અંબાજીમાં અમદાવાદના યાત્રીકોને પ્રસાદી લેવી પડી મોંઘી ! વેપારી પાસે થી પ્રસાદી લીધા પછી જે થયું તે જાણી તમારા પણ હોશ ઉડી જશે…

લોકો ભગવાન પ્રત્યે ખુબજ શ્રધા અને નિષ્ઠા રાખતા હોઈ છે દરેક ભક્તો મંદિરે દર્શન કરવા જતા હોઈ છે અને પોતાના દુઃખ દુર કરતા હોઈ છે ભક્તો પોતાના મનની શાંતિ અને દુખો દુર કરવા માટે ખુબજ નિષ્ઠા અને શ્રધા થી ભગવાનની પૂજા કરે છે તેમજ પોતાની મનની અંદર રહેલી બધીજ ઈચ્છાઓ ભગવાનને કહેતા હોઈ છે આજે આપણે એક તેવાજ ભગવાનના મંદિર વિષે વાત કરીશું. યાત્રાધામ અંબાજી મંદિરમાં લોકો ખુબજ મોટી સંખ્યા માં દર્શન કરવા આવતા હોઈ છે તેમજ દર્શન કરીને તેમની માનેલી માનતાઓ પૂરી કરતા હોઈ છે.

હાલમાં અંબાજી મંદિરમાં પ્રસાદીની ખરીદીમાં યાત્રિકોને લુટતા હોવાની સમસ્યા સામી આવી છે. આ બાબતે જાણવા મળ્યું હતું કે શુક્રવારનાં રોજ અંબાજીમાના દર્શન કરવા માટે સવારના સમયે અમદાવાદથી યાત્રિકો આવ્યા હતા અમદાવાદના યાત્રિકોએ ૫૦૦ રૂપિયાની પ્રસાદીની ટોપલી ખરીદી તો વેપારી તેના ૧૩૬૦ રૂપિયા માંગી રહ્યા હતા, તે પછી યાત્રિકો અને વેપારી વચ્ચે બોલાચાલી થવા લાગી અને યાત્રિક ગુસ્સે આવીને અંબાજી પોલીસ ને આવાત ની જાણ કરી દીધી.

હાલ અંબાજીમાં પૂજાપાથી લઈને ચાંદીના ઘરેણાના લુટનાં કિસ્સાઓ ખુબજ વધારે પ્રમાણમાં બનતા હોઈ છે અને શુક્રવારે એક તેવોજ બનાવ અમદાવાદ ના ગોપાલભાઈ પટેલ સાથે થયો હતો. ગોપાલભાઈ તેમના મિત્રો સાથે પાટણથી અંબાજીમાંના દર્શન કરવા માટે આવ્યા હતા. જયારે તેઓ મંદિર પાસે પહોચ્યા ત્યાં તેમણે એકાવન શક્તિપીઠનાં સર્કલ પાસે એક વેપારી મળ્યો અને કહ્યું કે આગળ રસ્તો બંધ છે તેમ કહીને ગાડીને મંદિરના પાછળ નાં ભાગમાં લઈ ગયો અને સુંધા માતા પ્રસાદ સ્ટોર તેમનો છે એમ કહીને રૂ.૨૫૧ ની બે ટોપલી પ્રસાદની અપાવી.

આમ બે ટોપલીઓ ગોપાલભાઈ અને તેમના મિત્રને આપી દીધી અને વેપારીએ યાત્રિક પાસે ૫૦૨ રૂપિયાના બદલે ૧૩૬૦ ની ઉઘરાણી કરવા લાગ્યો તો બંને વચ્ચે બોલાચાલી થવા લાગી અને આ ઘટનાની જાણ પોલીસ ને થય તો પોલીસે ફરિયાદ નોંધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *