Tweeter બાદ એલોન મસ્ક આ કંપની પણ ખરીદી લેશે? જાણો એમણે શુ tweet કર્યુ…
આજના સમયમાં સોશિયલ મીડિયા થતી અમુક ચર્ચાઓને ખૂબ જ ગંભીરપૂર્વક લેવામાં આવે છે ત્યારે જ્યારે કોઈ એવા સેલીબ્રીટી કે બીઝાનેઝ્મેને કોઈ એવી Sensative વાત લોકો સમક્ષ મૂકી હોય ત્યારે લોકોમાં એક અલગ જ પ્રકારનો માહોલ જોવા મળે છે ત્યારે આજના સમયમાં ખૂબ જ પ્રબળ ગણાતું એવું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર છે.જેણે ટેસ્લા કંપનીના CEO એલન મસ્કે હમણાં હાલમાં જ 44 અબજ ડોલરમાં ખરીદી લીધું છે પણ સંપત્તિ હોય તો માણસ શું નાં ખરીદી શકે આથી આ ધનાઢ્ય એવા એલન મસ્કે ટ્વિટર ખરીદ્યા પછી ઝડપથી કોકા-કોલા જે ઠંડા પીણાની કંપની છે તેને ખરીદવાની વાત કરી છે ઉપરાંત તેમણે એમ પણ કહ્યું હતું કે તે એમાં કોકેનની મિલાવટ કરશે…આખરે સમગ્ર વાત છે શું ચાલો જાણીએ ..
સૌ પ્રથમ આપણે એલન મસ્ક વિશે જાણીએ તો હાલ ખૂબ જ જાણીતી અને પ્રસિદ્ધ ટેસ્લા કંપનીના CEO એલન મસ્કની ગણતરી વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમા થતી જોવા મળે છે. તેઓ લગભગ 20.68 લાખ કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.હમણાં જ મસ્કે મંગળવારે જ ટ્વિટરને ખરીદી એને પણ પોતાના માલિકીનું કરી લીધું છે. એલન મસ્કે માઈક્રો બ્લોગિંગ સાઈટને ખરીદવા માટે 44 બિલિયન ડોલર, એટલે કે 3368 અબજ રૂપિયાની ડીલ કરી હતી અને આ માટે એમણે ટ્વિટરના દરેક શેર માટે 54.20 ડોલર (એટલે ઇન્ડીયન કરન્સીમાં 4,148 રૂપિયા થાય) ચૂકવ્યા છે.
એક માહિતી મુજબ મસ્ક પાસે પહેલેથી જ ટ્વિટરમાં પોતાનો 9% નો હિસ્સો રહેલો હતો આથી તેઓ ટ્વિટરના સૌથી મોટા અને અગત્યના શેરહોલ્ડર હતા. હમણાં થયેલી ડીલ બાદ તેઓ ટ્વિટર કંપનીનો 100% હિસ્સો ધરાવે છે અને હવે ટ્વિટર તેમની પ્રાઈવેટ કંપની બની ગઈ છે .આ ઉપરાંત જોવા જઈએ તો એલન મસ્ક એ સ્પેસ એક્સની પણ માલિકી ધરાવે છે.હમણાં જ મળેલ અહેવાલ અનુસાર મસ્કને ટાઈમ મેગેઝિને 2021માંપર્સન ઓફ ધ યર તરીકે પસંદ કરી નવાજ્યા હતાં. તેઓ વિશ્વની સૌથી અમીર વ્યક્તિ છે.
હમણાં મળેલા અહેવાલો મુજ્બ મસ્કે ટ્વિટરમાં ટ્વીટ કરીને કહ્યું કે “હું હવે કોકા-કોલા ખરીદવા જઈ રહ્યો છું, જેમાં ફરીથી કોકેન નાખવામાં આવશે” તેમના આ નાનકડાં ટ્વીટને લોકોએ અત્યારસુધીમાં લાખોની સંખ્યામાં પસંદ કરી છે અને એમાંના કેટલાક લોકો જુદા જુદા પ્રતિભાવ આપીને એને રિટ્વીટ પણ કરી ચૂક્યા છે. આ ટ્વીટની થોડી ક્ષણો બાદ મસ્કે વધુ એક વાત ટ્વીટ કરતા કહી છે કે,” ટ્વિટર એ સૌથી વધુ મજાવાળી જગ્યા બનવી જોઈએ” આ ટ્વિટના એક કલાક બાદ મસ્કે પોતાનો અગાઉનો સ્ક્રીનશોટ પોસ્ટ કર્યો, જેમાં તેમણે એવું કહ્યું હતું કે, ” હવે હું મેકડોનાલ્ડ્સ ખરીદવા જઈ રહ્યો છું અને તમામ આઈસક્રીમ મશીનને રિપેર કરી દઈશ”
આ બાબતથી કેટલાક લોકો ચૌકી ઉઠ્યા હતાં.બાદમાં તેમણે મજાકમાં પોતાના જ ટ્વિટ ણે એવો રિપ્લાય આપ્યો કે, “સાંભળો, હું ચમત્કાર ન કરી શકું.”આ બાબતથી હવે એલન મસ્ક ઘણા ચર્ચામાં આવી રહ્યા છે..ટ્વિટર જેવી કંપનીને ખરીદ્યા પછી એક જૂનૂન આવ્યું હોય તેમ મસ્ક સોશિયલ મીડિયામાં ઘણા એક્ટીવ દેખાઈ રહ્યા છે…આ ઉપરાંત મસ્ક હાલમાં કોઈ ને કોઈ વસ્તુને લઈને લોકોની તેમજ મીડિયાની નજરમાં રહે છે. ક્યારેક ભાડાના મકાનમાં રહેવા માટે તો ક્યારેક પોતાના સેટેલાઈટ પ્રોજેક્ટ માટે તો ક્યારેક મંગળ ગ્રહ પર જવાની વાતો માટે તે સતત લોકો સાથેના સંપર્કમાં રહે છે…જોકે હવે એલન મસ્ક શું નવા વિચારો લાવે એ નિહાળવાનું થાય…