પુત્રના નિધનબાદ વિધવા સ્ત્રીને ભણાવી ગણાવી કમાતી કરી, કર્યા ધામધૂમ થી લગ્ન…વાહ આ સાસુ તો સલામને પાત્ર છે…

હાલ દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે લોકો ખુબજ ધામધૂમ થી લગ્ન કરે છે એ દિવસ વર અને કન્યા માટે ખુબજ મહત્વનો હોઈ છે અને પરિવાર માટે તે દિવસ યાદગાર બની જતો હોઈ છે હાલ એક વિધવા સ્ત્રીના લગ્ન સામા આવી રહ્યા છે કારણકે આજના સમય માં લોકો જાગૃત થયા છે અને જૂની માન્યતાઓ ને ઓછી માને છે. આપણા દેશમાં આજે પણ કેટલાક રૂઢ થઇ ગયેલા નિયમો છે જે માનવામાં આવે છે ઘણા સમાજના પરિવારની અંદર જો કોઈ સ્ત્રી નાં પતિનું મૃત્યુ થઇ જાય તો તેના બીજી વાર લગ્ન કરવાની છૂટ નથી આપવામાં આવતી. પરંતુ અહ્યા તો ક્યાંક અલગજ મામલો જોવા મળી રહ્યો છે આવો તમને વિસ્તાર માં સમજાવીએ.

સાસુ એ પોતાના દીકરાનાં નિધનબાદ પોતાની વહુને સારી રાખી તેમજ તેને ખુબજ ભણાવીને આખરે તેના લગ્ન કરાવ્યા. આ લગ્નની ઘણી તસ્વીરો સોસીયલ મીડિયા પર વાઈરલ થતી જોવા મળી છે. આ મામલો સોસીયલ મીડિયા પર ખુબજ ચર્ચા માં બનેલો છે. અને લોકો આ સાસુનાં ખુબજ વખાણ કરી રહ્યા છે આ મામલો સીકરનાં ફતેહપુર શેખાવટી પાસેના ધનધાન ગામમાંથી સામો આવ્યો છે જ્યાં શીક્ષિકા કમલા દેવીએ પુત્રના અવસાન બાદ વિધવા પુત્રવધુ સુનીતાના ફરીથી લગ્ન કરાવીને સાસુના રૂપમાં માતાની ભૂમિકા નિભાવી છે. અને આજના સમાજને સકારાત્મક સંદેશ આપ્યો છે.

કમલા દેવી જણાવે છે કે તેમનો પુત્ર શુભમ સપ્ટેમ્બર ૨૦૧૬માં કિર્ગીસ્તાન, રશિયા MBBSનો અભ્યાસ કરતી વખતે બ્રેઈન સ્ટ્રોક થી મૃત્યુ પામ્યો હતો. તે પછી થી સુનીતાને તેની દીકરીની જેમ રાખી તેણે બીએડ કરાવી ૫ વર્ષ સુધી ખુબજ અભ્યાસ કરાવ્યો અને સ્પર્ધાત્મક પરિક્ષા અંગે પણ પ્રેરતા હતા. આમ અંતે સુનીતા ઇતિહાસનાં વિષય માટે શિક્ષક બની અને ત્યારબાદ તેના લગ્ન સીકરાનાં ચંદનપુરમાં રહેતા મુકેશ સાથે કરાવ્યા.

શિક્ષિકા કમલા દેવીએ લગ્ન દરમિયાન કન્યાદાન સહિતની તમામ વિધિઓ કરી હતી અને પુત્રી સુનીતાને જીવનભર સુખી થવાના આશીર્વાદ આપ્યા હતા. દીકરીની વિદાઈ વખતે કમલા દેવીની આંખોમાં આંસુ આવી ગયા. તેમજ લગ્નની આ પહેલ ને સમાજનાં લોકોએ પણ પ્રશંસા કરી હતી

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.