દિગ્ગજ એક્ટરનુ વિક્રમ ગોખલે નુ મોત થતા બોલીવુડમા સન્નાટો ! બચ્ચન પરિવાર સાથે હતો ખાસ સબંધ..

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે તબીબી સારવારમાં કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે જેમાં દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેનું 77 વર્ષનું ઉંમરમાં આજે 26 નવેમ્બરના રોજ પુણેની હોસ્પિટલ દીનાનાથ મંગેશકરમાં અવસાન થયું છે. તેમજ વાત કરીએ તો તેઓ છેલ્લાં ઘણાં દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. થોડાં દિવસ પહેલાં જ વિક્રમ ગોખલેનું અવસાન થયું હોય તેવી વાતો વહેતી થઈ હતી. તે સમયે વિક્રમ ગોખલેની પત્ની તથા દીકરીએ સ્પષ્ટતા કરી હતી કે વિક્રમ ગોખલેનું અવસાન થયું નથી. પરંતુ જે બાદ હાલ તેમનું દુઃખદ અવસાન થયું છે. જે બાદ સમગ્ર બૉલીવુડમાં સન્નાટો થાય ગયો છે.

તમને જણાવીએ તો વિક્રમ ગોખલે છેલ્લા 18 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ હતા.તમને તેમના મૃત્યુનું કારણ જણાવીએ તો તેઓ એક બીમારી સામે લડી રહયા હતા જેનું નામ મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર છે તેના લીધે તેનું મૃત્યુ થયું છે તેમજ આ સાથે જણાવીએ તો તેમનો જન્મ 14 નવેમ્બર, 1945ના રોજ પુણેમાં થયો હતો. તેમના વડદાદી દુર્ગાબાઈ કામત ઇન્ડિયન સ્ક્રીનના ફર્સ્ટ ફીમેલ એક્ટર હતા, જ્યારે દાદી કમલાબાઈ ગોખલે ઇન્ડિયન સિનેમાના ફર્સ્ટ ફિમેલ ચાઇલ્ડ એક્ટર હતા. વિક્રમ ગોખલેના પિતા ચંદ્રકાંત ગોખલે મરાઠી ફિલ્મ તથા સ્ટેજ આર્ટિસ્ટ હતા.

તેમજ વિક્રમ ગોખલેએ તેમણે 70થી વધુ મરાઠી તથા હિંદી ફિલ્મસ કરી હતી. વિક્રમ ગોખલેની મરાઠી ફિલ્મોની વાત કરીએ તો મરાઠી ફિલ્મની વાત કરીએ તો તેમણે ‘નટસમ્રાટ’, ‘લપનદાવ’, ‘કલત નકલત’, ‘વઝીર’, ‘બાલ ગૌ કાશી અંગાર’, ‘અનુમતિ’,’મુક્તા’, ‘મે શિવાજી પાર્ક’ તથા ‘AB આની CD’માં કામ કર્યું હતું. તેમણે મરાઠી ફિલ્મ ‘અઘાટ’થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. અને જો બૉલીવુડ ફિલ્મોની વાત કરવામાં આવે તો વર્ષ 1971માં અમિતાભની ફિલ્મ ‘પરવાના’થી કરિયરની શરૂઆત કરી હતી. અમિતાભ તથા વિક્રમ વચ્ચે ખાસ મિત્રતા હતા. વિક્રમ ગોખલેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં ઐશ્વર્યા (નંદિની)ના પિતાનો રોલ ભજવ્યો હતો. આ ઉપરાં તે ‘ભૂલ ભુલૈયા’, ‘દિલ સે’, ‘અગ્નિપથ’, ‘દે દના દન’, ‘હિચકી’, ‘મિશન મંગલ’, ,’ગોદાવરી’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. છેલ્લે તેઓ ફિલ્મ ‘નિકમ્મા’માં જોવા મળ્યા હતા.

બૉલીવુડ અને મારાઅત મરાઠી તો ઠીક પરંતુ વિક્રમ ગોખલેએ દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતી સિરિયલ ‘ઉડાન’માં પણ કામ કર્યું હતું. આ સિરિયલ 1989-1991 સુધી પ્રસારિત થઈ હતી. તેમણે ‘ઘર આજા પરદેશી’, ‘અલ્પવિરામ’, ‘જાને ના દિલ સે દૂર’, ‘સંજીવની’ તથા ‘ઈન્દ્રધનુષ’, ‘અકબર બીરબલ’ જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું હતું. ​​​​​​આ સાથે તેઓનેવિક્રમ ગોખલેને 60મા નેશનલ અવૉર્ડમાં મરાઠી ફિલ્મ ‘અનુમતિ’ માટે બેસ્ટ એક્ટરનો નેશનલ અવૉર્ડ મળ્યો હતો.

આ સાથે તેમના કરિયરની શરૂઆતની વાત કરીએ તો દિવસોમાં વિક્રમ ગોખલેએ મુંબઈમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. તેમની પાસે રહેવા માટે કોઈ ઘર નહોતું. આ વાતની જાણ જ્યારે અમિતાભ બચ્ચનને થઈ તો તેમણે તત્કાલીન મુખ્યમંત્રી મનોહર જોષીને વિક્રમ ગોખલેને ઘર મળે તે માટે ચિઠ્ઠી લખી હતી. તે ચિઠ્ઠીના આધારે વિક્રમ ગોખલેને મુંબઈમાં સરકારી ઘર મળ્યું હતું. વિક્રમ ગોખલે એક્ટર અમિતાભનું આ અહેસાન ક્યારેય ભૂલ્યા નહોતા. વિક્રમ ગોખલે જ્યારે પણ પોતાના સંઘર્ષની વાત કરે ત્યારે અચૂકથી આ વાત કરતા હતા.

આમ જયારે જ્યારે પણ વિક્રમ ગોખલેએ ઇન્ટરવ્યૂ લેવામા આવતું ત્યારે તેઓ મિત્ર અમિતાભ બચ્ચન અંગે આ વાતો જરૂર કહેતા કે તેઓ ભારતીય સિનેમાના ઉત્તમ કલાકાર છે. જ્યારે તેઓ તેમના વખાણ કરે છે, ત્યારે તેમની પાસે શબ્દો હોતા નથી. તેઓ એકબીજાને છેલ્લે 55 વર્ષથી ઓળખે છે. તે એટલું કહી શકે તે એક જેન્ટલમેન છે. તે માને છે કે લોકોએ અમિતાભ બચ્ચનની સફળતા જોઈ છે, પરંતુ તેમણે તેમનો સંઘર્ષ જોયો છે. જો લોકો જાણવા માગે કે એક્ટિંગ શું છે, તો તેમણે અમિતાભની ફિલ્મ જોવી જોઈએ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *