અમદાવાદમાં કચરા ડ્રાઇવરની કરાઈ હત્યા! હત્યા પાછળનું કારણ જાણી રહી જશો દંગ…જાણો વિગતે

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક હત્યાનો દુઃખદ ઘટના સામે આવી રહી છે. જેમાં પત્ની સાથે કઢંગી હાલતમાં પકડાયેલા બનેવીની સાળાએ કરી કરપીણ હત્યા. આવો તમને આ ઘટના વિગતે જણાવીએ.

તમને જણાવીએ તો આ ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તારમાં માંથી સામે આવી રહી છે જ્યાં અનૈતિક સંબંધો રાખનાર યુવકની હત્યા કરાઈ હોવાનો ખુલાસો થયો છે. બે આરોપીમાંથી એક આરોપીની પત્ની સાથે મૃતકને અનૈતિક સંબંધ હતા અને આ સંબંધની અદાવત રાખી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં આરોપીએ મૃતકને કઢંગી હાલતમાં પત્ની સાથે અગાઉ પકડ્યો પણ હતો. આમ જણાવીએ તો મૂળ રાજસ્થાન ખાતે રહેતા રમેશભાઈ મહીડા કડિયા કામ કરે છે. તેમનો નાનો ભાઈ રાજેન્દ્ર ઉર્ફે રાજુ કચરાની ગાડી ચલાવતો હતો અને અમદાવાદમાં જુદી જુદી જગ્યાએ રહેતો હતો અને તેની પત્ની થોડા દિવસથી અમદાવાદ રહેવા આવી હતી. રાજેન્દ્ર ઉર્ફે રાજુને બે બાળકો છે. એકાદ મહિના પહેલા રાજેન્દ્રને ફોન કરી ઘરે ક્યારે આવે છે તે બાબતે પૂછતા તેણે પીરાણા કચરાના ઢગલા ખાતે ગાડી લોડ અનલોડ થઈ જાય બાદમાં ઘરે આવીશ તેમ કહ્યું હતું.

આમ બાદમાં તેની પત્નીએ રાત્રે ફોન કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યારબાદ બીજા દિવસે સવારે રાજેન્દ્રની પત્ની તેને શોધવા નીકળી હતી પરંતુ તે મળી આવ્યો નહોતો. આ સાથે વાત કરીએ તો બાદમાં રાજેન્દ્રના કોન્ટ્રાક્ટરને પૂછતા તેઓએ કહ્યું હતું કે, રાત્રે 10:00 વાગે રાજેન્દ્ર ગાડી મૂકીને જતો રહ્યો હતો. તે બાદ રાજેન્દ્રની પત્નીએ રાજેન્દ્રના ભાઈઓને આ વાત કરી હતી. જેથી રાજેન્દ્રનો ભાઈ વાપીથી તાત્કાલિક અમદાવાદ આવી ગયો હતો અને રાજેન્દ્ર ની શોધ ખોળ કરી હતી. તેઓના કાકાના દીકરા મારફતે જાણવા મળ્યું કે નારોલ ગ્યાસપુર ગામ પાસે ખૂણા ઉપર એક લાશ મળી છે જેથી ત્યાં જઈને તપાસ કરતા શર્ટ અને ચંપલ પરથી આ લાશ રાજેન્દ્રની હોવાનું સામે આવ્યું હતું. આ લાશ કહોવાઈ ગઈ હતી અને તેમાં જીવજંતુઓ પડી ગયા હતા.

જ્યારે રાજેન્દ્રની લાશનો અમુક હિસ્સો જંગલી જાનવરોએ તોડી ખાધો હતો. રાજેન્દ્રના મોત બાબતે પરિવારજનોએ તપાસ કરી ત્યારે એક વ્યક્તિએ તેઓને જણાવ્યું કે, રાજેન્દ્ર ઉર્ફે રાજુના મરણ બાબતે તે સાચી હકીકત જાણે છે કે મૃતકનો સાળો સુરપાલ ગરાસીયા કે જે ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. તેણે એકાદ વર્ષ પહેલા રાજેન્દ્રને નોકરીએ રખાવ્યો હતો. આ દરમિયાન રાજેન્દ્રને સાળા સુરપાલની સુરપાલની પત્ની સાથે આડા સંબંધ હતા અને તેની જાણ સુરપાલને થતા તેણે બે ત્રણ વખત રાજેન્દ્રને સમજાવ્યો હતો પરંતુ રાજેન્દ્ર માન્યો નહોતો અને અનૈતિક સંબંધો ચાલુ રાખતા સુરપાલે બનેવી રાજેન્દ્રનું મનોમન મર્ડર કરવાનું નક્કી કર્યું હતું. ગત તારીખ સાતમી સપ્ટેમ્બરના રોજ રાત્રે રાજેન્દ્ર અને સુરપાલ બાવળની ઝાડીમાં બેસીને વાતચીત કરતા હતા.

આમ ઘટના એવી બની કે આ દરમિયાન સુરપાલે બૂમ મારીને યુવકને બોલાવ્યો અને બાદમાં ઠંડુ લેવા માટે સુરપાલે 100 રૂપિયા આપી ગણેશનગર મોકલ્યો હતો. બાદમાં યુવક ઠંડુ લઈને આશરે 10:30 વાગે પરત આવ્યો ત્યારે સુરપાલ તથા ડ્રાઇવર અનિલ રસ્તામાં મળ્યા હતા. તે દરમિયાન રાજેન્દ્ર ક્યાં છે તેવું પુછતા સુરપાલે કહ્યું કે, તેને કોઈ કામ આવી જતા તે ઘરે નીકળી ગયો છે. રાજેન્દ્રને લાફા મારી લોખંડના સળિયાના ફટકા મારી તેની હત્યા કરી બાવળની ઝાડીમાં નાખી દીધો હતો. મળતી માહિતી પ્રમાણે મૃતક રાજેન્દ્રને સુરપાલે બેથી ત્રણ વખત કઢંગી હાલતમાં પણ પકડ્યો હતો. જેથી તેની હત્યા કરવાનું તેણે નક્કી કર્યું હતું. સમગ્ર બાબતને લઈને પોલીસે સુરપાલ અને અનિલ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *