અમદાવાદ : હાઉસકીપિંગ કરનાર ને એરપોર્ટ ના ટોઈલેટ માથી 45 લાખ નુ સોનુ મળ્યુ ! સોનુ મળતા જ એવુ કર્યુ કે જાણી તમે પણ વિચાર મા પડી જશો
મિત્રો હાલ છેલ્લા ઘણા સમય થી દેશના અને રાજ્યના એરપોર્ટ પર અવાર નવાર ડ્રગ્સ, સોનું વગેરેની હેર ફેરીના કિસ્સા ખુબજ વધી ગયા છે. લોકો વિદેશથી સોનું ખરીદે છે. કારણ કે વિદેશમાં ભારત કરતા ઓછો ટેકસ ઓછો લાગતો હોઈ છે. તેમજ જ્યારે ભારત તે વસ્તુઓ લાવવામાં આવે છે તો ભારતના કાયદા નિયમ પ્રમાણે ટેકસ દેવો પડતો હોઈ છે અને તે ટેકસ નાં દેવો પડે તે માટે લકો ચોરી છુપે સોનું લાવતા હોઈ છે. તેવીજ રીતે હાલ કિસ્સો સામે આવી રહ્યો છે. જે સાંભળી તમે પણ વિચારમાં પડી જશે.
આ કિસ્સો અમદાવાદ એરપોર્ટ પરથી સામે આવી રહ્યો છે જ્યાં હાઉસકીપિંગ સુપરવાઈઝરને 45 લાખનું 800 ગ્રામ સોનું મળતા તેમણે કસ્ટમ્સને સુપરત કરી દીધું હતું. એરપોર્ટ મેનેજમેન્ટ કંપનીએ તેમને સન્માનપત્ર આપ્યું હતું. મૂળ રાજસ્થાનના સુપરવાઇઝર હરવિંદર નારુકા ઇન્ટરનેશનલ ટર્મિનલ-2માં એરાઇવલમાં ગુરૂવારે કર્મચારીઓ દ્વારા ટોઇલેટમાં સફાઇ બરાબર થાય છે કે કેમ તેનું ચેકિંગ કરી રહ્યા હતા.
થયું એવુ કે ટોઇલેટનો ફ્લશ ટેન્ક ખુલ્લો દેખાતા ચેક કરતાં પ્લાસ્ટિકની બે થેલી બહાર કાઢવામાં આવી હતી. જેમાં સોનાના બે કડાં હતા. બંને કડાંનું વજન 400-400 ગ્રામ હતું. હરવિંદર નરુકાએ જણાવ્યુ કે, ‘મારા ટોઇલેટના ચેકિંગ પહેલા અબુધાબીની ફલાઇટ આવી હતી જેમાં કોઇ મુસાફર સોનું મુુકી ટર્મિનલની બહાર નીકળી ગયો હોવાની આશંકા છે.’
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો