32 વર્ષ થી મંદિર મા રહેતી હાથીણીનુ નિધન થતા હજારો લોકો ધૃસકે ધૃસકે રડી પડ્યા !
આપણા જીવન મા સામાન્ય રીતે પશુ પક્ષીઓ નુ આટલું બધુ મહત્વ નથી હોતું પરંતું જો તે પાલતું પ્રાણી હોય અને સાથે રહેતું હોય તો તે એક પરીવાર ના સભ્ય જેવું બની જતું હોય છે અને તેના દુર જવાથી આપણને ફર્ક પણ પડતો હોય છે ત્યારે હાલ જ એક ઘટના પુંડુચેરી મા સામે આવી જે જેમા એક હાથીણી નું મોત થતા સમગ્ર વિસ્તાર મા ગમગીન છવાઈ ગઈ હતી.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો The New Indian Express ના રિપોર્ટ અનુસાર 1995માં એક ઉદ્યોગપતિએ આ હાથીણી ને પુડુચેરીના માનકુલા વિનાયક મંદિરને દાનમાં આપ્યી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે નેતા આરવી જાનકીરામને આ હાથીણીને મંદિર દાનમાં આપ્યી હતો. જેનુ નામ લક્ષ્મી રાખવામા આવયુ હતુ. લક્ષ્મીને માત્ર મંદિર સાથે જોડાયેલા લોકો જ નહીં પરંતુ ભક્તો દ્વારા પણ પ્રિય હતા. દેશ-વિદેશથી આવતા ભક્તો પણ લક્ષ્મીજીને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લેતા હતા.
લક્ષ્મી ની સાર સંભાળ માટે એક ખાસ પશું ડોક્ટર હંમેશા હાજર જ રહેતો હતો જ્યારે ડોક્ટર પાસે થી જાણવા મળેલ કે લક્ષ્મીનુ મોત હ્દયરોગ ના હુંમલા ના કારણે થતું છે અને 32 વર્ષ ની ઉમરે તેણે દુનિયા ને અલવિદા કહી દીધું હતુ.
સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે પશુ પક્ષીઓ મોત પર લોકો રડતા નથી હોતા નરંતુ લક્ષ્મી આજુબાજુ ના લોકો ને ખુબજ વ્હાલી હોવાથી મોટા પ્રમાણ મા લોકો અંતિમ યાત્રા મા જોડાયા હતા અને રડતા જોવા મળ્યા હતા.
લક્ષ્મીની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. મંદિરના ટ્રસ્ટી મંડળના વડા રામચંદ્રને જણાવ્યું કે લક્ષ્મીને મંદિરની જમીનમાં જ દફનાવવામાં આવશે. શ્રી માનકુલા વિનાયક મંદિર પુડુચેરીનું એકમાત્ર મંદિર હતું જેમાં હાથી અથવા હાથીણી હતા.