અમદાવાદ: મેડિકલ કોલેજના 26 વર્ષીય ડોકટરે ઝેરી ઇન્જેક્શન લઈ મોતને વ્હાલું કર્યું ! પ્રાથમિક કારણ એવું કે…જાણીને ધ્રુજી ઉઠશો
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક 26 વર્ષીય ડોક્ટરે ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લઈ જીવન ટૂંકાવ્યું. આવો તમને વિગતે જણાવીએ.
આ આપઘાતની ઘટના અમદાવાદ માંથી સામી આવી રહી છે જ્યાં સિવિલ હોસ્પિટલમાં આવેલા બી જે મેડિકલ કોલેજમાં 26 વર્ષીય ડોક્ટરે અગમ્ય કારણોસર ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લઈને જીવન ટૂંકાવ્યું છે. જેમાં ડોક્ટરનો મિત્ર તેના રૂમમાં આવ્યો હતો ત્યારે તે બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના વિગતે જણાવીએ તો ગત 4 નવેમ્બરની રાત્રીના 8 વાગ્યાની આસપાસ તેને પીજી હોસ્ટેલના પોતાના રૂમમાં ઝેરી પદાર્થનું ઇન્જેક્શન લઇ જીવન ટૂંકાવ્યું છે. જેમાં તેના મિત્રએ તેને ફોન કરતા તેને ઉપાડ્યો ન હતો. ત્યારે તેને શોધવા માટે મિત્રો રૂમ પર પહોંચ્યા હતા. જ્યાં કપિલ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ તેના મિત્રોએ તેને તરતજ હોસ્પિટલ લઇ ગયા હતા પરબટુ આજે સવારે 9 વાગે તેનું સારવાર દરમિયાન દુઃખદ અવસાન થયું છે.
તેમજ આ આપઘાતની ઘટનાને આધારે પોલીસની પ્રાથમિક તપાસમાં કપિલ અભ્યાસ અને કામના ભારને લઇને થોડા દિવસથી સ્ટ્રેસમાં રહેતો હોવાથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં કોઈપણ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. જ્યારે તેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે લઇ જવામાં આવ્યો છે. હાલમાં પોલીસ તેના મોબાઈલ ફોનની તપાસ કરી રહી છે. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહે.