોડી ગામના ડોક્ટર તુષાર પટે હંમેશા ગરીબ દર્દીઓની સેવા કરવામાં તત્પર રહેતા હતા, પરંતુ ત્રણ વર્ષ અગાઉ ડો. તુષાર પટેલનું નિધન થયુ હતું. ત્યારે ગ્રામજનોએ તેમની યાદમાં ગામમાં સ્ટેચ્યૂ બનાવીને એક સ્મૃતિ વનનું નિર્માણ કર્યું છે. જ્યારે ગામ વચ્ચે ડો. તુષાર પટેલની યાદમાં એક વૃક્ષ વાવી તે વૃક્ષને ‘તુષાર વડ’ નામ આપ્યું છે. આજે તેમના જન્મ દિવશે તેમના વિશે વિગતે વાત કરીએ.

વાત કરીએ તો તેમના જન્મની તો દાતકરોડી ગામના વતની ડો. તુષાર પટેલનો જન્મ 16 સપ્ટેમ્બર 1977ના રોજ થયો હતો તેમના પિતા ફુલજીભાઈ પટેલ તેઓ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હતા. ડો.તુષાર પટેલ સરકારી મેડિકલ કોલેજ સુરતમાં એમ.બી.બી.એસની ડિગ્રી મેળવી હતી અને 2005માં અમદાવાદ હોસ્પિટલ ખાતે ડી.એન.બી.ની વિશિષ્ટ લાયકાત મેળવી અને કાર્ડિયોથોરાશીક એન્ડ વેંસ્ક્યુલર સર્જન તરીકેની શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ડો.તુષાર એક એવા તબીબ હતા જેઓ પૈસાને ક્યારે મહત્વ આપતા નહોતા તેમના ત્યાં આવતા દર્દીઓની આર્થિક પરિસ્થિતિ તેઓ જાણી લેતા અને તેને જરૂરી મદદ કરતા અને ઘણા કેસોમાં નિઃશુલ્ક સારવાર સુધી કરી આપતા હતા.

આ સાથે ડો.તુષારના પરિવાર અને ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ડો, તુષારનું સ્વપ્ન હતું કે, તેઓ એક વિનામુલ્યે બાયપાસ સર્જરી થઈ શકે તેવી હોસ્પિટલ અને કુત્રિમ હૃદય બનાવવા માંગતા હતા. જેથી કેટલાક દર્દીઓને તેઓ વિના મૂલ્યે સારવાર આપી શકે. હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.તુષાર પટેલ પોતાના નવા ઘરના વાસ્તુ માટેની આમંત્રણ પત્રિકા અંબાજી ખાતે મૂકી પરત આવી રહ્યા હતા એ દરમિયાન 4 મેં 2019ના રોજ માર્ગ અકસ્માતમાં તેમનું મોત થયું હતું. તેમજ ડો.તુષાર પટેલ જ્યારે પણ દર્દીના ઓપરેશન કરવા જતા ત્યારે પોતે પ્રાર્થના કરતા અને તેઓએ ફરજ દરમિયાન 10 હજારથી વધુ સફળ ઓપરેશન કર્યા હતા અને એક માસમાં એકલા હાથે 99 ઓપરેશન કરતા થઈ ગયા હતા. જેમાં કોઈ દર્દીની પરિસ્થિતિ સારી ન હોય તો તેમના બિલ તેઓ પોતે ભરી દર્દીઓની મદદ કરતા હતા

આમ ડો તુષારનો પરિવાર હાલમાં અમદાવાદ ખાતે વસવાટ કરે છે. તેમના પત્ની ડો. સ્મિતા પટેલે જણાવ્યું હતું કે, ઘણી વખત ડો. તુષાર પટેલ જ્યારે અમારી સાથે જમવા બેસવાની તૈયારી કરતા હોય અને હોસ્પિટલથી દર્દી માટે ફોન આવે કે તરત જ તેઓ જમવાનું છોડી સૌ પ્રથમ દર્દીની દેખરેખ કરતા અને ઘણી વખતે અડધી રાત્રે પણ કોલ આવતા તેઓ હોસ્પિટલ જતા રહેતા.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.