ચોંકાવનારી ઘટનાના ફૂટેજ આવ્યા સામે, પોલીસની બહાદુરીની વાહ વાહ થઇ

સમાજમાં પોલીસને લોકો કાયમ એક દર અને શંકાથી જ જુએ છે અને લોકો એવું માનતા હોય છે કે પોલીસની સાથે ન દોસ્તી સારી ન દુશ્મની પરંતુ અહીં એક ઘટના પછી લોકો આ પોલીસ કોન્સ્ટેબલની ખુબજ પ્રશંસા કરી રહ્યા છે.એક સરકારી રેલવે જવાને ૧૮ વર્ષીય છોકરાને નવી જિંદગી આપી છે.

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશન પર એક ૧૮ વર્ષનો છોકરાએ ટ્રેનની સામે કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતો હતો તે છોકરાનું નામ છે કુમાર પૂજારી. તારીખ ૨૩ માર્ચના બપોરના કુમાર પૂજારી રેલવે પ્લેટફોર્મ પર શંકાસ્પદ રીતે ફરતો અને બપોરે ૨.૩૦ વાગે મદુરાઈ એક્સપ્રેસ પ્લેટફોર્મ નજીક આવી રહી ત્યારે કુમારે ટ્રેનની સામે કૂદી પડ્યો હતો. આ જોઈને ઝાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ જેનું નામ નાઈક ઋષિકેશ માને છે. તેમણે પળનો પણ વિલંબ કર્યા વિના આ છોકરાને ટ્રેક પરથી ધક્કો મારીને દૂર ખસેડ્યો હતો. જે આખી ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયો જોઈને લોકો બહાદુર પોલીસ કોન્સ્ટેબલ ઋષિકેશ માનેની ખુબજ પ્રશંસા કરી રહ્યા છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.