અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર, જયારે અગામી દિવસોમાં આ વિસ્તારમાં…

રાજ્યમાં હાલ ચોમસું બેસું ગયું છે અને ઘણા રાજ્યોમાં વરસાદ ખુબજ વરસી રહ્યો છે. તેવામાં કાળઝાળ ગરમી થી ત્રાસી ગયેલા લોકો ને રાહત મળી છે. તેમજ ખેડૂતોના ચહેરા પણ ખુશીથી ખીલી ઉઠ્યા છે. ગુજરાતમાં છેલ્લા ત્રણેક દિવસથી મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગીર-સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદને કારણે જળ બંબાકાર થઈ ગયો છે. તેવીજ રીતે અમદાવાદમાઁ પણ ખુબજ વરસાદ વરસ્યો છે.

તેમજ અમદાવાદમાં ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદને પગલે મીઠાખળી અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરાઇ છે, ત્યારે આજે બપોરે અમદાવાદમાં વરસાદની તોફાની ઇનિંગ (Heavy rain) શરૂ થઇ છે. અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં જોરજાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં સવારના 6થી બપોરના 3 વાગ્યા સુધી સરેરાશ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. જોકે, ભારે વરસાદને પગલે પૂર્વ વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. તમે જે તસવીરો જોઈ રહયા છો તે અમદાવાદના શ્રીનાથપાર્ક ના છે.

જોઈ શકો છો કે ઘૂંટણ ઘૂંટણ સુધી ખુબજ પાણી ભરાઈ ગયા છે. તેમજ વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સવારના 6થી બપોરના 3 વાગ્યા સુધી સરેરાશ અઢી ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ સરેરાશ સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. પૂર્વ ઝોનમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ ચકુડીયામાં ખાબક્યો છે. જ્યારે સમગ્ર શહેરના તમામ ઝોનમાં સરેરાશ અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરમાં ચારે તરફ પાણી પાણીના દ્રશ્યો સર્જાયા છે. આજ રોજ અમદાવાદના વસ્ત્રાપુર, નિકોલ, નરોડા, સેટેલાઇટ, હાડકેશ્વર, ઉસ્માનપુરા, એસજી હાઇવે, વસ્ત્રાપુર, બોળકદેવ, મણિનગર, દાણીલીમડા, જમાલપુર, કાંકરીયા, બાપુનગર, ગોમતીપુર, રાયપુર, ખોખરા, અમરાઇવાડી, પ્રહલાદનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં સર્વત્ર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં વાહન વ્યવહારને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

આ સાથે ઝોન પ્રમાણે વરસાદ 8મી જુલાઈ સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી અમદાવાદમાં પડેલો વરસાદ. વિરાટનગર, ચકુડિયા અને ઓઢવમાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. પૂર્વ ઝોનમાં સરેરાશ 1 ઇંચ વરસાદ પશ્ચિમ ઝોનમાં સરેરાશ 23 મી.મી. વરસાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સરેરાશ 7.51 મી.મી. વરસાદ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં સરેરાશ 1 મી.મી વરસાદ મધ્ય ઝોનમાં સરેરાશ 20 મી.મી. વરસાદ ઉત્તર ઝોનમાં સરેરાશ 12.33 મી.મી. વરસાદ દક્ષિણ ઝોનમાં સરેરાશ 17 મી.મી. વરસાદ અમદાવાદ શહેર સરેરાશ 15.07 મી.મી.

તેમજ વાત કરીએ તો ભારે વરસાદની આગાહી રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી પાંચ દિવસ મોટાભાગના સ્થળો પર મધ્યમથી ભારે વરસાદ રહેશે. અમુક જગ્યાએ ભારે અને અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. આજે 8મી જુલાઈના રોજ વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. અમુક જગ્યાએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી છે

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *