પતિ શહીદ થયા બાદ પત્ની એ ફલાઈંગ ઓફીસર બની ને આપી શ્રધાંજલી ! રડાવી દે તેવી પ્રેમ કહાની..
કહેવાય છે ને કે લોકો પ્રેમના માટે કઈ પણ કરી સકવાની તાકાત ધરાવે છે.જો લોકોનો સાચો પ્રેમ તેની સાથે હોય તો તે આખી દુનિયા સામે લડી જાય છે.પ્રેમમાં એટલી તાકાત હોય છે કે તે જો કોઈ લક્ષ્ય નક્કી કરી લે તો તે પૂરું કરીને જ જંપે છે.આવું જ આજે એક કિસ્સામાં જોવા મળ્યું છે કે જ્યાં પતિનું અવસાન થયા પછી પત્ની એ પતિને પોતાનો પ્રેમ વ્યક્ત કરવા માટે ફલાઇંગ ઓફિસર બની અને તેને શ્રદ્ધાંજલિ આપી હતી.
પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ ના મીરાજ ૨૦૦૦ વિમાન ક્રેશ થવાની ઘટના બની હતી .જેમાં શહીદ થયેલા સ્કવાદન લીડર સમીર અબરોલ ની પત્ની ગરિમા અબરોલ એ ગયા વર્ષે ડિસેમ્બરમાં પોતાની વાયુસેના અંગેની તાલીમ પુરી કરી હતી.તેની આ ટ્રેનિંગ ના પૂરા થયા પછી ગરિમા અબરોલ ફ્લાઈંગ ઓફીસર તરીકે નિયુકત થઈ હતી.
ભારતીય વાયસેનામાં હવે તે એક અધિકારી બની ગઈ છે. તમને યાદ કરાવી દઇએ કે ૨૦૧૯ ની સાલમાં પ્લેન ક્રેશ થવાના કારણે તેમના પાયલોટ પતિ સમીર અબરોલ નું અવસાન થયું હતું.અને તેઓ શહીદ થયા હતા.આ ઘટના દરમિયાન તેઓ સ્કવાડન લીડર તરીકે કામ કરી રહ્યા હતા.ગરિમા અબરોલ ને ફ્લાઇંગ અને ગ્રાઉન્ડ ડ્યુટી બ્રાન્ચ ના ૧૧૪ બીજા ફ્લાઇટસ ક્રન્ડિદેટ્સ સાથે પ્રેસિડેન્ટ કમિશન ના હાથે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગ્રેજ્યુએશન કરેલા ૨૧ ઓફિસરોમાં ગરિમા પહેલી ગણાતી હતી.ગરિમા પોતાની આ કામયાબી અંગે માહિતી આપે છે કે હું વાસ્તવમાં એ જોવા માંગુ છુ કે તેમના નજરિયા મુજબ આ જીવન કેવું દેખાય છે.વિરાસતને આગળ વધારવાની છે.ત્યાં જ સાથે યુનિફોર્મ પહેરવાથી મારામાં એક મજબૂત રહેવા અંગનું મકસદ મલી જાય છે.
ગરિમા અબરોલ ની આ કામયાબી અંગે રક્ષા મંત્રીએ ટ્વીટ કરી તેને ભારતનું અસલી રોલ મોડલ તરીકે બિરદાવ્યું હતું.આ દરમિયાન ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી.આ તસવીરો દરેક લોકોના દિલને સ્પર્શી જાય એવી હતી.વાસ્તવમાં આ તસવીરોમાં ગરિમા પોતાના પતિને શ્રદ્ધાંજલિ આપતી જોવા મળી હતી.
વાસ્તવમાં પોતાના પતિ ને શ્રદ્ધાંજલી આપવા માટે તેને વાયુસેના માં સામીલ થવાનો નિર્ણય લીધો હતો.પોતાના પતિ સમીર અબરોલ માં શહીદ થયાના ૫ મહિના પછી તરત જ જુલાઈ ૨૦૧૯ ની સાલમાં તેમણે સર્વિસ સિલેકશન બોર્ડનું ઇન્ટરવ્યૂ પાસ કરીને દાંડીગલ માં આવેલી એકેડમીમાં પ્રવેશ લીધો હતો.
ગરિમા દ્વારા પોતાના પતિ સમીર અબરોલ ને ફલાઈંગ ઓફીસર બની આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ ની તસવીરો લોકોના દિલને સ્પર્શી ગઈ હતી.ત્યાં જ ગરિમા અબરોલ એ વાયુસેનામાં શામિલ થઈને સમીર અબરોલ ની માતા એટલે કે પોતાની સાસુમા સાથે આ ખુશી શેર કરી હતી.અને સાસુમા એ તેમની વહુ પર ગર્વ હોવાનું પણ જનાવ્યું હતું.