અમદાવાદ : ખુબ હચમચાવી દેતી ઘટના! પટેલ યુવકનું પાંચમા માળેથી નીચે પડતા કરુણ મૃત્યુ ! હત્યા કે આત્મહત્યા?…

હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં  એક પ્રાંત ઓફિસર ફ્લેટના પાંચમા માળેથી નીચે પડતાં મોત, પરિવારને હત્યાની આશંકા પોલીસે વધુ તપાસ આગળ હાથ ધરી છે. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

વાત કરીએ તો આ ઘટના આમદાવાદ જીલ્લાના સાણંદ શહેર માંથી સામી આવી રહી છે. જ્યાં ચૂંટણીના ધમધમાટ વચ્ચે ડેપ્યુટી કલેકટર (SDM) તરીકે ફરજ બજાવતા અને પ્રાંત અધિકારી રાજેન્દ્ર પટેલનું આજે વહેલી સવારે ભેદી સંજોગોમાં મોત થયું છે. આ ઘટના બાદ રાજેન્દ્ર પટેલનો મૃતદેહ તેમના ફ્લેટની પ્રીમાઈસીસમાં મળ્યો હતો. આમ પોલીસનું અનુમાન છે કે આર કે પટેલે ધાબા પરથી પડતું મુકીને આપઘાત કર્યો હોઈ શકે છે જોકે તેમના પરિવારના સભ્યો આ માનવા તૈયાર જ નથી અને કહે છે કે આ આપઘાત નહિ બલકે હત્યા છે.

મળતી વિગત પ્રમાણે તમને જણાવીએ તો, આખી રાત સરકારી પ્રેસમાં બેલેટની કામગીરી પૂર્ણ કરીને વહેલી સવારે તેઓ ઘરે આવ્યા બાદ તેમણે ફ્લેટ પરથી પડતું મૂકીને આપઘાત કર્યો હતો. તેમના આપઘાત બાદ રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. અગાઉ તેઓ અંબાજી દેવસ્થાનના વહીવટદાર પણ હતા. તેમજ આચાનક આ ઘટના બની જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કલેક્ટર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સાણંદ વિધાનસભા સીટના રિટર્નિંગ ઓફિસર રાજેન્દ્ર પટેલના અચાનક આપઘાત બાદ આખા પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તેમજ વાત કરીએ તો રાજેન્દ્ર પટેલ નિર્મિત ફ્લોરા સોસાયટીના B-403 માં રહેતા હતા. તેઓ 15 દિવસ પહેલાં જ અહીં રહેવા આવ્યા હતા. આપઘાત પહેલાં તેમણે કોઈ ચિઠ્ઠી લખી છે કે નહીં એ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આમ આ સાથે રાજેન્દ્ર પટેલના ભાઈએ આક્ષેપ કર્યો હતો કે, તેઓ કોઈ દિવસ આત્મહત્યાનું વિચારી પણ ન શકે આમ અમને લાગે છે કે તેમની સાથે કોઈ આંય ઘટના બાની ગઈ છે આને જો તેની તપાસ કરવામાં આવે તો વાત સ્પષ્ટ થઇ જાય. તેમજ આ સાથે પરિવારજનો કહી રહ્યા હતા કે, તે જરા પણ ડિપ્રેશનમાં નથી અને તે માતાજીના ઉપાસક હતા. ઘણા વર્ષથી તે માતાજીની ઉપાસના કરે છે અને તેને જરા પણ ક્યારેય ચિંતા હોય એવું લાગ્યું નથી. સતત માતાજીની ઉપાસના કરતા હતા અને અંબાજીમાં સારી ફરજ નિભાવી હતી. ગુજરાતનો મોટો ભાદરવી પૂનમના મેળામાં સારી વ્યવસ્થા કરી હતી.

આમ પોતાની ફરજને સારી રીતે નિભાવવા માટે કટીબદ્ધ અધિકારી છે. એટલે આત્મહત્યા કરી કેમ એ માનવવા આવે એવી વાત નથી. આમ આ સાથે કોંગ્રેસ દ્વારા ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, સાણંદના SDM રાજેન્દ્ર પટેલના આપઘાત પર શોક વ્યક્ત કરીએ છીએ. અને માંગ કરીએ છીએ કે, આ આપઘાત પાછળના કારણની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. શું ભાજપ સરકારને કોઈના જીવની પરવા જ નથી? ચૂંટણીની જવાબદારી નિભાવી રહેલા અધિકારીના મૃત્યુના કારણોની શું ચૂંટણી પંચ કોઈ તપાસ કરશે? તેવો સવાલ કર્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *