અમદાવાદ : આઈ લવ યુ મમ્મી-પપ્પા, બહેન! આવું લખી યુવકે કરી લીધો આપઘાત, સ્યુસાઇડ નોટમાં આગળ જણાવ્યું કે….
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક યુવકે પોતાનીજ દુકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. તેમજ એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે જેમાં ખુબજ ચોંકાવનારું કારણ છે. આવો તમને આ આપઘાતનો કિસ્સો વિગતે જણાવીએ.
વાત કરવામાં આવે તો આપઘાતનો આ ધ્રુજાવી દેતી કિસ્સો અમદાવાદ શહેર માંથી સામે આવી રહ્યો છે જ્યાં શહેરના ઠક્કરનગરમાં વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ વેકરીયા તેમના પત્ની અને દીકરા સાથે રહે છે. અને ઉમર વધતા તે એક નિવૃત જીવન જીવે છે પરંતુ તેને શું ખબર હશે કે તેનો દીકરો કે જેનું નામ સુભાષ આપઘાતનું પગલું ભરી લેશે. થયું એવું હતું કે 27 જાન્યુઆરીના રોજ સવારે તેમનો દીકરો સુભાષ તેની દુકાન કે જે નિકોલ ખાતે આવેલી છે ત્યાં ગયો હતો અને બે વાગ્યાની આસપાસ ઘરે આવી જમીને પરત દુકાને ગયો હતો. પરંતુ સાંજે મોડા સુધી સુભાષ ઘરે પરત આવ્યો નહોતો.
આમ જે બાદ અરવિંદભાઈએ રાત્રે સુભાષને ફોન કરતા તે ફોન ઉપાડતો નહોતો. જેથી અરવિંદભાઈએ તેમના નાનાભાઈ તથા અન્ય તથા સંબંધીઓને જાણ કરી હતી. પરંતુ સુભાષ ઘરે આવ્યો નહોતો. જે બાદ પરિવારની ચિંતા ખુબજ વધવા લાગી હતી. અને તરતજ સુભાષની દુકાને કામ કરતા ધ્રુવને ફોન કરી કહ્યું હતું કે, સુભાષ ફોન ઉપાડતો નથી તેનો ફોન દુકાનમાં તો નથી ને તારી પાસે બીજી એક દુકાનની ચાવી છે તો દુકાને લઈને આવ કહીને અરવિંદભાઈ દુકાને જવા નીકળી ગયા હતા. ત્યારબાદ અરવિંદભાઈ અને ધ્રુવ દુકાને પહોંચ્યા હતા. જ્યાં ધ્રુવે દુકાનનું અડધું શટર ખોલીને જોયું અને શટર બંધ કરી અરવિંદભાઈ ને ઘરે જવા કહ્યું હતું અને તેઓના અન્ય સગા સંબંધીને જાણ કરવા લાગ્યો હતો.
આમ જે બાદ અરવિંદભાઈને પણ શંકા થઇ હતી કે કઈંક તો થયું છે અને તેઓ ઘરે પાછા આવી ગયા હતા. આમ જી બાદ અરવીંદભાઈના ભાઈએ તેમને પુરી ઘટના જણાવી અને કહ્યું હતું કે સુભાષે દુકાનમાં સિલિંગ ફેનના હુકમાં રસી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે અને સુભાષના ખિસ્સામાંથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં સુભાષે લખ્યું હતું કે “મારા સાસરિયાઓથી કંટાળી ગયો હોવાથી આ પગલું ભરું છું, મારા ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નથી અને પોલીસ મિત્રોને જણાવું છું કે, મારા કોઈ ફેમિલીને હેરાન કરવા નહીં. આઈ લવ યુ મમ્મી પપ્પા બહેન….મમ્મી પપ્પા મારું તમારું આટલું જ લખ્યું હતું અને હવે ચિંતા ના કરતા. તમે એમ સમજજો કે તમારો છોકરો ફોરેન છે અને બધો હિસાબ પેલી બેગમાં ડાયરીઓ છે એમાં લખ્યો છે. ડાયરીમાં ના ખબર પડે તો જયેશભાઈ ને કહેજો. આઈ લવ યુ જયેશભાઈ. મારી આધ્યાનું ધ્યાન રાખજો. સોરી બધા ફ્રેન્ડ અને બધા ફેમિલી. બાય… મારાથી બીજી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો.”
આમ આ ઘટનાને પગલે ઉપરોક્ત લખાણને આધારે પોલીસને જાણ કરાતા સુભાષભાઈના પરિવારજનોએ સુભાષભાઈનું મોત તેની પત્ની પીનલના કારણે થયું હોવાનું પોલીસને જણાવતા પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તો વળી આ એક ઘટના નહિ બાલકે છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં આપઘાત ખુબજ જોવા મળી રહ્યંકયા છે. જેની પાછળ કઈંક ને કઈંક કારણ જરૂર જવાબદાર હોઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો