અમદાવાદ સીવીલ હોસ્પિટલ ને મળ્યુ સૌથી મોટુ દાન ! બહેન ની અંતીમ ઈચ્છા પુરી કરવા ભાઈ અમેરીકા થી આવી 75 લાખ…
આ દુનિયામાં કોઈ વ્યક્તિ ક્યારે અલવિદા કહી દેતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ દરેક વ્યક્તિની તેના જીવનમાં એકના એક ઈચ્છા તો જરુરુ હોઈ છે. અને તે ઈચ્છા પૂરી કરવા ખુબજ મહેનત અને જીવનમાં સંઘર્ષ કરવો પડતો હોઈ છે. તો વળી જે લોકોની ઈચ્છા અધુરી રહી જતી હોઈ છે તેણે પૂરી કરવા તેના પરિવારના અભ્યો જરુર ને જરૂર પ્રયત્નો કરતા હોઈ છે. તેવામાં હાલ એક તેવોજ કિસ્સો સામે આવી રહ્યો છે જેમાં બહેનની અધુરી ઈચ્છા પૂરી કરવા માટે તેના ભાઈએ ભૂતો ન ભવિષ્યતી કહી શકાય તે પ્રકારનું વ્યક્તિગત સ્તરે ખુબજ મોટું દાન કર્યું છે. આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.
ઈચ્છા પૂરી કરવા માટેનું આ દાનનો કિસ્સો અમદાવાદ શહેર માંથી સામે આવી રહ્યો છે જ્યાંની સિવિલ હોસ્પીટલમાં નડિયાદના પીજ ગામના વતની ઉર્વશીબહેનની અંતિમ ઈચ્છા પૂરી કરવા તેમના ભાઈ નરેન્દ્રએ અમેરિકાથી અહ્યા આવીને સિવિલ હોસ્પીટલમાં અત્યાર સુધીનું ઐતિહાસિક દાન કર્યું છે. તમને વિગતે જણાવીએ તો નરેન્દ્રભાઇનાં બહેન ઉર્વશીબહેન બીમાર રહેતાં હતાં અને તેમને મૃત્યુ નજીક હોવાનો અહેસાસ થવા લાગ્યો હતો ત્યારે તેઓએ વસિયત નામા (વિલ)માં લખાવ્યું હતું કે “મિલકતનો મંદિરમાં નહિ પરંતુ સીધી રીતે લોકઉપયોગી થઈ શકાય તે પ્રકારે દાન કરજો.”
આમ નરેન્દ્રભાઈએ પોતાની બહેનની અંતિમ ઇચ્છાને પૂરી કરવા એક ઉમદા પગલું ભર્યું અને આજે સિવિલ હોસ્પિટલમાં લોકઉપયોગી થવાના શુભ આશયથી રૂ. 75 લાખનું દાન કર્યું. રૂ. 75 લાખના દાનને સિવિલ હોસ્પિટલમાં વ્યક્તિગત સ્તરે કરવામાં આવેલ અત્યારસુધીનું સંભવિત સૌથી મોટું દાન માનવામાં આવી રહ્યું છે. તેમજ આ અંગે નરેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે, મારા બહેન ઉર્વશીએ જીવનપર્યંત જનઉપયોગી કાર્યો જ કર્યાં છે. તેમજ તેમણે પાઇ પાઇ ભેગી કરીને ઘર પરિવારનું ગુજરાન ચલાવ્યું છે. તેઓ સાડીની દુકાન ચલાવતાં હતાં. તેઓ જીવનભર આત્મનિર્ભરતાની વિચારધારાનું પાલન કરીને કાયમ પગભર જ રહેલાં. ગયા વર્ષ બીમારીના કારણે જાન્યુઆરી મહિનામાં જ તેમનું નિધન થયું હતું. જિંદગીના છેલ્લા દિવસોમાં તેમણે આ લોકકલ્યાણનું કાર્ય કરવા દાન કરવાની અંતિમ ઇચ્છા પોતાના વિલમાં દર્શાવી હતી. જે આજે મેં અમેરિકાથી આવીને પૂર્ણ કરી ગૌરવ અનુભવી રહ્યો છું.
આમ આ સાથેજ આ મહાદાન અંગે સિવિલ હોસ્પીટલમાં સુપ્રિટેન્ડટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં અવાર નવરા લોકો દ્વરા નાના મોટું દાન કરવામાં આવતું હોઈ છે. પરંતુ અમારા ધ્યાન મુજબ નરેન્દ્રભાઈના હસ્તે કરવામાં આવેલ રૂ. ૭૫ લાખનું વ્યક્તિગત સ્તરે સૌથી મોટું દાન છે. ગરીબ, મધ્યમવર્ગીય પરિવારો સારવાર માટે સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલને પ્રાથમિકતા આપતા હોય છે. આમ આ સાથે સમગ્ર સિવિલ હોસ્પિટલ તંત્ર નરેન્દ્રભાઈનો અને સદગત ઉર્વશીબહેનનો આ મહાદાન બદલ આભાર માનીએ છીએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.