મોરબી દુર્ઘટના બાદ સિવિલ હોસ્પિટલના પ્રશાસન પર કલાકાર રાજભા ગઢવીના આકરા પ્રહાર કહ્યું કે “મોદી સાહેબ…જુઓ વિડિઓ

મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. તેવામાં આ ઘટનામાં પોલીસે 9 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકોમાં આ બ્રિજનું મેન્ટેનન્સનું કામ જે કંપનીને સોંપાયું હતું તે ઓરેવા કંપનીના મેનેજર પોલીસે દિનેશ દવે અને દિપક પારેખ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ ઘટનામાં કુલ 141 કરતા પણ વધારે લોકોનું મૃત્યુ થયું હતું. જી બાદ સમગ્ર મોરબી પંથકમાં શોકનો માહોલ થવા પામ્યો હતો.

આમ ત્યારે આ ઘટના બાદ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર સવાલ ઉભા થઇ રહ્યા છે. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ મોરબી ઘટના સ્થળની મુલાકાત લેવા પહોંચ્યા હતા. અને બાદમાં મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પણ મળ્યા હતા. આમ આ ઘટના બાદ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઇને મોરબી સિવિલ હોસ્પિટલને રંગોરંગાન સાથે તૈયાર કરવામાં આવી હતી.

આમ એક જ દિવસ આ જ હોસ્પિટલમાં લાશોના ઢગલાં પડ્યા હતા તો બીજા જ દિવસે હોસ્પિટલને તૈયાર કરવામાં આવી રહી હતી. દર્દીઓ માટે નવી ચાદરથી લઇને દિવાલમાં રંગોરંગાન કરવાનું કામ ચાલી રહ્યુ હતુ. આ ઘટનાને લઇને સોશિયલ મિડીયાથી લઇને અનેક રાજકીય નેતાઓએ આકરી ટીકા કરી હતી. જ્યારે હવે લોકડાયરામાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો.

લોકડાયરાના કલાકાર રાજભા ગઢવીએ પોતાના ડાયરામાં મોરબી સિવિલ હોસ્પિટલમાં જે કામગીરી કરવામાં આવી તેને કડક શબ્દોમાં વખોડી કાઢી હતી. તેમણે કહ્યું કે “હુ એક સાહિત્યકાર છુ. હુ કોઇ પાર્ટીનો માણસ નથી. મને દુખ એ વાતનું થાય છે કે મોરબીમાં મોદી સાહેબ આવ્યા અને તાત્કાલિક હોસ્પિટલ તૈયાર થઇ એ માનવતા માટે અને ભારતીય સંસ્કૃતિ માટે કાળી ટિંલી કહેવાય આ હું જાહેરમાં કહુ છુ.વધુમાં હોસ્પિટલ પ્રશાસન પર આકરા પ્રહાર કર્યા હતા.”

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *