ચોટીલામાં લગ્ન બાદ સાળી સાથેજ થઈ ગયો પ્રેમ અને પત્નીની કરી હત્યા, બાદમાં લાશની ની સાથે જે કર્યું તે…જાણો વિગતે
છેલ્લા ઘણાં સમય થી હત્યા, ચોરી, લૂંટફાટ વગેરેના મામલાઓ ખુબજ વધી રહયા છે તેવાંમાં વધુ એક હત્યાની ઘટના સામી આવી છે. જે જાણી તમે પણ ચોકી જશો. આ ઘટનામાં ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં પતિએ સાળી સાથે આંખ મળી ગયા બાદ તેની પત્નીની હત્યા કરી નાખી હતી. બાદમાં લાશને દાંટી દીધી હતી. 40 દિવસ બાદ પોલીસે કોહવાયેલી હાલતમાં લાશ બહાર કાઢી. ચાલો તમને પુરી ઘટના જણાવીએ.
આ ઘટનામાઁ વીંછિયાના દલડી ગામ ની પરિણીતા 40 દિવસથી ગુમ હતી. પોલીસ તપાસ દરમિયાન મહિલાની લાશ ચોટીલા તાલુકાના ઢોકળવા ગામ ની સીમમાં દાટેલી હાલતમાં મળી આવી છે. આ કેસમાં મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાની વિગતો બહાર આવતા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.
તેમજ વિંછીયા તાલુકાના દલડી ગામના વિલાસબેન રાજેશભાઇ ઓળકીયા ગત તારીખ 31મી મેના રોજ ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા હોવાની ફરીયાદ તેના પતિ રાજેશે વીંછિયા પોલીસ મથકે કરી હતી. જોકે, વિલાસબેનના માતાપિતાને કાંઇક અજુગતું બન્યાની આશંકા હોવાથી દીકરીની ભાળ મેળવવા તેમણે વીંછિયા પોલીસ મથકે અનેકવાર રજૂઆત કરી હતી. બાદમાં વીંછિયા પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા પરિવારજનોએ પોલીસ મથક સામે બે દિવસ ઉપવાસ આંદોલન કર્યું હતું.
આમ આ કેસમાં પોલીસે વિલાસબેનના પતિ રાજેશની આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો અને તેણે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી. રાજેશે જણાવ્યું હતું કે તેની પત્ની વિલાસબેનને એઇડ્સનો રોગ થયો હતો અને રાજેશને વિલાસની સગી નાની બેન ઇન્દુ સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધ બંધાયો હતો. રાજેશ ઇન્દુ સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ પત્ની વિલાસ જીવતી હોવાથી આવું શક્ય ન હતું. બીજી તરફ ઇન્દુની સગાઇ નક્કી થઇ જતાં રાજેશ બેબાકળો બની ગયો હતો. આથી સાળી ઇન્દુની સગાઇના બે ત્રણ દિવસ પહેલા જ પત્ની વિલાસની હત્યાને અંજામ આપવાનું નક્કી કરી નાંખ્યું હતું.
તેમજ પત્ની વિલાસની હત્યા માટે ગામમાં તેણે એવી જગ્યા પસંદ કરી કે જ્યા કોઈ વ્યક્તિ પણ આવ જાવ કરતો નો હતો. રાજેશ ઇન્દુની સગાઇના બે દિવસ પહેલા પત્ની વિલાસને લઈને છાસીયા ગામ ખાતે નીકળ્યો હતો. બાદમાં હત્યાને અંજામ આપવાની નક્કી કરેલી જગ્યા આવતા અહીં થોડીવાર ઊભા રહી તેની પાસે રહેલા મોબાઇલના ચાર્જરના કેબલ વડે વિલાસને ગળેટૂંપો આપીને હત્યા કરી નાખી હતી. જોકે, વિલાસના પરિવારજનોને શંકા જતાં તે દીકરીની ભાળ મેળવવા માટે વારંવાર વીંછિયા પોલીસ મથકે જતા હતા, પરંતુ પોલીસ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવતો હોવાનો આક્ષેપ પરિવારના લોકોએ કર્યો હતો.
આમ આ કેસમાં પરિવારે દીકરીના હત્યારા પતિ રાજેશને કડક સજા મળે તેમજ ન્યાય અપાવવામાં વિલંબ કરનાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. ચોટીલાના નાની મોલડી પોલીસે હત્યારા પતિ રાજેશને સાથે રાખી લાશને બહાર કાઢતા લાશ કોહવાયેલી હાલતમાં મળી આવી હતી. પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આરોપી રાજેશની વધુ પૂછપરછ હાથ ધરી છે.