અમદાવાદ: અંગદાન મહાદાન ! 25 વર્ષીય યુવકનું બ્રેનડેડથી અવસાન થતા ફેફસાનું કર્યું દાન, આફ્રિકાની મહિલાને આપશે નવજીવન અને…
મિત્રો આ દુનિયામાં ક્યાં વ્યક્તિને જયારે અને કેવી રીતે મોત આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી,. તેમજ વ્યક્તિના મોતની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ છે. ઘણી વખત કોઈ અકસ્માત, તો વળી કોઈ હત્યા કા પછી ગંભીર બીમારી વગેરે. તેવીજ રીતે હાલ એક વ્યક્તિનું બ્રેન્ડેડ થતા તેનું કરુણ મોત નીપજ્યું છે જોકે જતા જતા આ યુવાને ખુબજ સરાહનીય કાર્ય કરતો ગયો છે. આવો તમને વિગતે આ સમાચાર જણાવીએ.
વાત કરીએ તો હાલછેલલાં ઘણા સમય થી લોકો અંગદાનના કિસ્સાઓ ખુબજ વધી ગયા છે તેવામાં વધુ એક અંગદાનનો કિસ્સો સામે આવી રહ્યો છે જે અમદાવાદ શહેરની સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના 25 વર્ષીય રાકેશ વાઘેલાને માથાના ભાગમાં તકલીફ થતાં તેમને અહીં લાવવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું બ્રેઈનડેડ થતા મોટ નીપજ્યું હતું. આમ ત્યારબાદ તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. એટલે મૃતક યુવકના ફેફસાનું દાન કર્યું હતું. આ ફેફસાના દાનના પગલે ઈસ્ટ આફ્રિકાના સેશલ્સના 35 વર્ષીય મહિલા દર્દીના જીવનમાં પુન: પ્રાણવાયુનો સંચાર થયો છે.
આમ જે બાદ તરતજ વિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાંને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા હતાં. 6થી 8 કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને નવજીવન મળ્યું છે. તેમજ આ સાથે આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ કહ્યું હતું કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં સીમાચિહ્નરૂપ કહી શકાય તેવો કિસ્સો 17મીએ જોવા મળ્યો હતો.
ગુજરાતના બ્રેઈનડેડ દર્દીના ફેફસાનું ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલામાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયું છે. રાજ્યની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ દર્દીઓને મળી રહ્યો છે. આમ અમદાવાદમાં જ્યારહી આ અંગદાન શરૂ થયું હતું તેના 2 વર્ષ પૂર્ણ થયા છે. તેમજ અત્યાર સુધી અંગદાતાના પરિવારજનોના સહકાર તેમ જ સેવાભાવના પરિણામે આજ દિન સુધી કુલ 96 અંગદાન થયા છે. આ અંગદાનમાં મળેલા 303 અંગોને 280 જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો