કેદારનાથ ના દર્શને જઈ ને આવ્યા બાદ બ્રેન ડેડ થય આ પટેલ યુવતી! પરીવારે અંગદાન કરી પાંચ લોકો ને..

વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતું હોઈ છે તે કોઈ ને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અક્સમાત, તો વળી કોઈ બીમારીના લીધે, આમ વગેરે કારણોસર વ્યક્તિનું મૃત્યુ થતું હોઈ છે. અને પરિવારમાં શોક નો માહોલ છવાઈ જતો જોવા મળે છે તેવીજ રીતે કોમલ પટેલ નામની યુવતી સાથે પણ આવુજ કાઈક  થયું અને તેનું  દુ:ખદ મોત નીપજ્યું હતું.

વડોદરામાં મલ્ટી નેશનલ કંપનીમાં ઈલેક્ટ્રીકલ એન્જીનીયર તરીકે કામ કરતી કોમલ પટેલ ને ૫ જુનની રાત્રે માથાનો ગંભીર દુખાવો શરુ થયો અને તેજ રાત્રે તેની હાલત ખુબજ બગડવા લાગી પછી તેને સેવાશ્રમ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને બ્રેનડેડ જાહેર કરી હતી. તેમજ તેમના પરીવારની સંમતી બાદ તેનું હદય,લીવર, કીડની, આંખો અને વાળ જરૂરીયાતમંદ દર્દીઓને દાન કરવામાં આવ્યુ હતું. તેના લીધા બીજા ૫ લોકોને નવજીવન પ્રાપ્ત થયું હતું.

મામલો એવો હતો કે વડોદરાની કોમલ પટેલ કેદારનાથ (તીર્થસ્થળ) ગઈ હતી. અને ત્યાંથી પાછા આવ્યા બાદ તેને ખુબજ માથાનો દુખાવો શરુ થયો અને આંચકીઓ આવવા લાગી હતી. ત્યારબાદ તેને નજીક્નાજ પ્રાથમિક હોસ્પિટલ માં ખસેડવામાં આવી હતી વધુ સારવાર માટે તેને તરતજ સેવાશ્રમ હોસ્પીટલમાં દાખાલ કરવામાં આવી હતી જ્યાં તેની તબીબો દ્વારા તપાસ દરમિયાન તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવી હતી. આમ તે પછી પરિવારની આંખો માંથી ખુબજ આંસુ સરી પડ્યા હતા.

તેમજ પારુલ સેવાશ્રમ દ્વારા અંગદાન માટેના ઉમદા કર્યો માટે જાણ કરીત્યારે મૃતક કોમલના નાનાભાઈએ પરિવારને સમજાવતા અંગદાન માટે સંમતી આપી હતી અને ૨૪ કલાકની અંદર મુંબઈના ડોકટરોની ટીમ આવીને અંગ પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. વધુમાં ડો.કોમલ પટેલે જણાવ્યું હતું કે વાળનું દાન કરીને કેન્સરના દર્દીઓને પણ આશાનું કિરણ આપ્યું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *